આપણી જ્ઞાતિ,સમાજમાં સનાતન સમાજ અને મુસ્લિમ સતપંથ સમાજની લડત આજની નથી, અનેક વર્ષોથી આપણી સમાજમાં આ લડત ચાલતી આવેલ છે.
આજે આપની સમક્ષ મારે વાત કરવી છે ઘાટકોપર સમાજની, કે જેમાં અનેક વર્ષોની મહેનત બાદ, મુંબઈમાં, ઘાટકોપર સમાજને સંપૂર્ણ સનાતન સમાજ બનાવવામાં સફળતા મળેલ છે અને આ સફળતામાં કેવી રીતે કાંકરીચાળો કરવામાં આવે છે તે બાબતની.
ઘાટકોપર સનાતની સમાજમાં શ્રી દેવજી કરશન ભાવાણી સભ્ય પદ આપવામાં આવ્યું ત્યારે મેં મુંબઈના તમામ સંસ્થાના જવાબદાર અને અનુભવી હોદ્દેદારોને જાણ કરેલ હતી કે આમને સનાતન સમાજમાં શા માટે રાખેલ છે? પણ સહુ કોઇએ મૌન પાળીને આ મહત્વની બાબત પર કોઈકના છુપાયેલ ઇરાદા પૂર્વક ધ્યાન આપેલ નહોતું.
આટલું જ નહિ મુંબઈની તમામ નાની મોટી સંસ્થાના હોદ્દેદારોએ, કે જેમાં મુંબઈ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓ, અનુભવી યુવાસંઘના હોદ્દેદારો, મુંબઈ ઝોનના પદાધિકારીઓ, મહિલા મંડળના હોદ્દેદારો એટલી હદે પોતાના કાર્યમાં બેદરકારી બતાવી કે સતપંથ સમાજના પ્રમુખ શ્રી દેવજી કરશન ભાવાણીને શ્રી ઘાટકોપર સનાતન સમાજના પ્રમુખપદે નીમ્યા. વાત આટલેથી ન અટકી આ બંને સમાજના પ્રમુખના ફોટાં સનાતન ધર્મ પત્રિકામાં છપાંણા. આ બાબત અનેક લોકો જાણેજ છે.
આટલા બધા સંઘર્ષ પછી પણ સતત સનાતની સમાજ બનાવવા મહા મહેનતે, અનેક લોકોની સહીઓ લઈ સમાજમાં પત્રવ્યવહાર કરી, માંગણી સભા બોલાવીને શ્રી ઘાટકોપર સનાતન સમાજ ચોખ્ખી કરી.
ત્યારબાદ સનાતન સભ્યની યાદી બનાવવા સનાતન સભ્ય ચકાસણી સમિતિ બનાવીને, ગામે ગામથી જે તે જવાબદાર પદાધિકારીઓ પાસેથી સનાતની કુટુંબની યાદી મેળવવા ની પ્રક્રિયા શરૂ કરી. આ પ્રક્રિયા દરમ્યાનજ કરબોઈ ગામમાં સતપંથના ખાના નાં ઉદઘાટનમાં કરમશી લઘા રામજીયાણીની હાજરી અને તેનું સીધું વક્તવ્ય સચ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં મોકલાવીને સર્વે સમિતિ તથા ગ્રુપના સભ્યોને જાણ કરવામાં આવી કે આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ.
ત્યારબાદ કરમશી લઘા રામજીયાણી નો વિડીયો સમગ્ર ડિજિટલ મીડિયામાં ફરતો થયો, જેમાં ટુંકમાં એમ જણાવ્યું હતું કે જો મુંબઈ સમાજ કરમશી ભાઈને સનાતન સમાજ માંથી કાઢી નાખવામાં આવશે તો પણ એમને કોઈ ચિંતા નથી.
ત્યારબાદ મે(પ્રદીપ નાથાણી) પોતે સનાતન સભ્ય ચકાસણીની મિટિંગમાં આ મુદ્દો મુકેલ હતો અને જણાવ્યું કે કરમશી ભાઈને તેમના વિડીયો પ્રમાણે હવે તેમને સનાતન સમાજમાં કેમ રખાય? ફરી અનેક વખત ડિજિટલ મીડિયામાં કરમશી ભાઈનો વિડીયો મોકલીને એમના સભ્યપદની બાબતમાં શું નિર્ણય લીધો તે પૂછ્યું હતું, પણ આજ દિવસ સુધી જવાબદાર હોદેદારો પાસેથી કોઈ જવાબ મળેલ નથી, જે તદ્દન તેમની ઇરાદા પૂર્વક નિષ્ક્રિયતા જ દર્શાવે છે.
પહેલાં દેવજીભાઈ ની બાબતમાં બેદરકારીથી સમાજને પત્રાકાંડ માં લાખો રૂપિયાનું નુકશાન ભોગવવું પડ્યું અને હવે આ કરમશી લધા રામજીયાણીની સભ્યપદ ની બાબતમાં જાણી જોઈને ઢીલાશ દાખવીને સમાજમાં મોટું નુકશાન કરવાનું કર્મ કરી રહ્યા છે, આટલું નહિ સનાતની સમાજના નિર્ણયમાં જરા પણ કડક વલણ બતાવતા નથી એ સ્પષ્ટ દેખાય છે.
બીજો મોટો પ્રશ્ન એ છે કે આ કરમશી ભાઈની બાબતના સમાચાર સનાતન ધર્મ પત્રિકામાં કુલ એકસો કરતા વધુ પ્રતિનિધિ હોવા છતાં કેમ ન છપાય? તેમાં અનેક પ્રતિનિધિ મુંબઈ, ઘાટકોપર માંથી પણ છે.
સનાતન ધર્મ પત્રિકાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવી, પણ આ દાખલા પરથી એવું સ્પષ્ટ થાય છે કે આવી બાબતનો આજદિન સુધી મહત્વ અપાતું નથી.
જો આવુજ રહ્યું તો આવનારા ૧૦૦૦ વર્ષ સુધી પણ આપણી સમાજ સંપૂર્ણ સનાતન નહિ થાય.
આવી નિષ્ક્રિયતા ધરાવતા હોવા છતાં ઘાટકોપર, મુંબઈમાં કહેવાતા અનુભવી હોદ્દેદારો આમ કરીને સંપૂર્ણ જ્ઞાતિ,સમાજને શું સંદેશો દેવા માગે છે અને તેમનો શું ઈરાદો છે તે એમ મોટો પ્રશ્ન છે.
નોંધ: આ લેખ સનાતન ધર્મ પત્રિકામાં છાપવા માટે મારા તરફથી અંદાજે છેલ્લા છ મહિનાથી પ્રયાસ ચાલુ હતા. છેલ્લે તા. 21 સપ્ટેમ્બર 2020 નાં અમૃતભાઈ નાકરાણી અને બાબુભાઇ કેશરાણી ને મોકલાવેલ અને એવી આશા હતી કે દિવાળી અંકમાં આ લેખ છપાસે પણ લેખ છપાયેલ નથી. આ પહેલાં કરમશી લધા રામજીયાણી ની.બાબત વિશે મે અમૃતભાઈ સાથે ફોન પર વાત કરેલ કે સનાતન ધર્મ પત્રિકામાં આવા સનાતની ને લગતા લેખ ન છપાય તો આ પત્રિકા નો ઉદ્દેશ પૂરો થતો નથી અને તેમણ માન્ય કરેલું કે આ મારી વાતમાં દમ છે, અને એમણ
મને આશ્વાસન આપેલ કે હું લાગતી વળગતી ટીમ ને કરીશ.
પણ આ અતિ મહત્વનો મુદ્દો, લેખ ન છાપી ને સનાતન ધર્મ પત્રિકા ના લાગતા વળગતા લોકો, પ્રચાર પ્રસાર સમિતિ શંકાના દાયરામાં આવે તેમાં કોઈ બેમત નથી.
આ પરથી આપણને ખ્યાલ આવે કે આપણા હિંદુસ્તાન ની જેમ આપણને આપણી સમાજમાં આજે પણ સેક્યુલર જેવા લોકો આજે પણ નડે છે એવું આ દાખલા પરથી સ્પષ્ટ થાય છે.
મેં ખુલા દિલથી સમાજ હિત માટે ખારો થઈને પણ સત્ય જ્ઞાતિ,સમાજના હિતમાં હોય તે લોકો સમક્ષ મારા નામથી, છતાં થઈને રજૂ કરેલ છે.
આટલી જહેમત ઉઠાવ્યા બાદ પણ કદાચ કોઈ એવો ખોટો પ્રચાર કરે કે હું પત્રિકાની વિરૂદ્ધ છું તો તેમની ભૂલ હશે નહિ કે મારી.
કરમશી લધા રામજીયાણી નો વિડીયો જોવા અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
લી. પ્રદીપ ડી. નાથાણી
હાલે: ઘાટકોપર
કચ્છમાં ગામ: મંગવાણા
982369377.