સ્વ. પ્રેમજીભાઈ ભાણજી કેશરાણી ને ખરી શ્રધ્ધાંજલિ અર્પિત કરવી ત્યારે ગણાશે કે જ્યારે તેમણે જે કાર્ય માટે પોતાનું લોહી રેડ્યું, સદા નિર્ભયતાથી કાર્ય આગળ ધપાવ્યું, આવા અનેક કાર્ય માનું આપણી જ્ઞાતિ,સમાજ માટેનું એક કાર્ય એટલે સનાતની ની ચળવળમાં એમની અન્ય જ્ઞાતિ બંધુઓની સાથે અગ્રેસર ભૂમિકા, સમગ્ર ભારત ભ્રમણ.
જો આ કાર્યમાં સમગ્ર જ્ઞાતિની દરેક સંસ્થામાં દરેક વ્યક્તિ કટ્ટર સનાતની ની ભૂમિકા ભજવી અને નક્કર કાર્ય કરી લોકોને સ્પષ્ટ નજરે ચડે તોજ ખરી શ્રધ્ધાંજલિ આપી ગણાશે, અન્યથા લોલમાં લોલ કરી અનેક લોકો સનાતનીની ચાલુ ટ્રેન માં બેસેલ છે, હોદ્દેદારો અને સનાતન ધર્મ પત્રિકાનાં
સંયોજકોને સનાતનીનાં સળગતા પ્રશ્નની હકીકત ન છાપવા શક્ય એટલા બહાના કઢાય છે. આ માટે કરમશી લધા રામજીયાણી ની બાબત છેલ્લા એક વર્ષથી ચોળીને ચીકણું કરી રહ્યા છે.