OE 71 -Youth of Satpanth are insulting Satpanth / સતપંથના યુવાનોએ જ સતપંથનું અપમાન કરી રહ્યા છે.

14 views
Skip to first unread message

ma...@realpatidar.com

unread,
Mar 11, 2020, 12:57:22 AM3/11/20
to realpatidar

08-Mar-2020

Viral Message on Social Media
સોસીઅલ મીડિયામાં વાઈરલ મેસેજ

--------------------------------------------------------------------------------------

સતપંથના યુવાનોએ જ સતપંથનું અપમાન કરી રહ્યા છે... એના થી મને ખુબ શરમ આવે છે.

મુંબઈમાં રમાતી ક્રિકેટ રમત ગમત કાર્યક્રમમાં સતપંથના યુવાનોએ માત્ર ક્રિકેટમાં રમવા મળે એટલા માટે લેખિતમાં બહેન્દરી આપી છે કે તેઓ બધા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના તમામ નીતિ નિયમો અને આદેશોનુ પાલન કરશે અને ઉમિયા માતાજી ઊંઝાના ચુકાદાનું પણ અક્ષરે અક્ષર પાલન કરશે. જયારે પીરાણાની સતપંથની માતૃ સંસ્થા દ્વારા જાહેરમાં ઉંઝાના ચુકાદાને વખોડવામાં આવેલ છે. ત્યારે સતપંથના યુવાનો આ ચુકાદાનું પાલન કરવાની વાત કરતા હોય તો એ ખરેખર શરમ જનક છે.

આપણા સતપંથના યુવાનો કઈ તરફ જઈ રહ્યા છે? એક રમત ના રમ્યા હોત તો શું ફરક પડતો હતો? સતપંથ સમાજમાં ક્રિકેટ તો રમાય છે ને. ત્યાં કોઈ સનાતની આવીને રમવાની જબરદસ્તી કરે છે? ના. તો પછી આપણે સતપંથના યુવાનોએ આવી હલકાઈ કરવાની ક્યાં જરૂર પડી?

સતપંથ સમાજની જે છાપ બારે છે કે બોલીને ફરી જાય.... બોલે એ પાળે નહીં.... એ ધીરે ધીરે સાચી થતી જાય છે. આપણે સતપંથીઓ ભલે ગૌરવ લેતા હશું કે સનાતન સમાજવાળા આપણને દૂર નથી કરી શકતા, પણ હકીકતમાં આપણે એ લોકોની રમત સમજીજ નથી શક્યા.

મને હવે ધીરે ધીરે રમત સમજવા લાગી છે. ક્રિકેટના બહાને પહેલાં સતપંથવાળાને પોતાની સાથે ભેળવે. પછી તેમના જ અમુક લોકો સતપંથના યુવાનોને કહે કે તમે ફિકર ન કરો... ફોર્મ ભરો, અમે છીએ તમને રમાડશું. એટલે આપણા છોકરાઓ ગેલા થાય અને એની વાતોમાં આવી જાય. રમતના નિયમો ગોળ ગોળ રાખે. પોતે સનાતનીઓ આપણી સામે રમત કરે કે એ લોકોમાં આપસમાં ફૂટ છે. એટલે આપણે પૂરો ભરોસો આવે કે આપણે વાંધો નથી. ફોર્મ ભરાઈ જાય, રમત માટે સતપંથના યુવાનો સનાતની યુવાનોની સાથે ટીમમાં ભળી જાય. સતપંથના યુવાનોને બરાબર ઘેરી નાખે, માનસિક રીતે. રમતની તૈયારીઓ કરે. પ્રેક્ટીસ કરે, ટી શર્ટ છાપે... રમતનો ઉત્સાહ ખુબ ભરી નાખે.

છેલ્લે રમતના દિવસે સતપંથના ખીલડોઓના ફોર્મ રદ્દ કરાવે. ત્યારે સતપંથના યુવાનો એવી પરિસ્થિતિમાં નાખે કે પ્રેમથી પીછે હટ કરે તો યુવાનોનુ અહં ગવાય. એટલે પોતાનું અહં સાચવવા સનાતનીઓ ખુબ હોશિયારીથી શરતો મુકે કે જો એ લોકોના નીતિ નિયમો અને આદેશોનું પાલન કરશો તો જ સતપંથના યુવાનોને રમવા મળશે. હવે જુવો પરિસ્થિતિ કેવી આવી પડી. સતપંથના યુવાનો ભગવાન લક્ષ્મીનારાયણનો મોટેથી જય ઘોષ કરતા થઇ ગયા છે. સતપંથના યુવાનોને એવું સમજાવવામાં આવે છે કે ભગવાન એકજ છે તો શું ફરક પાડે છે, રમવા માટે લક્ષ્મીનારાયણની જય બોલવી પડતી હોય તો બોલો. ૨૫-૩૦ વર્ષ પહેલાં આપણા વડીલો ઈમામશાહ બાવાની જય સિવાય કઈ બોલતા નહીં, હવે તો નિષ્કલંકી નારાયણના નામે લક્ષ્મીનારાયણની જય પણ શરુ થઇ ગઈ.

ત્યારે આપણા ગેલ્સફા સતપંથના સલાહકારો યુવાનોને એવી વાતો કરે કે ગમે એ થાય લખીને આપી દો, આપણે સનાતનીઓ કાઢી કેમ સકે? આપણે પણ સનાતની છીએ... જરૂર પાડે તો કહેજો કે અમારી ચ.... ઉતારીને જુવો અમે મુસલમાન નથી. આને આપણા યુવાનો આવું ત્યાં બોલે. કેટલા નીચ પાયરી આપણા યુવાનોને આપણા સલાહકારો ઉતારી દીધા. અને આપણા યુવાનોને ખબર પણ ન પડી.

આપણો એક સાધુ જે ક.ક.પા. સમાજનો નથી એ હાલતે ચાલતે કથાઓ કરે છે અને કથાઓના બહાને આપણી જ્ઞાતિ પાસેથી લાખો રૂપિયા પડાવી જાય છે. પોતાના ખિસ્સા ભારે છે અને બીજી સમાજોમાં આપણા પૈસે પોતાની પ્રતિષ્ઠા વધારે છે. ટીવી પર પોતાની વાહવાહી કરાવે છે. એ સાધુ મને એમ લાગે છે કે સનાતનીઓ સાથે ભળેલો છે. યુવાનોના ભલા માટે લાખોને લાખો રૂપિયા પડાવી લીધા. વિચાર કરો કે આ રૂપિયા આપણે કોઈ સારા કામમાં લગાડ્યા હોત તો કેટલું ભલું થયું હોત. પોતે તો લાખો રૂપિયા પડાવી લે છે, પોતાના ટીમના ગીત-સંગીત વાળાને પણ લાખો રૂપિયા મીઠી જબરદસ્તીથી અપાવે છે. અને આપણા પૈસાના દમ ઉપર પોતાની પ્રસિદ્ધિ મેળવી બીજી જગ્યાએ કથાઓ કરી બધાને પીરાણા જોડવાના નામે પીરાણમાં પોતાનું વર્ચસ્વ ધીરે ધીરે વધારે છે. સમસ્ત સતપંથનું યુવા મિલનના નામે પીરાણાનો કબજો કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ પાસેથી છીનવીને પોતાના પાસે મેળવવાની એની ઊંડી રમત છે, એવી વાતો છેડે ચોક લોકો કરે છે.

આ જાણે ઓછો હતો તો એક નવો સાધુ પીરાણા સાથે જોડવા તૈયાર થયો છે. હરિયાણા કે હરિદ્વારનો છે. હમણાં આપણા વખાણ કરે છે એટલે આપણે મીઠો લાગતો હશે પણ આગળ જતાં આ પણ પૈસા પડાવશે નહિ, એની શું ખાતરી?

આવા સાધુઓ આપણા યુવાનોને ઉશ્કેરી સનાતન સમાજ સાથે જોડી રાખી, ધીરે ધીરે આપણા યુવાનોના મનમાં સતપંથ ધર્મ માટે શરમ અને સનાતન સમાજ માટે ગૌરવ વધારતા જાય છે. છેલ્લા ૧૦ વર્ષ માં જુવોને કેટલી મોટી સંખ્યામાં લોકો સતપંથ છોડીને સનાતન સમાજમાં જોડાઈ ગયા. આ પ્રવાહ સતત ચાલુ છે. રોજ એક-બે પરિવાર સતપંથ છોડ્યો એવા પાકા સમાચારો મળે છે. આપણે પોતાના ગાલ ઉપર લપડ મારીને ગાલ ભલે લાલ કરતા હોઈએ કે સતપંથ વધી રહ્યો છે, સમાજ વધી રહ્યો છે, પણ હકીકતમાં સતપંથ ઘસતો જાય છે. આની મને ખુબ ચિંતા છે.

સતપંથ ના આગેવાનોને વાત કરીએ તો મને હવે આગેવાનો ઉપર પણ શંકા થવા લાગી છે. અમુક આગેવાનોને માત્ર આપણા પૈસામાં રસ છે. દરેક વખત નવી નવી વાતો... એક વાતમાં ફસાવો તો બીજું ખોટું તૈયાર કરે. કેટલું મીઠું મીઠું બોલે કે આપણે એમ લાગે કે આ લોકો સાચા છે અને આપણી એટલે કે સતપંથની કેટલી ચિંતા છે. પણ હકીકતમાં જુવો તો સતપંથના એક એક મહત્વના આગેવાનો ધીરે ધીરે, કોઈને ખબર ના પાડે એમ સતપંથને છોડતા જાય છે. આપણા આગેવાનો એક કામ ચોક્કસ કરે છે કે જ્યાં જ્યાં સનાતન સમાજના આગેવાનો દેખાય ત્યાં એનો બાજુમાં આવી દુરથી ફોટો પાડવા વલખા મારતા હોય છે. ફોટો પડી જાય તો વાટથી વોટ્સએપમાં મોકલે અને રૂબાબ કરે કે જુવો સનાતની નેતાઓ અમારી સાથે છે. જયારે હકીકત એવી છે કે આપણા આગેવાનોનું કોઈ ભાવ પૂછતું નથી.

માટે હું સતપંથના યુવાનોને આવાહન કરું છું કે હવે આપણે પોતે વિચારીએ. આપણો સતપંથ ધર્મ એટલો હલકો છે કે શું કે આપણે સનાતનીઓ પાસે જઈ, એમની સંસ્થામાં ભેગા રાખવા માટે ગલ્લાંતલ્લાં કરવા પડે. આપણે બધી સાચી ખોટી બાહેંધરી આપીએ અને પછી પાળીએ નહીં. અને મન મનાવવા માટે પોતાની જાતને છેતરીએ કે ધર્મ ટકાવવા માટે આવું કરવું પડે. આપે આપણા ઈમામશાહ બાવાને છેતરીએ છીએ. આપણે આપણા છોકરાંઓને છેતરીએ છીએ.

ભવિષ્યની પીઢીને એક દિવસ સાચી વાત સમજાશે તો તેને સતપંથ ધર્મ અને સતપંથ સમાજના વડીલો ઉપર શરમ આવશે. બીજી બાજુ સનાતનીઓના માયા જાળમાં ફસાયલા રહેશે તો પણ ધીરે ધીરે સતપંથ માટે શરમ અનુભવશે. સનાતનીઓની સાથે રહેવામાં બંને બાજુ આપણે ગુમાવવાનું છે હવે. છેલ્લા ૧૦ વર્ષમાં આપણે આના પરિણામો જોઈ રહ્યા છીએ. આને આ પરિસ્થિતિના જવાબદાર આપણા સતપંથના સાધુઓ અને સતપંથ સમાજના આગેવાનો છે. હવે એમનું સાંભળવાથી પહેલાં જરૂર વિચારજો... ભાઈઓ.

જય ગુરુદેવ, હરી ઓમ,
નિષ્કલંકી નારાયણની જય


The above message was widely circulating on WhatsApp and has been reproduced as it is.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only.
- To fully understand the contents of this email, you may be required to read http://www.realpatidar.com/a/series1
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com
- To receive emails send a request to ma...@realpatidar.com or join google group http://groups.google.com/group/realpatidar/

- Please visit http://www.realpatidar.com/disclaimer.
--------------
BEWARE !!     BEWARE !!  -Phishing attacks: 
are NOT related to the www.realpatidar.com, the original Real Patidar
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
Reply all
Reply to author
Forward
0 new messages