🔵 *વિચારધારા એટલે શું?* 🔵
ફક્ત મહાપુરુષોની વાત લઈને,
તને તારો હાચો સમાજનો ઇતિહાસ કે'વા,
તારામાં આત્મસન્માન જગાડવા,
ગામે ગામે ફરે ને....
એને કે'વાય #વિચારધારા
નહિ તો રોજ હવારે વ્હોટ્સએપ ખોલી...
ક્યાં અત્યાચાર થયો? ક્યાં માર પડ્યો? લોકોના જ સંદેશ ફોરવર્ડ કરવા?
એને વિચારધારા નો કે'વાય ભલા માણહ,
એને વિચારધારા ના કહેવાય.
વિચારધારામાં વ્હોટ્સએપની ચિંતા ના હોય,
કોઈ સાથ આપશે કે નહી, એની ચિંતા ના હોય,
કોઈ મને શું કે'શે એની ચિંતા ના હોય,
ચિંતા હોય તો ફક્ત લક્ષ્યની,
ચિંતા હોય તો ફક્ત પોતાના સમાજની,સનાતન ધર્મની, રાષ્ટ્રહિત ની
મારો સમાજ,
જાગશે કેવી રીતે?
હું જગાડીશ કેવી રીતે?
મારે બીજું શું શું કરવું જોઈએ?
મારે કેટલા વર્ષનું આયોજન કરવું પડશે?
આવી બધી ચિંતા હોય ને!
એ વિચારધારાવાળો માણસ કહેવાય.
જીવતાજીવ તો પરમાર્થ કોઈપણ કરી જાણે,
પણ "મારા મર્યા પછી મારા સમાજનું શું?
આવી ચિંતા કરે ને...
એને વિચારધારાવાળો માણસ કહેવાય.
આવી વાતોમાં ભલે ને શરૂઆતમાં તમે ફક્ત એકલા હો,
પોતાના વિચારમાં વિશ્વાસ હોવો જોઈએ.
આને કે'વાય વિચારધારા ભલા માણસ,
આને કે'વાય વિચારધારા.
અને એવો જ વિચારધારાવાળા લોકો જોડાતા જાય.
પ્રદીપ નાથાણી