સમગ્ર ભારત ભરમાં સર્વે ને ખુલો પ્રશ્ન છે કે જો હોદ્દેદારો જે તે સંસ્થામાં બંધારણ નું પાલન ન કરે તો શું કરવું?
૧) ચૂપચાપ જોયા કરવું, સંપૂર્ણ મૌન પાળવું?
૨) ગોળ ગોળ જવાબ આપવો?
૩) પોતાના અનુભવનો, જે કંઇપણ બુધ્ધિ હોય તેનો સદુપયોગ કરવો, યોગ્ય તે પગલાં લેવા?
૪) પોતાના અનુભવ નો, જે કંઇપણ બુધ્ધિ હોય તેનો દુરુંપયોગ કરવો?
૫) અન્ય કોઈ વિકલ્પ જે આપને સુક્તો હોય તે?
આ પ્રશ્નોથી હોદ્દેદારોને ખુબજ ગુસ્સો આવે તેવા છે એ મને ખબર છે
પણ
જ્ઞાતિ,સમાજ માટે આવા પ્રશ્ન ન આવે તે માટેજ હોદ્દેદારો સ્વેચ્છાએ પદ સ્વીકારે છે અને કરે છે કઈંક જુદુંજ.
બીજું આવા પ્રશ્ન કોઈ નથી પૂછતું એટલેજ હોદ્દેદારો ને મોકળું મેદાન મળે છે જ્ઞાતિ,સમાજ ને ઉંધે રવાડે ચડાવવા.
પણ
હવે આવી બાબતનો અંત સામાન્ય જનતા એ પ્રશ્નો પૂછી ને લાવવોજ રહ્યો.
નોંધ: જેઓ સકારાત્મક કાર્ય, મહેનત કરે છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા જ રહ્યા.
તેમ છતાં જ્ઞાતિ,સમાજની ઉચ કક્ષાની દૃષ્ટિએ છબી ખરડાય તેવા કાર્યો કરી, બંધારણ ને અવગણી હોદ્દા પર બેસે તેને હવે સહન ન જ કરવા જોઈએ.
અનુભવી હોદ્દેદારો ને કાયદા, બંધારણ ની બાબતમાં આખો હાથી જવા દેતા જોયેલ છે પણ ન જોઈએ ત્યાં પૂછડું પકડી રાખીને સમાજમાં ભયંકર નુકશાન કરે છે.
મેં આવા અનેક દાખલા જ્યારે તાજા હોય ત્યારે લોકોના નામ સાથે પણ સમય સમય પર મોકલાવેલ છે, અને આવા મુદ્દામાં અનેક લોકોએ મને સાથ પણ આપેલ છે.
હજી આવા કાર્યમાં લોકોએ સમાજ ને એક મંદિર સમજીને, પોતાનો સ્વાર્થ વગર કાર્ય કરવું જોઈએ.
સનાતની ના મુદ્દામાં દરેક સંસ્થાના અનુભવી તથા નવા હોદ્દેદારો શાંત બેસી રહ્યા છે તે જ્ઞાતિ,સમાજનું હાલની પેઢી તેમજ આવનારી પેઢી માટે ભયંકર નુકશાન કરી રહ્યા છે.
આવા તમામ જે તે જવાબદાર હોદ્દેદારો ને ઓછામાં ઓછાં પાંચ વર્ષ માટે ચાલુ પદથી ઉતારીને, નવા કોઈપણ પદ થી દુર રાખવા એ સમાજ માટે હિતમાં હશે. આ લોકોને સમાજના કાર્ય માટે પદ આપેલ છે અને આ એકવીસમી સદીમાં સનાતની સંસ્કૃતિ, સમાજનું મોટું અહિત કરી રહ્યા છે જેની નોંધ સામાન્ય જનતા એ જરૂર લેવી રહી.
આવા તમામ મુદ્દામાં નવા યુવાનો એ આવા મુદ્દા ને ખુબજ ગંભીરતા થી લેવા જરૂરી છે.
એવી સ્પષ્ટ નોંધ લેવી જરૂરી છે કે અનુભવી હોદ્દેદારો સમાજ હિતમાં ક્યારેય કડવું સત્ય બોલશે નહિ.
આટલું કડવું સત્ય હું હંમેશા લખું છું તેમ છતાં આવા લોકોને કોઈ અસર થતી નથી અને સાથે એવી હિંમત પણ નથી કે મારા તમામ લખાણ ને ખોટું કહી શકે.
ફક્ત ને ફક્ત જ્ઞાતિ,સમાજ ના હિત માટે આવા કૃત્ય માટે દિલમાં ખુબજ આક્રોશ છે અને જ્યાં સુધી જ્ઞાતિ,સમાજ ના હિતમાં જરૂરી પગલાં નહીં લેવાય ત્યાં સુધી આવો તીવ્ર આક્રોશ રહેશે, પછી ભલે ને હું એકલો કેમ ન હોઉં.
અંતે જરૂર નોંધ લેવી રહી કે
આપણી જ્ઞાતિમાં કેટલાય વકીલો છે જેમને ક્યારેય કેમ કઈજ સુજતું નથી કે આવા વાતાવરણમાં પોતે કોઈ એવાં પગલાં લે કે જેથી કરીને સમાજમાં સકારાત્મક સુધારો આવે એ એક
મોટો પ્રશ્ન છે.
પ્રદીપ નાથાણી
9820369377