જો કેકેપી સનાતન સત્યના વિચાર પોતાની જ્ઞાતિ,સમાજના માસિક સનાતન ધર્મ પત્રિકામાં પણ રજૂ ન કરી શકતા હોય તો રાષ્ટ્રના હિંદુ હિતમાં શું સહયોગ આપી શકે? કયા વિચાર આપી શકશે એ એક મોટો પ્રશ્ન છે.
સત્ય રજૂ કરવાનું શૌર્ય સમગ્ર પત્રિકાના સંચાલકો પાસે નથી, જો આવુંજ હોય તો આ પત્રિકા શા માટે ચાલુ રાખવી એ વિચાર માગી લે એવી સત્ય વાત છે.
સર્વેને યાદ કરાવવું રહ્યું કે જ્યારે સનાતની નાં સમાચાર,લેખ અન્ય માસિક પત્રોમાં ન છપાતા તો તેના વિશે ટિપ્પણી કરવામાં આવતી, હવે એવીજ પરિસ્થિતિ સનાતન ધર્મ પત્રિકામાં થઈ રહ્યું છે, કે કડવું સત્ય છે, નબળા નિર્ણય છે, ક્યાંય હિંમત દેખાતી નથી.
સત્યને છુપાવી, જ્ઞાતિ,સમાજના બંધારણ ને અવગણના કરનારાઓને મોકળું મેદાન આપવું એ કાયરતા સૂચવે છે.
આ કાર્યમાં સમગ્ર દેશ, વિદેશના યુવાઓ પણ તદ્દન નિષ્ફળ ગયેલ છે. આવું લખવા પાછળ પણ જ્ઞાતિ,સમાજનું હિત જ છે.
સમજાય તેઓને અભિનંદન અને ન સમજાય તો ઉમિયા માતા તેઓને સદ્બુદ્ધિ આપે એવી હૃદય પૂર્વક માતાજી ને પ્રાર્થના.
પ્રદીપ નાથાણી