મોદીજીએ સિત્તેર વર્ષ જૂની ધારા 370 અને 35એ કાયમ માટે કાઢી નાખી...અને આપણે...

49 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Mar 4, 2021, 12:54:54 AM3/4/21
to sanatan...@googlegroups.com
મોદીજીએ સિત્તેર વર્ષ જૂની ધારા 370 અને 35એ કાયમ માટે કાઢી નાખી, રામ મંદિર નો વર્ષો જૂનો મુદ્દો હલ કર્યો, કાશ્મીરને આઝાદ કર્યું, તીન તલાક વગેરે આવા અનેક ઉમદા નિર્ણય લીધા છે, અને હજી આવું ઉમદા કાર્ય ચાલુજ છે.

કેટલું મુશ્કેલ ભર્યું કામ કર્યું અને હજાર વર્ષની ઇસ્લામિક ગુલામી ને ધોબી પછાડ, મહાત આપી, જેનાથી ભારતના લોકોની તો આંખ ઉઘડી, લોકો ખુશ પણ થયા, લોકોએ આવા નિર્ણયને બિરદાવેલ છે, એટલુંજ નહિ, સમગ્ર વિશ્વના લોકો એ આ કાર્યની નોંધ લીધી. 

એની સામે આપણે એક કરમશી લધા રામજીયાણી જે ભરી સભામાં સનાતની સમાજની ધજ્જિયાં ઉડાડેડેલ છે, તેને કહેવાતા તમામ હોશિયાર પદાધિકારીઓ ચૂપ રહીને, રાજકારણ રમીને, પોતાની રોટલીઓ શેકી રહ્યા છે, 
વિચારો શા માટે ?
ફક્ત ને ફક્ત પોતાના કોઈને કોઈ સ્વાર્થ માટે, સાથે શૌર્યના અભાવના કારણે, ડબલ ઢોલકી ના કારણે, આવા અનેક કારણે આવો સાદો અને સરળ પ્રશ્ન ને યોગ્ય તે ન્યાય આપી નથી શકતા એ સ્પષ્ટ દેખાય છે.

આ મુદ્દો હું સતત એક પક્ષી ચર્ચામાં મૂકી રહ્યો છું, કોઈક એકાદ વ્યક્તિ મારી વાતને સમર્થન આપે છે.

આવા મુદ્દા અને આવા લટકાવી રાખેલ નિર્ણય લેનાર ને જોઇને ક્યારેક મનમાં પ્રશ્ન પણ થાય કે મારી જ્ઞાતિના લોકો આવા મુદ્દા ને હલ કરવામાં આટલા કાચા? વગેરે... વધુ કડવું સત્ય જે પચાવી ન શકાય એ લખતો નથી, કારણકે છે બધા આપણાં જ...

મને પૂરો ખ્યાલ છે કે મારા આવા સતત લખાણ થી અનેક પદાધિકારીઓ ને ખુબજ તકલીફ થતી હશે, પણ સર્વે એ યાદ રાખવું જરૂરી છે કે,

સત્ય,સૂરજ અને ચંદ્ર ને વધુ વખત છુપાવી શકાતું નથી, બીજું સત્ય ને પરેશાન કરી શકાય પણ ક્યારેય પરાજિત નહિ.

સત્ય સનાતન ધર્મની જય.
જય લક્ષ્મીનારાયણ
ઉમિયા માતાની જય

પ્રદીપ નાથાણી
9820369374

Reply all
Reply to author
Forward
0 new messages