[NUNDHATAD] રેલવે બજેટ - 2010

4 views
Skip to first unread message

DEEPAK GOPLAJI DAMA

unread,
Feb 25, 2010, 8:59:12 AM2/25/10
to nund...@googlegroups.com
-૧૦ નવી ડુરંટો ટ્રેન સહિત ૫૪ નવી ટ્રેન દોડાવાશે

-૧૬ રૂટ પર ‘ભારતતીર્થ’ ટ્રેન શરૂ કરાશે

-ટાગોરની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સંસ્કતિ એક્સપ્રેસ શરૂ કરાશે

-મુંબઈમાં ૧૦૧ લોકલ ટ્રેનો શરૂ કરાશે

-૨૦૧૦-૧૧માં ૧૦૨૧ કિમી રેલવે લાઈન નખાશે

-મુસાફરોની સુવિધા માટે રૂ. ૧૩૦૨ કરોડ ખર્ચાશે

-૧૦૦ દિવસના ગાળામાં ખાનગીક્ષેત્રના રોકાણને મંજૂરી માટે વિશેષ દળ ઊભું કરાશે

-વધુ ૧૦ સ્ટેશનોને વિશ્વકક્ષાના બનાવાશે

-૬ નવા વોટર બોટલિંગ પ્લાન્ટ ઊભા કરાશે

-રિઝર્વેશનની સ્થિતિ, ટ્રેનના સમયપત્રક અને વેગનની મૂવમેન્ટ જાણવા એસએમએસ અપડેટ્સની સુવિધા

-ઈ-ટિકિટ માટે મોબાઈલવાન શરૂ કરાશે

-આગામી પાંચ વર્ષમાં તમામ માનવરહિત ક્રોસિંગ પર ફાટક લાગશે

-દિલ્હી, સકિંદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈમાં પાંચ સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરાશે

-કોમનવેલ્થ ગેમ્સમાં રેલવેની મુખ્ય ભાગીદારી રહેશે

-આગામી ૧૦ વર્ષમાં રેલવેના તમામ કર્મચારીઓને મકાન અપાશે

-રેલવેની જમીન પર ૫૨૨ હોસ્પિટલ અને ૬૦ શાળાઓ શરૂ કરાશે

-હોકર્સ અને પોર્ટસને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સમાવી લેવાશે

-આઈઆઈડી ખડગપુર ખાતે રેલવે રિસર્ચ સેન્ટર કાર્યરત થશે

-નવી જલપાઈગુડીમાં એકસેલ ફેકટરી શરૂ કરાશે

-સકિંદરાબાદ, વર્ધમાન, ગુવાહાટી, ભૂવનેશ્વર અને હિલ્દયામાં પાંચ વેગન ફેકટરી શરૂ કરાશે

-ખાનગી ઓપરેટરોને વિશેષ માલગાડીઓ દોડાવવા મંજૂરી

-૧૦ રેલવે ઈકોપાર્ક ઊભા કરાશે

-૬ હાઈસ્પીડ પેસેન્જર કોરિડોર માટે નેશનલ હાઈસ્પીડ રેલ ઓથોરિટી રચાશે

-અગરતલા અને બાંગ્લાદેશના અખૌરા સ્ટેશનને રેલવેથી જોડાશે

-સાદાઈ અપનાવી રૂપિયા ૨૦૦૦ કરોડની બચત

-યોજનાકીય મૂડીરોકાણ રૂ. ૧,૧૪૨ કરોડથી વધીને રૂ. ૪૧,૪૨૬ કરોડ

-મેટ્રો પ્રોજેકટસ માટે રૂ. ૧૦૦૦ કરોડ ખર્ચાશે

-વયસ્કો, બાળકો અને મહિલાઓને ટ્રેનમાં ચડવા-ઊતરવા માટે મદદનીશ

-કુલ ૬૪૦૧૫ કિમીનું રેલવે નેટવર્ક થશે

-ફિલ્મ ઉધોગ, પત્રકારો અને પત્રકારોના સંતાનોને ભાડાંમાં રાહત

-આવતા મહિને વેસ્ર્ટન કોરિડોર સમજૂતી પર હસ્તાક્ષર

-ખાનગીકરણ નહીં પણ નવું બિઝનેસ મોડેલ તૈયાર કરાશે

-રેલવેની પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને પ્રાદેશિક ભાષાનો ઉપયોગ
કરાશે

-રેલવે ૮૦ હજાર નવા વેગન ખરીદશે

-મહિલાઓ માટે ‘માતૃભૂમિ’ નામથી વિશેષ ટ્રેન શરૂ કરાશે

-કેન્સરના દર્દીઓને થર્ડ એસીમાં મફત મુસાફરી

-આંદામાન અને નિકોબારના ટાપુઓ પર રેલવે શરૂ થશે

-જમીન ફાળવણીમાં જમીન ગુમાવનાર પરિવારના એક સભ્યને રેલવેમાં નોકરી

-રેલવે સ્ટેશનો પર આધુનિક શૌચાલયો બનાવાશે

-રેલવે રવિન્દ્રનાથ ટાગોરની સ્મૃતિમાં તેમના ૧૫૦મા જન્મદિન નિમિત્તે હાવરામાં રવિન્દ્ર મ્યુઝિયમ અને બોલપુરમાં ગીતાંજલી મ્યુઝિયમ શરૂ કરશે

-પૂર્વોત્તરમાં વિકાસ માટે માસ્ટર પ્લાન

-વધુ સુરક્ષા માટે મહિલા આરપીએફની બટાલિયન ઉપરાંત આરપીએફમાં ફેરફારો કરાશે

-રેલવે માટે ‘વિઝન-૨૦૨૦’ રજૂ કરાશે

Powered by : Divyabhaskar.co.in


--
Posted By DEEPAK GOPLAJI DAMA to NUNDHATAD on 2/25/2010 07:27:00 PM
Reply all
Reply to author
Forward
0 new messages