કરમશી લધા રામજીયાણી ના વિષયમાં સંપૂર્ણ મૌન જ્ઞાતિના બૌધિક વિકાસ ની નબળાઈ દર્શાવે છે.
બીજું પોતાના મત વિના કોઈ સંકોચે આપવામાં હિંમત નથી એ પણ દર્શાવે છે.
જે તે જવાબદાર હોદેદારો એ સમાજ હિત કરતા હોદ્દાને વધુ મહત્વ આપેલ છે તે પણ સ્પષ્ટ દેખાયું છે.
સમાંજ પ્રત્યે લાગણીની, હાની/લાભ માં વિચારની સંપૂર્ણ ગેરહાજરી દેખાય છે.
અંતે અનુભવીઓનું સંપૂર્ણ મૌન પણ કેટલા સંકુચિત, ભય જેવી માનસિકતા માં છે તે પણ સ્પષ્ટ દેખાય છે, જ્યાં મોઢામાં આંગળી નાખીને બોલાવ્યું તો જાણવા મળ્યું કે અનુભવીઓ બુધ્ધિનો દુરુપયોગ કરીને બહાના બતાવવામાં મોખરે રહ્યા. જે સમાજ માટે સારી નિશાની નથી.
અન્યથા કહ્યા વગર આવા મુદ્દાને ચર્ચામાં લઈ યોગ્ય તે નિર્ણય લેવાય, એની જગ્યાએ શક્ય એટલા બહાના કાઢીને એક વર્ષથી વધુ સમય કોઈ નિર્ણય લીધા વગર કાઢ્યો અને હજી સ્થિતિ તેમજ છે, આ લખાય છે ત્યાં સુધી.
આવા વાતાવરણમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કોઈપણ વિષયમાં પોતાના વિચાર આપવા આગળ આવતા ૧૦૦ વખત વિચાર કરશે.
ટૂંકમાં લોલમાં લોલ કરવાથી કોઈપણ સમાજ કે સંસ્થાનો વિકાસ ન થાય, ચર્ચા માં વિવાદ, મતભેદ હોય તે કંઈ ખોટું ન કહેવાય, વિચારોમાં મતભેદ હોય પણ મન ભેદ ન હોવો જોઈએ.
કોઈપણ વિષયની ચર્ચા કરવી એ ઝગડો ન કહેવાય.
કારણ કે સૌથી ઉપર સમાજ હિત હોય છે, કોઈપણ વ્યક્તિ નહિ.
હવે યુવાનોએ નિર્ણય લેવો જોઈએ કે આવા મુદ્દામાં ૧૦૦% નિષ્ક્રિય રહેનારા લોકોને હોદ્દા થી દુર રાખવામાં જ સમાજની ભલાઈ છે.
આ લખાણ ને સકારાત્મક રીતે, વિચાર મંથન તરીકે સમજવો એવી નમ્ર વિનંતી.
સલાહ સૂચન આવકાર્ય છે.
પ્રદીપ નાથાણી
9820369377