Google Groups no longer supports new Usenet posts or subscriptions. Historical content remains viewable.
Dismiss

સવાલો, ગુંચવણો : લખાતી ગુજરાતીનાં

21 views
Skip to first unread message

dmjo...@gmail.com

unread,
Sep 9, 2009, 5:03:37 AM9/9/09
to
િ ી ુ ૂ

આ માત્રાઓ કયા શબ્દમાં ક્યાં મુકવી તે તમે ખાત્રીબંધ કહી શકો?

કહી શકો તો તેમ કહેવા માટે તમારો આધાર શો?

તમારા પોતાના ગુજરાતીના ઉચ્ચારો, તમારી ગુજરાતીમાં લખવાની નીશાળ કે
કોલેજની તાલીમ, કે પછી તમે જોડણીકોશનો આજ દીવસ સુધી સતત ઉપયોગ કરેલ છે
તે?

તમારી સામે ફકત (વધારે પડતા) િ ૂ વાળું લખાણ આવે તો લખનાર વીશે તમે શું
કહેશો?

તમારી સામે ફકત (વધારે પડતા) ી ુ વાળું લખાણ આવે તો લખનાર વીશે તમે શું
કહેશો?

dmjo...@gmail.com

unread,
Sep 14, 2009, 8:52:23 AM9/14/09
to uttam...@gmail.com, jjugal...@gmail.com, patel....@gmail.com, nisit...@gmail.com
સ શ ની અદલાબદલી વધારે ખટકે કે િ ી ની?

મતલબ કે

વિકાશ વધારે ખટકે?

કે પછી

વીકાસ વધારે ખટકે?

dmjo...@gmail.com

unread,
Sep 15, 2009, 4:49:18 AM9/15/09
to Nishith Dhruv, Uttam Gajjar, Jugalkishor(GMail) Vyas, Suresh Jani, patel....@gmail.com
In response Nishith Dhruv sends me an Email which I copy pasre below
and request him that he comes here on the group
soc.culture.indian.gujarati and puts in his responses and even starts
new threads. To write on this group through
http://groups.google.com/group/soc.culture.indian.gujarati/topics?lnk=srg&hl=en
he requires no invitation. Just sign up, preferably with his Gmail
identity, like Kiran Trivedi did six moths back, and he was not as
internet acquainted as Nishith Dhruv is.

from Dr. Nishith N. Dhruv
date 14 September 2009 23:15

તમને ખબર છે કે ગુજરાત યુનિવર્સિટીના સાર્થ શબ્દકોશના નિયમ:22 અપવાદ:1
મુજબ વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ
શબ્દની જોડણી કાયમ રાખવાની હોય છે. ઉદા॰ગરીબ-ગરીબાઈ, મીઠું-મીઠાસ વગેરે?.
આ જ નિયમ મુજબ ઝીણું એ વિશેષણ પરથી ઝીણવટ એ નામ બને છે અને એમાં ઝીમાં
દીર્ઘઈ કાયમ રહે છે - પણ જૂનું એ વિશેષણ પરથી આમ તો જૂનવટ એમ જોડણી હોવી
જોઈએ પણ સાર્થ કોશમાં જુનવટ એવી જોડણી માન્ય કરવામાં આવી છે. આનું કોઈ
વાજબી કારણ કોઈ જણાવી શકે તેમ છે? અને આ અંગે કોઈક ' ખોટી ' જોડણી કરે તો
એ કોની ભૂલ કહેવાય?

Romanise

unread,
Sep 15, 2009, 9:42:34 AM9/15/09
to Nishith Dhruv, Uttam Gajjar, sure, em, Balvant V. Patel, jashvan...@sandesh.com
> from    Dr. Nishith N. Dhruv
> date    14 September 2009 23:15
>
> તમને ખબર છે કે ગુજરાત યુનિવર્સિટીના સાર્થ શબ્દકોશના નિયમ:22 અપવાદ:1
> મુજબ વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ
> શબ્દની જોડણી કાયમ રાખવાની હોય છે. ઉદા॰ગરીબ-ગરીબાઈ, મીઠું-મીઠાસ વગેરે?.
> આ જ નિયમ મુજબ ઝીણું એ વિશેષણ પરથી ઝીણવટ એ નામ બને છે અને એમાં ઝીમાં
> દીર્ઘઈ કાયમ રહે છે - પણ જૂનું એ વિશેષણ પરથી આમ તો જૂનવટ એમ જોડણી હોવી
> જોઈએ પણ સાર્થ કોશમાં જુનવટ એવી જોડણી માન્ય કરવામાં આવી છે. આનું કોઈ
> વાજબી કારણ કોઈ જણાવી શકે તેમ છે? અને આ અંગે કોઈક ' ખોટી ' જોડણી કરે તો
> એ કોની ભૂલ કહેવાય?

અત્યારે મારા માટે બનાવડાવેલ ગુજરાતી રાઇટરને ચકાસી રહ્યો છું. તે માટે
સામગ્રી સ્વરુપે સંદેશનું એક પાનું ખોલી ટાઇપ કરું છું. તેના ઉપર એક લાઇન
છે: "ધોરાજીની બેઠક પર વિઠ્ઠલ રાદડીયાએ પોતાનુ પ્રભુત્વ બરકરાર રાખવામાં
સફળ રહ્યા છે." કંઇ કઠે છે?

નીશીથનું ઉપરનું લખાણ જે મહેનત નું સાક્ષી છે તે મહેનત કરી બધા મુદ્દા
એકઠા કરવા ખોટા નહીં, પણ જોડણી કોશ હજુ પંદરેક વરસનો માંડ થયેલો ત્યારે
તેની નીશીથે બતાવી તેવી ગુંચવણો એ ભાયાણીને મુઝવ્યા હશે તેથી જ તેમણે
તેમની 1942ની અપીલ લખી હશે ને?

સંદેશ ગુજરાતનું પીઢ છાપું છે. તેમાં લખનારને જો પોતાનાં િ ી ુ ૂ ની
ફીકર ન કરવાની રહે તો તેણે "રાદડીયાએ" ને બદલે "રાદડીયા" લખ્યું હોત, ઓછા
લખાણે ખરું લખત.

ખરું કે ?

ફરીને વીનંતી.
આ બાબતે આગળ લખવા મહરરબાની કરી નીચેની
http://groups.google.com/group/soc.culture.indian.gujarati/topics?lnk=srg&hl=en
લીંકને ખોલી તે ઠેકાણે લખો.

Dr. Nishith N. Dhruv

unread,
Sep 16, 2009, 7:39:18 AM9/16/09
to
> આ બાબતે આગળ લખવા મહરરબાની કરી નીચેનીhttp://groups.google.com/group/soc.culture.indian.gujarati/topics?lnk...

> લીંકને ખોલી તે ઠેકાણે લખો.

સાર્થ જોડણીકોશનો પ્રથમ નિયમ જુઓ :
1 : તત્સમ શબ્દો
નિયમ 1 : સંસ્કૃત તત્સમ શબ્દની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા મતિ, ગુરુ,
વિદ્યાર્થિની
હવે આમાં સંસ્કૃત સિવાયની ભાષાના તત્સમ શબ્દોનું શું કરવું એની
સ્પષ્ટોક્તિ નથી.
જો કે આગળ નિયમ 5માં કહ્યું છે કે [ આરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના
તત્સમ શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન
વાપરવાં. ઉદા ખિદમત, વિઝિટ, નજર.]
અને વળી નિયમ 6 માં કહ્યું છે કે [ અંગ્રેજી શબ્દોના એ ઓ ના ઉચ્ચારમાં
ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો. ઉદા કૉફી,
ફૅશન, ઑગસ્ટ, કૉલમ. ]
એટલે આનો અર્થ એમ નીકળે કે વ્યઞ્જનવિશેષો માટે નવા સઙ્કેતો ન ઘડાય ( ક઼-
ખ઼-ગ઼-જ઼/ઝ઼-ફ઼-શ઼ વગેરે), પણ સ્વરવિશેષોમાંના ઍ-ઑ માન્ય. થયા છે.
આમાં હ્રસ્વ-દીર્ઘ ઇ-ઉ વિષયે શું કરવું એની તો કોઈ સ્પષ્ટતા નથી. પણ
સામાન્યતયા અન્ત્ય હ્રસ્વઇ-કારાન્ત આરબી-ફારસી-અંગ્રેજી શબ્દો કોશમાં
દીર્ધઈ-કારાન્ત માન્ય થયા છે અને અન્યત્ર આરબી-ફારસી-અંગ્રેજી મુજબ રજૂ
થયા છે.
આ વાત બાજુએ મૂકીએ તોય સંસ્કૃતમાં જેમનો इन्-विन् થી અન્ત થતો હોય તેવા
અનેક શબ્દો છે જેમ કે स्वामिन् - योगिन् - विद्यार्थिन् - शशिन् -
तेजस्विन् - ओजस्विन्. એમનાં પ્રથમા એકવચની રૂપોમાં અન્ત્ય न् નીકળી જાય
છે અને હ્રસ્વइનો દીર્ઘई થઈ જાય છે, બીજા શબ્દોમાં इन्-विन्ને ઠેકાણે ई-
वी આવી રહે છે. स्वामी - योगी - विद्यार्थी - शशी - तेजस्वी - ओजस्वी.
હવે આ દીર્ઘઈ-કારાન્ત રૂપો આપણે તત્સમ લેખે સ્વીકાર્યાં છે. હવે
સંસ્કૃતમાં આ શબ્દોને -त्व કે -ता લાગે ત્યારે એ દીર્ઘई નો ફરી હ્રસ્વइ
થઈ જાય છે જેમ કે स्वामित्व - योगित्व - तेजस्विता - ओजस्विता. આગળ નિયમ
22 અપવાદ 1ની નોંધમાં એમ લખ્યું છે કે વેધી-વેધિત્વ, અભિમાનિત્વ એવા
શબ્દો સંસ્કૃત હોઈ ફેરફાર કરવામાં આવે છે. એટલે આ સંસ્કૃત નિયમ આપણે
માન્ય કર્યો છે એ સ્પષ્ટ છે.
હવે સંસ્કૃતમાં આ જ નિયમ સમાસ કરતી વખતે પણ પાળવામાં આવે છે જેમ કે
स्वामिनारायण - योगिराज - विद्यार्थिगृह - शशिकला. આપણે કોઈ પણ નિયમ કે
નિયમોનો અપવાદ ઉલ્લેખ્યા વિના સ્વામીનારાયણ - યોગીરાજ - વિદ્યાર્થીગૃહ એમ
લખીએ છીએ. વળી શશિકલામાં સંસ્કૃત મુજબની જોડણી છે, શશીકલા નહિ.
સામાન્ય રીતે -ईय પ્રત્યયમાં દીર્ઘई હોય છે પણ સંસ્કૃતમાં જ राष्ट्र અને
यज्ञને એ પ્રત્યય લાગે ત્યારે હ્રસ્વइ થાય છે राष्ट्रिय અને यज्ञिय.
કોશમાં રાષ્ટ્રીય-રાષ્ટ્રિય વિકલ્પ છે અને યજ્ઞીય એવી જોડણી માન્ય છે! આ
કયા નિયમને આધારે અથવા કયા અપવાદને આધારે એનો કશો ઉલ્લેખ નથી.
હવે આ ભૂલ છે એ કેટલા જણાને ખબર છે? કેટલા શિક્ષકો આ હકીકત જાણે છે? આ
ભૂલ ખટકતી હોય તો એ સુધારવી જોઈએ કે નહિ? અને ન ખટકતી હોય તો સ્વામીત્વ,
વેધીત્વ, તેજસ્વીતા, મન્દીર, પ્રીય એવી જોડણી પણ શા માટે ખટકવી જોઈએ?

dmjo...@gmail.com

unread,
Sep 17, 2009, 6:29:19 AM9/17/09
to
િ ી ુ ૂ એ માત્રાઓનો ભુલ વગરનો ઉપયોગ કરવા સારુ સંસ્ક્રુત ભાષાનું જ્ઞાન
તમે જરુરી ગણો કે ?

ગુજરાતની નીશાળોમાં બે વરસ માટે અપાતું સંસ્કૃતનું શીક્ષણ તે હેતુ સારુ
પુરતું કે ?

કે પછી ગુજરાતનાં છોકરાંવ પાંચ વરસ સંસ્કૃત પાઠશાળામાં પણ ભણવાં જોઇએ ?

dmjo...@gmail.com

unread,
Sep 25, 2009, 3:32:25 AM9/25/09
to
નીચેનાંમાંથી કયું પરીબળ
ગુજરાતીમાં વધારે લખાતું થાય, ગુજરાતી છોકરાંઓને વીધવીધ પ્રકારનું
વાંચવાનું મળે
તે માટે કારગર ઠરે, તમારા મતે?

1) લખાતી ગુજરાતી ખપ પુરતા અક્ષરોમાં લખાતી બધા સ્વીકારે.

2) સંસ્કૃત લખવા માટે જેટલા અક્ષરો વપરાય છે તેટલા અક્ષરોથી તે લખાય.

3) અંગ્રેજીને લીધે ગુજરાતીમાં લખાતા થયેલા ઍ ઑ પણ ચીવટ રાખી વાપરવામાં
આવે.

4) ફારસી (અને કદાચ અરબી) ના અક્ષરો(ધ્વનીઓ) ને આબેહુબ રજુ હીંદીએ જેમ क़
ख़ ग़ ज़ ड़ ढ़ फ़ य़ એમ આઠ વધારાના અક્ષરો પોતાના મુલાક્ષરોમાં આમેજ કર્યા છે
તેવું ગુજરાતી પણ કરે.

dmjo...@gmail.com

unread,
Oct 4, 2009, 4:54:25 AM10/4/09
to
જે ભાષા ફોનીમ, ધ્વનીઘટકોને લખવા પુરતા અક્ષરો વાપરતી હોય તેના માટે
સ્પેલીંગ, જોડણી માટે ડીક્શનરી ની જરુર નથી.

દુર્ગારામ મહેતા, નવલરામ અને ગોવરધનરામે પાડેલા ચીલાએ લખાતી ગુજરાતીને
રહેવા દીધી હોત તો ી ુ થી ગુજરાતીનું ગાડું સારી પેઠે ચાલતું રહ્યું
હોત.

નરસીરાવ ભોળાનાથ દીવેટીયા જેવા પોતાને સુપર ફોનેટીસીયન માનતા ગુજરાતીઓએ
ગુજરાતીને ઉંધે પાટે ચડાવી.

1942માં હરીવલ્લભ ભાયાણીએ આખરી લાલબત્તી ધરી, પણ ફકત એટલી જ અસર થઇ કે
ભાયાણીને ચુપ કરી દેવાનો ઉપાય ખોળવાની શરુઆત થઇ.

પંડીત બેચરદાસ દોશી, જેઓ ગુજરાત વીદ્યાપીઠમાં કોશના જનમ અને બાલ્યાવસ્થા
ટાણે ભણાવતા હતા અને જેમને કોશના કામમાં લેવામાં આવેલા નહીં, તેમના દીકરા
પ્રબોધ પંડીતને ગુજરાતમાંથી કાઢવા માટે ભાયાણીનો ઉપયોગ કરાયો અને ભાયાણી
ચુપ થઇ ગયા.

ગુજરાતી ભાષાને જોડણી સારુ કોશની જરુરત એટલા પુરતી કે જુદી જુદી તળપદી
બોલીઓમાં કેટલાક વ્યંજનો "સ્ટાન્ડર્ડ" ગુજરાતી કરતાં જુદા બોલાય છે. ડ/ળ/
ર નો ભેદ, મેથી-મેઠીનો ભેદ, કાકી-કાચીનો ભેદ જે છોકરાંઓ બીન-નાગર
કુટુંબોમાં ઉછરે છે તેમના માટે જાળવવો મુશ્કેલ પડે છે.

જેવું બોલીએ તેવું લખાય જાય છે.

ગુજરાતનાં કોઇ છોકરાંને કયો સ્વર લખવો કઇ માત્રા લખવી તેની મુંઝવણ રહે
નહીં જો િૂૅૉ માત્રાઓ અને ઈઊઍઑ મુળાક્ષરોને શીક્ષણ માટેની ગુજરાતીમાંથી
કાઢી નાખીએ તો.

ગુજરાતીના મુર્ધન્ય નાટકકાર મધુ રાયે તેઓ ૅૉ અને ઍઑ ને નથી લખતા તેમ મને
તણેક મહીના પહેલાં ફોન ઉપર ન્યુજરસીથી જણાવ્યું.

એક શીરીષ દવે નામના મહાશય અમેરીકે વસે છે. તેમને દેવનાગરીના જેવા क़ ख़ ग़ ज़
ड़ ढ़ फ़ य़ ગુજરાતીમાં પણ જોઇએ છે.

ગુંચવણ વગરની ગુજરાતી ગુજરાતમાં જનમતાં અને લખાતી ગુજરાતી વાટે જ શીક્ષણ
મેળવવાના છે તેમના માટે જીવાદોરી છે. ફકત કી ખી ગી ઘી . . . અને કુ ખુ ગુ
ઘુ . . . વડે લખાતી ગુજરાતી તેમના માટે ઉપયોગી વાચનસામગ્રી વધારે સારી
રીતે પુરી પાડશે, ગુજરાતી ભાષા વાટે શીક્ષણનો નવો યુગ આરંભાશે.

આ બાબતે ચોખવટથી વીચારણા કરવાના ઉત્સાહીઓને
http://groups.google.com/group/soc.culture.indian.gujarati/browse_thread/thread/21879dd7737baa2f?hl=en#
ઉપર જવા સુચવું છું. ટોપીક છે "સવાલો, ગુંચવણો : લખાતી ગુજરાતીનાં".
વીદ્યાપીઠના કોશ વીશે નીશીથ ધ્રુવે ત્યાં લાંબી નોંધ મુકી છે. કિશોર
રાવલને તે નોંધ વાંચી જવા ભલામણ છે.

કિશોર રાવલ જ્યારે લખે કે "શબ્દોની જોડણી તેના વિદ્વાનો પર છોડી કોશ
રચવાનું એમના પર છોડી દઈએ" ત્યારે તેઓ પાછલાં પોણા બસ્સો વરસ દરમીયાન
લખાતી ગુજરાતીને ચોખ્ખી કરવા મથતા અને તેને ગુંચવાડાભરી કરી દેનાર કે.
કા. શાસ્ત્રી જેવા વીદ્વાનોથી બેખબર હોય તેવું જણાય છે.

===
ઉપરનું
http://bharatshah.wordpress.com/2009/08/16/%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%85%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95-%E0%AA%95%E0%AB%87-%E0%AA%89%E0%AA%82%E0%AA%9D%E0%AA%BE/#comment-95
તે ઠેકાણે લખ્યું છે.

0 new messages