"મારો ધર્મ સતપંથ – પણ છોડ્યો શા માટે?" – ચાણક્ય

41 views
Skip to first unread message

ma...@realpatidar.com

unread,
Aug 29, 2019, 8:53:01 AM8/29/19
to realpatidar

---------- Forwarded message ---------

"મારો ધર્મ સતપંથ – પણ છોડ્યો શા માટે?" – ચાણક્ય
(PDF file of this article is attached)

 

મારા અભ્યાસ અને મત મુજબ જે તે વખતે ઈમામશાહની ચમત્કારી વાતોમાં ફસાઈને આપણે બાવાને સ્વીકાર્યો. ઈમામશાહએ પોતાને બ્રહ્માનો અવતાર બતાવ્યો એટલે આપણે એમના પર શંકા કુશંકા ન કરી. જો આપણે એ વખતે હિંદુ ધર્મના સાચા વિદ્વાનો અને કર્મથી સાચા બ્રહ્મણોની સલાહ લીધી હોત તો આવું ન થાત. પણ અફસોસ આપણા સતપંથના ધાર્મિક પુસ્તકોમાં બ્રાહ્મણોને અજ્ઞાની ચિતરવામાં આવ્યા અને એના કારણે આપણા મનમાં એમના માટે અભાવ પૈદા કરીને સાચા જ્ઞાનથી આપણને વિમુખ રાખવામાં આવ્યા.

 

સત્પંથ મૂર્તિ પૂજા માં નથી માનતો એવી વાતો આપણા સતપંથના સાધુઓ અને આગેવાનો કરતા આવ્યા છે અને આજે પણ ઘણી જગ્યાએ કરે છે. આ વાતની સચ્ચાઈ ઉપર ચિંતન મનન કરીએ તો જણાશે કે આ લોકો...

 

૧) ખોટું બોલે છે, અથવા

૨) પોતે પૂરું જાણતા નથી, અથવા

૩) લોકોને બેવકૂફ બનાવે છે.

 

હવે જુઓ... આપણું નખત્રાણા ખાતે નિષ્કલંકી નારાયણનું મંદિર છે. તેમાં ઉમિયા માતાજી, ગણપતિ, હનુમાનની મૂર્તિઓ છે ને? ફેઝપુરમાં મુખ્ય મંદિરની બાજુના મકાનમાં ઈમામશાહની મૂર્તિ છે અને તેની રોજ સેવા થાય છે ને. આવી જ રીતે આપણા ગામો ગામમાં નિષ્કલંકી નારાયણ મંદિર છે તેમાં મૂર્તિઓ છે. તો પછી મૂર્તિમાં માનતા નથી એવું કઈ રીતે કહી શકે? હા... એ વાત જુદી છે કે કરસન કાકાએ કોર્ટમાં કહેલ છે કે પીરાણામાં જે દેવી દેવતાઓના ચિત્રો છે એમાં અમે માનતા નથી, માત્ર શોભા વધારવા માટે દોરેલ છે. વિચારજો શોભા વધારવા માટે કે લોકોને બેવકૂફ બનાવવા માટે? તમારી રીતે વિચારી લેજો.

 

------------------

બીજો એક મહત્વનો પ્રચાર રહ્યો છે કે સતપંથ ભૂમિદાગમાં માને છે એનો મતલબ એ ના થવો જોઈએ કે ઇસ્લામ ને અનુસરે છે. હિન્દૂ ધર્મ માં કેટલાય પંથ એવા છે જે મૂર્તિ પૂજા માં નથી માનતા અને અથર્વ વેદ ને અનુસરી ને જગ્યા અને સગવડ અનુસાર ભૂમિ દાગ ને અનુસરે છે. આના પાછળની ચાલ પણ મને સમજણ પડી. પહેલાંતો જે શાસ્ત્રોનું નામ લઇને (એટલે કે અથર્વવેદનું નામ લઇને) ભૂમિદાગમાં માનતા કરી દેવામાં આવ્યું, એના બારામાં ઊંડાણથી અભ્યાસ કરવાથી ખબર પડી કે અથર્વવેદમાં ભૂમિદાગના કોઈ મંત્રોજ નથી. જે અથર્વવેદના મંત્રો આપણને બતાવવામાં આવે છે એ મંત્રો આપણી જગ્યાકે જનીમમાં અગર કોઈ કાળીવિદ્યા, ભૂત-પ્રેત કે અસુરી શક્તિ જેવા તત્વો હોય તો તેણે દાટીને મુક્તિ આપવાના મંત્રો છે. શું આપણે કાળીવિદ્યા, ભૂત-પ્રેત કે આસુરી શક્તિઓ જેવા છીએ છીએ કે આપણને આવા મંત્રોના દમ ઉપર ભૂમિદાગ કરાવે છે? તમારી આજુ બાજુ રહેતા કોઈ સારા બ્રાહ્મણ કે અન્ય કોઈ વિદ્વાનને પૂછી જોજો. હિંદુ ધર્મમાં અંતિમ ક્રિયા અથર્વવેદમાં છે નહીં. એ છે યજુર્વેદના ૩૯માં અધ્યાયમાં છે. એક વખત યજુર્વેદનો ૩૯મો અધ્યાય પણ ખોલીને જોજો. આપણા આર્ય સામાજિ મિત્રો પાસેથી જલ્દીથી આ વેદ મળી જશે.

 

આપણને હિંદુ ધર્મની અન્ય જ્ઞાતિઓમાં થતી ભૂમિદાગના કિસ્સાઓ બતાવીને પોતાનું ભૂમિદાગ વ્યાજબી ગણાવે છે. હું બીજી જ્ઞાતિનું શા માટે જોવું? આપણે કડવા પાટીદાર જ્ઞાતિના છીએ. કડવા પાટીદાર જ્ઞાતિમાં ભૂમિદાગ સ્વીકાર્ય નથી. આપણે ટ્રેનમાં સફર કરતા હોઈએ ત્યારે અગર કોઈ યાત્રી વગર ટીકીટે મુસાફરી કરતો હોય તો શું આપણે પણ એ ભૂલ કરવાનો અધિકાર નથી મળતો. આવી ભૂલ આપણે કરીએ ઈ આપણી કુળને શોભા ન દે. આપણા સંસ્કારો એવા નીચા છે? ના.

 

ઈસ્લામના પ્રચારકોનો આખી દુનિયામાં પ્રયાસ રહ્યો છે કે અન્ય ધર્મના લોકો ઇસ્લામ સાથે સુસંગત થઇ જાય અને પછી ધીરે ધીરે મુસલમાન બની જાય. એના માટે એ લોકોએ એવો પ્રચાર કર્યો છે કે દુનિયામાં હમેશા ધર્મતો એકજ રહ્યો છે. સમય સમય ઉપર ઈશ્વર આવીને ધર્મને નવી દિશા આપે છે. એ પ્રમાણે મુહમ્મદ પૈગંબર મારફતે હાલના સમયમાં ઇસ્લામજ સાચો રસ્તો છે અને બાકીના બધા રસ્તા ખોટા છે. આવો પ્રચાર કોઈ બીજા ન કરે એટલા માટે કહ્યું કે મુહમ્મદ પૈગંબર પછી હવે કોઈ બીજો કોઈ પૈગંબર એટલે ઈશ્વરનો સંદેશો માનવ જાતને આપનાર વ્યક્તિ નહીં જન્મે. ઇસ્લામના આ રસ્તાને ધર્મનો સાચો રસ્તો કહીને લોકો સામે મુક્યો. ભારતમાં આ રસ્તાનું નામ સતપંથ રાખ્યો. “સત કે પંથ” એટકે સાચો રસ્તો. ઊંડાણથી અભ્યાસ કરવાથી આવી ઘણી બધી હકીકતો સામે આવે છે. ઇસ્લામ સાથે હિંદુ ધર્મને સુસંગત બનાવવા માટે હિંદુ ધર્મમાં એકજ ધર્મનું પુસ્તક હોવું જોઈએ. એટલે યુગ પ્રમાણે અલગ અલગ વેદની વાતો ઉપજાવી કાઢીને કલિયુગમાં માત્ર અથર્વવેદને માન્યતા આપી. આ વાત માત્ર સતપંથમાં શા માટે છે? અન્ય હિંદુ ધર્મમાં કેમ નથી? હવે અથર્વવેદને રાતો રાતતો બદલી ન શકાય, એટલા માટે એના મંત્રોનું ખોટું અર્થઘટન કરીને તેના મંત્રોનો અર્થ ઇસ્લામના સંદેશ પ્રમાણે કરવામાં આવ્યો. અજાણ્યા અને શંકાકુશંકા ન રાખનારા લોકો આ વાતને સહજતાથી સ્વીકારી લીધી, અનો ભોગ બની ગયા. જેમ આપણે  550 વર્ષ વહેલાં બની ગયા. એટલે હવે સમજી લેજો કે અથર્વવેદના નામે જે કઈ કહેવામાં આવે છે, તેના પર વિશ્વાસ કેટલો મુકવો?

 

------------------

હજી એક ખોટી વાતનો ખુબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સત્પંથના અંદાજીત 550 વર્ષ ના ઇતિહાસ માં વચ્ચેના 100 વર્ષ વડીલો ના ભોળપણ નો લાભ લઇ વિધિ વિધાન અને મંત્રો માં કદાચ ભેળસેળ થઈ એ કબુલવું રહ્યું પરંતુ એ કાર્ય ઇમામશાહ બાવાએ નથી કર્યું એ પણ સ્વીકારવું એટલા માટે કહ્યું કે એમના સ્વહસ્તે લખેલ મૂળબંધ માં અને મંત્રો માં ક્યાંય ઇસ્લામી શબ્દ નો ઉલ્લેખ સુદ્ધા નથી દેખાતો.

 

હવે જુઓ આમાં કેટલી ઊંડી રમત છુપાયેલી છે. સતપંથના શાસ્ત્રો માત્ર ઈમામશાહ નથી પણ તેમના દાદા પીર સદૃદ્દીનએ લખેલ છે. સતપંથનો મુખ્ય દશાવતાર ગ્રંથતો ઈમામશાહએજ લખ્યો છે. જેમાં સંપૂર્ણ ભેળસેળિયું કામ કાજ કરેલ છે. કોઈ દિવસ તમે સતપંથના દશાવતાર ગ્રંથને લઇને તમારા નજીકના હિંદુ ધર્મના વિદ્વાન કે બ્રાહ્મણોને બતાવ્યો છે ખરો? શરમ આવશે તમને જયારે એ કહશે કે આ દશાવતાર ગ્રંથ ખોટો છે. હાલમાં જે કહેવાતો દશાવતાર ગ્રંથ છે એ પણ તુટક તુટક રીતે કહેવાતા મંત્રો લખેલ છે અને એનું અર્થઘટનમાં સાચી ખોટી વાર્તાઓ કરવામાં આવી રહી છે. આપણા જનાર્દન મહારાજ જે કથા કરી રહ્યા છે એ આ બનાવટી દશાવતાર ગ્રંથની કરી રહ્યા છે અને આપણે સહેલાઈથી ભોળવાઈ રહ્યા છીએ.

 

રહી વાત ઈમામશાહ દ્વારા સ્વહસ્તે લેખિત મુલબંધની તો આજ દિવસ સુધી મુલબંધ કેમ પ્રકાશિત કરતા નથી? લોકો સતત માંગ કરી રહ્યા છે કે મુલબંધની નકલ પ્રકાશિત કરીને લોકોની સામે રાખો. આપણા પર લોકો શંકા કરી રહ્યા છે. તો પણ સતપંથના સાધુઓ અને આગેવાનો કેમ મુલબંધને છુપાવી રાખે છે? શા માટે? અગર મુલબંધમાં બધું બરાબર છે તો શા માટે છુપાવી રાખવામાં આવે છે? હવે તમે વિચારજો અગર તમે સતપંથના સાચા અનુયાયી છો, તો તમારી પાસે છપાયેલું મુલબંધ ગ્રંથ છે? નથી. આજના જમાનામાં પણ આપણા સાથે કેટલી છેતરામણી ચાલી રહી છે, એ સમજવાની જરૂર છે.

 

------------------

એક બીજી ખુબ આકર્ષક વાત ઠારવામાં આવે છે કે, કચ્છી પાટીદાર સમાજ સંપૂર્ણ સતપંથી હતો જ્યારે ભારત અને ગુજરાતમાં મુગલોની સતા હતી ... હું સમજુ છું ત્યાં સુધી ઇમામશાહ બાવા જો ઇચ્છત અને ધારત તો આપણા વડવાઓને મુસ્લિમ બનાવી શકવાની ત્રેવડ ધરાવતા હતા .. ત્યારે એમની પાસે સતા હતી અને લોકો ને એક તરફ ખેંચવાની તાકાત પણ એમને એવું નથી કર્યું.

 

આનો ઊંડો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે સતપંથનો વધારો તલવારના જોરે નથી કરવામાં આવ્યો કે ઈમામશાહ ધારત તો એક ઝાટકે આપણને મુસલમાન બનાવી નાખત. સતપંથનો પ્રચાર કલિયુગનો સાચો હિંદુ ધર્મ તરીકે કરવામાં આવ્યો હતો. અને આવા ભ્રામક પ્રચારમાં ફસાઈને આપણો સમાજ ધર્મ પરિવર્તનના રસ્તા પર ચાલતો થઇ ગયો હતો, એટલે એને તલવારનો જોર વાપરવાની જરૂર ન પડી. જો ઈમામશાહ સાચે આપણને હિંદુ બનાવી રાખવા માંગતો હતો, તો આપણને મહેસાણા છોડીને કચ્છ જવાનું શા માટે કહેત. આપણા મહેસાણામાં રહેતા ભાઈઓને ખબર પડી કે આપણે હિંદુ ધર્મથી ભટકી ગયા છીએ, ત્યારે તે લોકોએ આપણાથી સંબંધો કાપી નાખ્યા. ત્યારે હું સમજુ છું તેમ ઈમામશાહે જોઈ હશે કે આ લોકો હવે વધારે વાર સમાજ બહાર ટકી નહિ શકે. એટલે મહેસાણાના અલગ અલગ ગામોમાં પથરાયેલા આપણા લોકોને સંગઠિત કરવા એમના કચ્છમાં મૂકી દીધા. ત્યાં કડવા પાટીદારો હતા નહિ, એટલે ત્યાં ઈમામશાહના વિરુદ્ધ કોઈ બોલવા વાળું નહીં હોય એટલે ત્યાં આ લોકો ટકી જશે. એટલે આપણા વડીલો ધર્મ પરિવર્તનના રસ્તા પર ચાલતા થઇ ગયા હતા, એ રસ્તાથી પાછા ફરવું નહીં પડે, એવી સજ્જડ વ્યવસ્થા ઈમામશાહ એ કરી.

 

-----------------------

હાલ તેને ચલતે માનવધર્મની ઉંચી ઉંચી વાતો કરનારા આપણે સતપંથના લોકોને જરાક તકલીફ પડે એટલે... મારા મત મુજબ... આપણે હલકાઈમાં ઉતરી આવીએ છીએ. કાળ સુધી આપણા સાથે ઉઠબેસ કરતા લોકો સારા હતા અને આજે અગર એ લોકોને આપણી વાત પસંદ ન પડે એટલે રાતો રાત આપણે એમને સડેલી સુંઠ ની પેદાશો કહીએ છીએ. ક્યાં ગયો આપણો કહેવતો આદર્શવાદી માનવ ધર્મ? માંય કાગલા, અધુરીયા, મેદાન છોડી ભાગ્યા, વગેરેની ઉપમા આપીને આપણા માનવ ધર્મના પ્રચારની પોલ ખોલી નાખી છે. આ તો દુઆ કરો કે કેશરા પરમેશ્વર અને નારાયણ રામજીને આપણામાંથી કોઈને સંપૂર્ણ પણે મુસલમાન બનવા ન દીધા. રહી વાત સુન્નતની તો આ એક અંગત મામલો છે એટલે આપણે કાયદાકીય ખરાઈ નથી કરી શકતા. અગર આપણામાં ડોકટરી રીપોર્ટ કરવાનું રાજીયાત કરવામાં આવશે તો ખબર પડશે કે આપણામાં ઘણાં એવા છે કે જેઓએ સુન્નત કરાવેલ છે. અમુક લોકોએ તો સુન્નત કરાવ્યા બાદ જમણવારનો કાર્યક્રમ પણ રાખેલ છે, એવી વાતો સાંભળવામાં આવેલ છે. માંડવી વિસ્તારના સતપંથીઓમાં આનું ચલન વધારે છે, એવું લોક મુખે સાંભળેલ છે. પણ આમાં વધારે નથી પાડવા માંગતો. કારણ કે આ વાતનો કોઈ દસ્તાવેજી પુરાવા ન હોય. પીરાણામાં ડોકટરી કરવા ગયો હતો એવી વાતો કરીને સુન્નત કરવાની વાતો પ્રચલિત છે. તમે તમારા રીતે તપાસ કરી શકો છો.

 

-----------------------

આપણા સુર્ધન અને સંતો હમેશા પોતાને અંદરથી સાચા હિંદુજ માનતા હતા. કારણ એ લોકો ભોળા હતા અને ભોળપણના કારણે શિકાર બનીને સતપંથને કલિયુગનો સાચો હિંદુ ધર્મ માનતા હતા. આપણા ઘણાં સંતો સતપંથમાં માનતા નહોતા. પૂજ્ય લાલરામ મહારાજનો દાખલો આપણી નજર સમક્ષ છે જ. જ્ઞાતિ ભલે મોટા ભાગે સતપંથમાં માનતી હતી, પણ સનાતન ધર્મને વરેલા લોકો અને સંતોની કમી નહોતી.

 

-----------------------

પીરણાંમાં નારાયણબલી માટે લાઈન લાગે છે એ વાત પણ તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે. લોકોની નબળી નસ પકડીને તેમની તકલીફોથી મુક્તિ મળી શકે એ માટે આ... મારા મત મુજબ... તુત ઉભું કરેલ છે. ખુદ ઈમામશાહએ કોઈ દિવસ નારાયણબલીની વાત કરેલ નથી, તો પછી આ લોકોએ ક્યાંયથી વાત ઉપજાવી કાઢી છે. અગર નારાયણબલીની વિધિમાં લાઈન લાગે છે તો એ કાર્યક્રમનો વિડીઓ કોઈ દિવસ જોયો છે? અને હશે તો તેમાં સનાતની કોણ કોણ હતા? એમને જોયા છે? નથી. કારણ કે આ વાત તદ્દન ઉપજાવી કાઢેલ વાત છે. કોઈક આવ્યું હશે અને સાચી ખોટી વિધિઓ કરાવી એમના મનને શાંતિ મળે એટલા માટે કોઈ ક્રિયા કરાવેલ હશે, તેનાથી વિશેષ કોઈ મહત્વ નથી આ કહેવાતી નારાયણબલીનો.

 

-----------------------

આપણે આપણી પોતાની પરિસ્થિતિ કેવી કરી નાખી છે. સંત કબીર કહી ગયા છે કે “નિંદક નિયરે રાખીએ”... “બિન પાણી, સાબુન બીના, નિર્મળ કરે સુભાય”. આપણા અંદરની ખામી કોઈ આપણને બતાવે તો આપણે એમની સાથે એવો વ્યવહાર કરીએ છીએ. આપણી પ્રતિક્રિયા કેવી હોય છે... જુઓ..

 

૧) પહેલાંતો સામેવાળાને ધમકી આપીએ

૨) ત્યાર બાદ સામેવાળાને હાલતો ચીતરવાની કોશિશ કરીએ. એની મેલી મુરાદ છે એવું આપણા સતપંથ સમાજમાં કહીએ

૩) ત્યાર બાદ એમના માનસ ઉપર અસર થાય એવી રીતે ત્રાસ આપતા મેસેજો મોકલીએ. ત્યાર બાદ ધર્મની નિંદા કરનારને કુદરત છોડતી નથી, ભોગવવું પડશે, તને નહીં તો તારા પરિવારને ભોગવવું પડશે એવી વાતો કરીએ.

૪) ત્રેતા યુગમાં આવું થયું, દ્વાપર યુગમાં એવું થયું, ભક્ત પ્રહલાદની વાર્તા, મહાભારતમાં પાંડવો ઓછા હોવા છતાં જીતી ગયા, જેવી સતપંથને અનુકુળ હોય એવી વાતોનો જાળ ફેલાવીએ અને આપણાજ સતપંથીઓને ભરમાવી તેમના મનને મનાવવી તેમણે બેવકૂફ બનાવી સતપંથમાં ટકાવી રાખીએ.

૫) છેલ્લે અગર કંઈ ન થાય તો આપણું પ્રિય હથિયાર... ખોટા કોર્ટ અને પોલીસ ફરિયાદ કરીએ. તેમાં આપણા પ્રિય આક્ષેપો જેવા કે લાગણી દુભાવે છે, સંપ, સંગઠન, એકતા તૂટે છે, વર્ગવિગ્રહ કરે છે, શાંતિનો ભંગ કરે છે, કોમી હુલ્લડ થવાની શકયતા છે, ધર્મની ટીકા કરે છે, સમાજ તોડે છે.... લગાડીએ છે.

 

હદ્દ તો ત્યારે થાય કે આપણા સાધુઓ જેમની ફરજ છે લોકોને શાંત કરીને પરિસ્થિતિને કાબુ માં રાખવી જોઈએ. પણ આપણી જ્ઞાતિના બહારના લોકોને આપણે સાધુ બનાવીએ તો આવું થવા ક્યાં થી દે. આપણે જેણે મોટા બનાવીએ, આપણા પૈસાથી તે મજા કરતો હોય, એવો સાધુ આપણી જ્ઞાતિમાં શાંતિ, સંપ, સંગઠન ટકવા નથીજ દેવાનો. અગાઉ પીરાણામાં બુલડોઝર ફેરવવાની વાત કરી, એનો પરિણામ કેવો ભયંકર આવ્યો એ બધાને ખબર છે. આખરે એમને મુસલમાન સૈય્યદોની માફી માંગવી પડી ત્યારે મામલો શાંત થયો. નહીં તો કદાચ આજે એ સંત જેલમાં પણ હોત. આ સંતે હમણાં લોકોને ઉશ્કેરવા વકતવ્ય આપ્યું. હું જીવ દેવા તૈયાર છું, તમે ઉગ્ર ન થતા, પણ જરૂર પડે તો ઉગ્ર થવું જોઈએ. આવી વાતો કરીને લોકોને ઉગ્ર કર્યા. જો કોઈ અણબનાવ થશે તો તેની જવાબદારી આ જ્ઞાતિ બહારના સંતની પહેલી રહેશે. તેમના સામે એક પોલીસ ફરિયાદ તો થયેલ છે, હવે બીજી પણ થશે.

 

--------------

બાકી સત્પંથની સ્થાપનાને માત્ર ૬૦૦ થી ૭૦૦ વર્ષ થયા છે, એ ઐતિહાસિક સત્ય છે. ભલે અમુક લોકો કહે કે સતપંથ અનાદિકાળથી ચાલ્યો આવતો ધર્મ છે એ સ્વીકારો, એ ખોટી વાત આપણા ગળે ઉતારવા માટે નો પ્રચાર છે. જેવી રીતે ઇસ્લામ ધર્મનો પ્રચાર છે કે ઇસ્લામ ધર્મ આદિઅનાદી કાળથી ચાલી આવતો ધર્મ છે, એવો ખોટો પ્રચાર કરવામાં આવે છે.

આપણા કુળદેવી ઉમિયા માતાજીએ તો લેખિતમાં આદેશ આપેલ છે કે સતપંથ છોડો. પછી હવે કંઈ વિચારવાનું રહેતું નથી. સતપંથના સાધુઓ અને આગેવાનો આપણને આ વાત સ્વીકારવા નહીં દે. કારણને તેમની સત્તા છીનવાઈ જાય છે. આપણા પૈસાથી જે બે રોકટોક મજા મસ્તી કરી રહ્યા છે, એશો આરામ, માન સન્માન માણી રહ્યા છે એ બધું છીનવાઈ જશે.

 

આપણને આપણી જ્ઞાતિથી વિમુખ રાખી પોતે મજા કરે એના માટે આપણને ઉમિયા માતાજીનો લેખિત આદેશ પણ પાળવા નથી દેતા. હવે જાગો.. હવે આખરી સમય આવી ગયો છે. હવે જો નહિ જાગો, તો ખોજાઓની જેમ તમારી ભાવી પીઢી મુસલમાન બની જશે. હાલમાં વોટ્સએપ પર આવેલ એઈ વિડીઓમાં જે રીતે એક ખોજા મુસલમાન રડતો હતો કે અમોને કોઈ હિંદુ લગ્ન માટે દીકરી આપતું નથી, એવી હાલત આપણી રહી ગયેલ સતપંથીની થશે. આપણે ખોટા અહં અને અહંકારને ત્યાગવો જોઈએ. જેમાં જ્ઞાતની ભલાઈ હોય, જેમાં બધા કહેતા હોય એમ માનવું જોઈએ. પછી પોતાની વાત પકડી રાખીને અક્કડ વલણ રાખવું ઠીક નથી. મા ઉમિયાનો અનાદર કરશું તો આપણે ક્યાં જશું? આપણે આપણી મા ઉમિયાના આદેશ પ્રમાણે સતપંથ છોડવો રહ્યો.

 

---------------

વારેઘડીએ એન ને એજ વ્યસન અને ફેશન”, “વ્યસન અને ફેશન”, “વ્યસન અને ફેશનની બીક બતાવતી વાતો કરવામાં આવે છે. થોડું ચિંતન કરો કે શું ઝગડાનો આ ખરેખર મુદ્દો છે? અગર હોય તો સ્વામીનારાયણ સંપ્રદાય આપણા સતપંથ સંપ્રદાયથી ઘણાં બધા આ મુદ્દા ઉપર કડક છે. સતપંથ વાળા તેમની કોઈ બરાબરી કરી શકે નહીં. તો તેના હિસાબે તો આપણે બધાયએ સ્વામીનારાયણ સ્વીકારવો જોઈએ. અને આ વાતને ચરમ સીમા પર લઇ જવી હોય તો સતપંથવાળાઓએ જૈન ધર્મ સ્વીકારવો જોઈએ. પણ આવું કેમ નથી કરતા? ઊંડાણમાં ચિંતન કરશો તો જણાશે કે વ્યસન અને ફેશનનો મુદ્દો માત્ર લક્ષ્મીનારાયણવાળાઓ અને સતપંથવાળાઓ વચ્ચે વેરઝેર ફેલાવી વૈમનસ્ય વધારવા માટે કરેલ છે. સ્વાભાવિક છે કે જેની જનસંખ્યા વધારે હોય ત્યાં વ્યસન અને ફેશનના કિસ્સાઓ વધારે દેખાય. સતપંથવાળાની ઘસાતી અને નાનકડી જનસંખ્યા બીજા લોકોને શું ખબર. બાકી અંદર રહતો હતો ત્યારે મને બધી ખબર છે કે સતપંથમાં માત્ર સારી વાતો થાય છે, અંદર શું ચાલી રહ્યું છે એ શરમ જનક છે. ઢંકાયલું છે ત્યાં સુધી ઠીક છે.

 

માટે વ્યસન અને ફેશનવાળી વાતોથી મુક્ત થઇને, આ બધી બાબતોનો વિચાર કર્યો. ખુબ ધીર ગંભીર થઇને, મારા કોઈની સાથે થયેલ અંગત રાગ-દ્વેષો એક બાજુ મૂકીને, જ્ઞાત ભેગા થવાનું નક્કી કર્યું. કદાચ થોડા દિવસ મનમાં હીચખીચાહટ રહેશે, પણ એ માત્ર થોડા દિવસો પુરતી હશે. આપણે બધા એક થઇ જઈએ અને મોટી સમાજમાં ભળી જઈએ એમાંજ આપણી અને આપણી ભાવી પેઢીની ભલાઈ છે. માટે મા ઉમાનો સતપંથ છોડવાનો આદેશનું મે પાલન કર્યું છે. તમે ક્યારે પાલન કરશો?

 

અસ્તુ .... "ચાણક્ય"


-----------------------------------------------------------------------------------------------------------------------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only.
- To fully understand the contents of this email, you may be required to read http://www.realpatidar.com/a/series1
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com
- To receive emails send a request to ma...@realpatidar.com or join google group http://groups.google.com/group/realpatidar/

- Please visit http://www.realpatidar.com/disclaimer.
--------------
BEWARE !!     BEWARE !!  -Phishing attacks: 
are NOT related to the www.realpatidar.com, the original Real Patidar
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
મારો ધર્મ સતપંથ – પણ છોડ્યો શા માટે.pdf
Reply all
Reply to author
Forward
0 new messages