કેકેપી સતપંથ ની બાબતમાં પણ કટ્ટર નથી, તો રાષ્ટ્રિય હિતમાં જરૂરી કટ્ટરતાની આશ રાખવી બહુ દૂરની વાત છે, જે જરૂરી તો છે જ પણ જે છે તે છે, તેને સ્વીકારવું રહ્યું.
આ કડવું છે, પણ છે સત્ય.
આની અંદર મોટાભાગના હોદ્દેદારો, તેમાં પણ સંપૂર્ણ ભારતનો સમાવેશ થાય છે, કે જેઓએ આજદિન સુધી કરમશી લધા રામજીયાણીની બાબતમાં સંપૂર્ણ મૌન પાળેલ છે, તેમાં મુખ્ય મુંબઈની તમામ નાની મોટી સમાજનો, તેના હોદ્દેદારોની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ, જે બિલકુલ દેખાતી નથી, જેની નોંધ ઇતિહાસમાં જરૂર લેવાશે.
આ કરમશી લધા રામજીયાપાણી ના વીડિયો વક્તવ્ય..., જે રીતે આખી વાત ને દરેક સ્તરે ટલ્લે ચડાવી છે તેનો જોટો મળવો(જડવો) મુશ્કેલ છે.
તેમાં પણ એવા વાવડ છે કે ઘાટકોપર સનાતન સમાજના હાલના નહિ, જૂના અનુભવી જે તે જવાબદાર હોદ્દેદારો એ આ કરમશી લધા રામજીયાણી ના સભ્ય પદ નો નિર્ણય ન લઈ ને પોતાના અનુભવ નો પૂરો દુરુપયોગ કરીને લોકોને જાણ કરેલ છે કે જુઓ અમેં કેટલા હોશિયાર છીએ. આટલું જ નહીં તેઓએ બીજા મુદ્દા નો નિર્ણય લીધેલ છે, ફક્ત આ મુદ્દો છોડી દીધેલ છે. (આ બાબત ની તપાસ કરી લેવા વિનંતી)
આ લખાણમાં એકપણ શબ્દ ખોટો હોય તો આપ મને સીધો ફોન કરીને જાણ કરી શકો છો.
જ્ઞાતિ,સમાજમાં મુસ્લિમ સતપંથ થી છુટકારો મેળવવા મારા મત પ્રમાણે આવી રીતે આદુ ખાઈને પાછળ પડવું પડે તોજ ક્યાંક નજીકના ભવિષ્યમાં આપણે 100% સુદ્ધ સનાતની બનીએ.
તેમ છતાં ક્યાંક મારી ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી, કારણ કે વગર હોદ્દા એ હું મારાથી સમાજની જે સેવા થાય તે કરવા અનેક જોખમો ઉપાડીને એક ખિસકોલી ની જેમ પ્રયાસ કરી રહ્યો છું.
નોંધ: ચૂપ રહીને, જેન્ટલમેન બનીને મીઠું બનતા મને બહુજ સારી રીતે આવડે છે પણ તેનાથી સમાજને ડાયાબિટીસ થઈ જાય. એટલે સમય સમય પર ગમે એટલી મોટી ટોપ જેવા હોદ્દેદારોને પણ કડવાણી પીવરાવી જરૂરી છે. અરીસો બતાવવો જ જોઈએ.
વધુ માહિતી માટે આ નીચે આપેલ લિંક પર ક્લીક કરો
પ્રદીપ નાથાણી
9820369377