Fw: જિઓ ઝિંદગી જી ભર કે- મંજરી ઉપાધ્યાય

4 views
Skip to first unread message

mahesh chhaya

unread,
Nov 16, 2015, 7:04:30 AM11/16/15
to K. K. SHAH DIST.PRES., Kanubhai Patel
 
MAHESH CHHAYA  NA  SAI RAM



----- Forwarded Message -----
From: Umesh Kapadia <umeshka...@yahoo.com>
To: "umes...@gmail.com" <umes...@gmail.com>
Sent: Monday, 16 November 2015 9:07 AM
Subject: જિઓ ઝિંદગી જી ભર કે- મંજરી ઉપાધ્યાય


 


 


જિઓ ઝિંદગી જી ભર કે

વિશેષ - મંજરી ઉપાધ્યાય
Inline image 1

એક ખુશનુમા સવારે બગીચામાં બે સિનિયર સિટિઝન હાફ પૅન્ટ અને ટી શર્ટ્માં સજજ થઈને વૉક લેતા હતા. લગભગ દસ મિનિટ વૉક લઈને તેઓ થાક ખાવા બેન્ચ પર બેઠા. બંને એક બીજા સામે જોઈને થોડું મલક્યા. લગભગ પંચોતેર વર્ષના કડેધડે દેખાતા અર્જણ દાદાએ તેમની બાજુમાં બેઠેલા પોતાના દોસ્તને પૂછ્યું કે કેમ આજે થાકેલા લાગો છો ? બ્રેકફાસ્ટ નથી લીધો ? એમ હોય તો ચાલો સામેની કૉફી શોપમાં જઈએ. તેમના મિત્રે કહ્યું, ના એવું નથી પણ સાંજે ઘરે કંટાળો આવે છે. અરે ! એમાં કઈ મોટી વાત છે. આપણે મૉર્નિંગ અને ઈવનિંગ બંને વખત વૉક લઈશું. તમારા માટે ક્લબનું ફોર્મ લઈ આવ્યો છું તે ભરી દઈને મને આપી દેજો. અમારી ક્લબ તરફથી વારતહેવારે સરસ મજાનાં નાટકોના શો યોજાય છે. તમને નાટક જોવાની મજા આવશે. એટલામાં તેમનો મોબાઈલ રણક્યો. અર્જણ દાદાએ ફોન પર કહ્યું ‘કલ્પુ બ્યુટી પાર્લરમાં તારી ટ્રીટમેન્ટ થઈ જાય એટલે સીધી ઘરે આવજે. તારો પર્પલ રંગનો ડ્રેસ પ્રેસ કરાવી રાખ્યો છે. રવિવારે નાટક જોવા જઈએ ત્યારે એ ડ્રેસ પહેરજે. મેં મારો ડ્રેસ તૈયાર જ રાખ્યો છે. પછી તેમણે મિત્ર સામે જોઈને કહ્યું કે ચાલો કૉફી શોપમાં જઈએ’. 

‘હવે જમાનો બદલાઈ ગયો છે.’ એટલે કે બે પેઢી એકસરખો વિચાર કરવા લાગી છે એવું કહી શકાય ખરું ? આજકાલ યુવાનોની જેમ જ નિવૃત્ત સિનિયર સિટિઝનો એકલા રહેવાનું પસંદ કરે છે. આ પાછળનું કારણ એવું છે કે તેમને સ્વતંત્રતા અને અને પ્રાઈવસી જોઈએ છે. પ્રાઈવસી એટલે કે પોતાની મુનસફી પ્રમાણે ખાવું, પીવું અને મોજ કરવી. 

આમ જોવા જાવ તો છેલ્લા બે દાયકાથી નાગરિકોના આરોગ્ય અને આયુષ્યમાં વધારો થયો છે. એની સાથે શૈક્ષણિક અને આર્થિક ક્ષમતા પણ વધી રહી છે. 

છેલ્લાં ત્રીસથી પાંત્રીસ વર્ષ દરમિયાન સ્ત્રીઓની શૈક્ષણિક લાયકાતને કારણે તેઓ છ આંકડાનું વેતન મેળવીને કમાણી કરવા માંડી છે. કેટલીક મહિલાઓએ સ્વતંત્રપણે વ્યવસાય કરીને હરણફાળ ભરી. આજે ઈન્ટિરિયર ડેકોરેટર, ફૅશનડિઝાઈનર, આર્ટિફિશિયલ જ્વેલરી વગેરે વ્યવસાયમાં ધીકતી કમાણી કરતી સ્ત્રી બચત અને રોકાણ કરી જાણે છે. એમાંય પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે બે થી ચાર વર્ષના અંતરે બંને નિવૃત્ત થાય છે. વ્યવસ્થિત આયોજન કરે છે. તેઓ તેમનાં વડીલોની જેમ યાત્રાએ નીકળી જતા નથી. કેટલાક યાત્રાપ્રવાસ કરતા પણ હશે. તેમ છતાં નોકરીના વર્ષો દરમિયાન સમયના અભાવે પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરી શક્યા ન હોય તે મોજમજા, દેશવિદેશની સહેલગાહે જાય છે. સિનિયર સિટિઝન ક્લબના સભ્ય બનીને નાટક-ફિલ્મો જોવા જાય છે. પોતાની મનગમતી રેસ્ટૉરાંમાં ભાવતી વાનગી નિરાંતે આરોગે છે. 

સમાજના ઉદાર દૃષ્ટિકોણને કારણે નિવૃત્તિ પછી પણ તેઓ ઉત્સાહ અને ઉમંગથી થનગનતા જણાય છે. કેટલાક સિનિયર સિટિઝનો ટીવી સિરિયલ, બિઝનેસ કે પછી પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં ગૂંથાયેલા રહે છે. તેઓ લેટેસ્ટ સ્ટાઈલના આઉટફિટ પહેરે છે. પોતે ડ્રાઈવિંગ કરીને મનગમતા સ્થળોએ હરવા ફરવા જાય છે. વીક-ઍન્ડમાં ક્લબમાં સજોડે જાય છે. છેલ્લા બે ત્રણ દાયકાથી એવું લાગે છે કે સાઠી પછીની ઉંમરે પહોંચેલા કડેધડે સ્ત્રી-પુરુષોને વયનાં બંધન નડતા નથી. આજના વરિષ્ઠ નાગરિકો આર્થિક રીતે સ્વાવલંબી હોવાથી તેમનાં સંતાનો તેમની સંભાળ લેશે કે કેમ તેની ચિંતા નથી સતાવતી. આર્થિક રીતે સક્ષમ અને શારીરિક તંદુરસ્તીના સુંદર સમીકરણનો તેઓ સદુપયોગ કરે છે. પંચોતેર કે તેથી વધુ ઉંમરનાને લાકડીના ટેકે ચાલવું નથી પડતું. તેમના ચહેરા અને વાળ પહેલા જેવાં જ ચમકતા અને સુંદર દેખાય છે. તેમનો ચહેરો નૂરાની દેખાય છે. 

ઘણાં બ્યુટી પાર્લરમાં જવાને બદલે બ્યુટિશિયનને ઘરે બોલાવીને પોતાની મરજી મુજબની ટાપટીપ કરાવી લે છે. તેઓ રોજ યોગાસનો કરે છે. સંગીતનો શોખ ધરાવતા અનેક જણ શાસ્ત્રીય સંગીત, સિતારવાદનના ક્લાસ કરે છે. પોતાના વર્તુળમાં કાર્યક્રમ આપે છે. કેટલાક તો ટીવી સિરિયલમાં નાની મોટી ભૂમિકા કરે છે. તેઓ પોતાના જીવનના વર્ષો કશું ક્રિયેટિવ કામ કરવામાં વ્યતીત કરે છે. પોતાના મિત્ર વર્તુળમાં સાજે માંદે એકબીજાની દેખભાળ કરે છે. સમાજમાં એવા પણ દાખલા જોવા મળ્યા છે કે સિત્તેર વર્ષે ઘરભંગ થયેલા પુરુષો પોતાના જેવા જ વિચારો ધરાવતી સ્ત્રી મિત્ર સાથે લિવ-ઈન રિલેશન બાંધે છે. તેમના સંતાનો આ બાબતે જરાય માઠું નથી લગાડતા. સાઠી પાર કરી ગયેલા સ્ત્રી-પુરુષોમાં ભરપૂર આત્મવિશ્ર્વાસ, દૃઢ મનોબળ અને કોઈપણ સંજોગનો સામનો કરવાની હામ છે. હવે તો સિનિયર સિટિઝનો માટે ખાસ રહેણાક કૉલોનીમાં સ્વિમિંગ પૂલ, જૉગિંગ પાર્ક, જિમ, ટેનિસ કે બેડમિંગ્ટન કોર્ટ, આખી દુનિયામાં મળતી જાતજાતની અને ભાતભાતની સ્વાદિષ્ટ વાનગી પિરસતી રૅસ્ટોરાં, મંદિર, હૉસ્પિટલ, મેડિટેશન સેન્ટર વગેરેની સગવડ કરવામાં આવે છે. 

સિનિયર સિટિઝનો સંતાનોની જવાબદારીમાંથી મુક્ત થઈને પોતીકી રીતે જિંદગીનો ભરપૂર આનંદ માણતા થયાં છે. ઘણાં જુદા રહેતાં પુત્રો-પુત્રીને ઘરે જાય છે. એકાદ બે દિવસ તેમની સાથે રહે છે. પૌત્ર-પ્રૌત્રી દોહિત્ર-દોહિત્રીને ભેટ સોગાદ આપે છે. તેમને લાડ લડાવે છે, પણ પછી પોતાના આશિયાનામાં પાછા ફરે છે. એવું નથી કે સંતાનો તેમની ઉપેક્ષા કરે છે. તેમને જરૂર પડ્યે મદદ કરવા તેમની પડખે અડીખમ ઊભા રહે છે.

સિનિયર સિટિઝનોને આજે લોકો શું કહેશે તેનો ભય નથી. તેઓ નવી પેઢીને સ્વતંત્રતા આપવાની સાથોસાથ પોતાની સ્વતંત્રતા જાળવી રાખીને સંબંધની ખુશ્બૂ અને ગરિમા અકબંધ રાખવામાં માને છે. 

આધુનિક માતા નિવૃત્તિ લઈને પોતીકી રીતે જીવી શકે છે. સાસુ-વહુ વચ્ચેના સંબંધ મધુર અને અકબંધ રહે છે. સ્ત્રીને આટલી મોકળાશ મળતી હોય તો જ્યેષ્ઠ ઉંમરના પુરુષો કેટલી મોકળાશ અને હળવાશ માણી શકે તે સમજાવવાની જરૂર ન હોય. સમયની બલિહારી જુઓ કે તે આજે વડીલોને સ્વેચ્છા, સ્વતંત્રતા અને આત્મગૌરવ અથવા સ્વાભિમાન જાળવીને જીવવાના ‘અચ્છા દિવસો’ આપે છે.
--


“Reach boldly for the miracle. God knows your gifts, your hindrances, and the condition you're in at every moment.” - Bruce Wilkinson

NEVER use "TO" or "CC" box - Leave them blank.
ALWAYS put ALL names/addresses in "BCC" box.  
Before forwarding a message : Delete my name & address and of others. Thanks.



​ 




Reply all
Reply to author
Forward
0 new messages