---------- Forwarded message ----------
From:
Loyadham NJ <
loyad...@gmail.com>
Date: Friday, March 31, 2017
Subject: Fwd: Mahapuja List, મહાપૂજા માટે પૂજાપાની (વસ્તુની) યાદી
To: "Harikrisnha Bhagat (Gerorgia)" <
harry...@yahoo.com>,
alayp...@icloud.com, "Taral Bhagat (KY - Corbin)" <
Taralpa...@gmail.com>, Rasila Ranpariya <
yran...@hotmail.com>, Yogesh Ranpariya <
yranpar...@yahoo.com>, "Yagnesh Bhagat(NJ)" <
yagne...@gmail.com>
જય શ્રી સ્વામિનારાયણ મહાપૂજા માટે પૂજાપાની (વસ્તુની) યાદી
એપ્રિલ-5, 2017 બુધવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના 236માં પ્રાગટ્ય દિવસે લોયાધામ ન્યુજર્સી મંદિરમાં સાંજે 7:30 થી 9:30 કલાકે મહાપૂજા થશે તેમાં ઘેર બેસી ઓનલાઇન જોડાવા ઇચ્છતા ભક્તોએ નીચે પ્રમાણે તૈયારી કરવી
- બાજોઠ પર સારું વસ્ત્ર પાથરી એક ડીશમાં મહારાજની મૂર્તિ (સ્ટેન્ડ વાળી) પધરાવવી. તે ડીશની બન્ને બાજુ ચોખાની ઢગલી કરી તેના ઉપર હનુમાનજી-ગણપતિજીની નાની મૂર્તિ અથવા સોપારી મુકવી
- બાજોઠની એક બાજુ ચોખાની નાની ઢગલી કરી તેના પર અખંડ દીવો કરવો, બાજોઠની બીજી બાજુ ચોખાની નાની ઢગલી કરી કળશને નાડાછડી બાંધી તેમાં પાણી ભરવું.
- બે વાટકી અથવા બાઉલમાં કંકુ પલાળી રાખવું .
- એક ડીશમાં અબીર,ગુલાલ,કંકુ,ચંદન, છુટા ફૂલ, ચોખા (જો શક્ય હોય તો શરૂઆતમાં હનુમાનજી-ગણપતિજીના પૂજન માટે એક અલગ નાની પૂજનની ડીશ રાખવી)
- એક વાટકીમાં ચોખા
- એક વાટકીમાં પાણી ચમચી સાથે અને એક ખાલી વાટકી પાણી છોડવા માટે.
- નાડાછડીના નાના પીસ - 6 નંગ
- જનોઈ જોટા 3 નંગ (મળી શકે તો નહિતર નાડાછડીના પીસ )
- નાગરવેલના પાન - 12 નંગ (મળી શકે તો)
- કોટન નેપકીન - 2
- નાળીયેર - 3 નંગ (મળી શકે તો)
- અભિષેક માટે સ્ટીલનો ત્રાસ અથવા મોટી થાળી
- પંચામૃત
- કેસર જળ
- ચંદનનું જળ એક ગ્લાસ (શક્ય હોય તો)
- અત્તરનું જળ એક ગ્લાસ (શક્ય હોય તો)
- આરતી,દિવેટ,ઘંટડી,મેચ-બોક્ષ, અગરબત્તી
- અખંડ દીવો
- ફૂલનો હાર (શક્ય હોય તો)
- પ્રસાદ (શીરો અથવા મગસ અથવા સુખડી અથવા ડ્રાયફ્રુટ), પાણીનો ગ્લાસ, મુખવાસ
- આઠ નાના બાઉલમાં નાગરવેલનું પાન(જો અવેલેબલ હોય તો) મૂકી થોડું મિક્ષ ડ્રાયફ્રુટ તથા એક પીસ ફ્રુટ મૂકી તૈયાર રાખવું (પાંચ આવરણ તથા હનુમાનજી-ગણપતિજીના પ્રસાદ માટે)
- ફોર્મની ડીશ મોટી-નાની, બાઉલ, ચમચી,ગ્લાસ, પેપર નેપકીન વગેરે થોડું બાજુમાં રાખી મૂકવું.
નોંધ :
- જો ટાઈમે કોઈ પૂજાપાની વસ્તુ હાજર ન હોય તો ચોખા કે ફૂલ વડે ભાવથી પૂજા કરી લેવી.
- જો ઘરમાં કે મંદિરમાં બે કરતા વધારે ભક્તો બેસવાના હોય તો મુખ્ય પૂજન માટે ફોટો નંબર 1 અને 2 પ્રમાણે તૈયારી કરવી અને બીજા ભક્તો માટે ફોટો નંબર 3 પ્રમાણે તૈયારી કરવી.
--
Shree Swaminarayan Mandir Loyadham
10 W Somerset Street,
Raritan, NJ 08869
www.theswaminarayan.org
loyad...@gmail.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------
This e-mail message and any enclosures, is intended only for the persons to whom
it is addressed. If you would like to be removed from "Loyadham NJ" mailing list; kindly send a blank email to "loyad...@gmail.com" with "UNSUBSCRIBE" in the subject line. The address will be removed within 24-48 hours. To subscribe again, simply send an email to "loyad...@gmail.com" with "SUBSCRIBE" in the subject line.