અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું છે, દેશના હિતના કોઇપણ મુદ્દાનું હું
હંમેશા સમર્થન કરું છું. કોઈપણ કામ કે યોજના જે દેશના હિતમાં હોય છે તેની
અમે પ્રશંસા કરીએ છીએ, અમે આનો ઢંઢેરો પીટવા નથી ઇચ્છતા અને ન તો અમે
જાણીએ છીએ કે આનો ઢંઢેરો કેવી રીતે પીટી શકાય.
પોતાના પોસ્ટ પર આવેલી એક પ્રતિક્રિયાથી હતપ્રત બનેલા બિગ બીએ કહ્યું, એ
જાણવું દુખદ છે કે મારો પક્ષ જાણ્યા વગર જ એ મહિલાએ એવા તથ્યનું જ્ઞાન
લીધું જેનું કોઇ અસ્તિત્વ જ ન હતું. એવું કહેવું કે હું વ્યસ્ત છું,
માત્ર પૈસા કમાવા સાથે જ મતલબ રાખું છું અને સામાજિક બાબતોના મુદ્દામાં
મને કોઇ રસ નથી, સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને ખોટું છે.
તેમણે સવાલ કર્યો કે કેટલી ચેનલો એવી છે જે આના માટે પ્રતિબદ્ધ છે.
અમિતાભે ચેનલો પાસેથી જવાબ માંગતા કહ્યું કે માત્ર પોતાના વ્યવસાયિક લાભ
માટે રિપોર્ટ તૈયાર કરવો અને અન્ય પાસેથી જવાબ માંગવા પુરતું નથી. કોઈ
ચેનલનો સ્ટ્રિંગર, જે રિપોર્ટ તૈયાર કરવા જાય તે માઇક્રોફોન અને
રિપોર્ટિંગ છોડી અનશન કરવા બેસી જાય તો આ વાત પ્રભાવિત કરશે, કંઇ એવું
કરો જે કરવા માટે અમને કહો છો.