પ્રિય મિત્રો ને નમસ્કાર,
ગુજરાત સ્થાપના દિને આપ સૌ ને ખુબ ખુબ શુભેચ્છાઓ
આજ ના શુભ દિવસે આપ સૌ સુજ્ઞ અને પ્રબુદ્ધ મિત્રો ને જણાવતા આનંદિત છું કે તા: ૧૫/૦૬/૨૦૧૬ થી હું “અભિવ્યક્તિ.ઓનલાઈન” નામનું સંપૂર્ણ ઓનલાઈન ગુજરાતી મેગેઝીન (માસિક) ની શરૂઆત કરવા જઈ રહ્યો છું. જેમાં ગુજરાતી સાહિત્ય, લેખન, કાવ્ય, કળા, અને તમામ ગુજરાતી અસ્મિતા ધરાવતા સાહિત્ય ને આવરી લેવાશે. ગુજરાત ના ખ્યાતનામ સાહિત્યકારો સાથે ઉભરતા સાહિત્યકારો ની પણ પ્રતિભા નો લાભ પણ સમાજ ને મળે તેવી મારી ઇચ્છા છે. જો આપ ગુજરાતી અસ્મિતાને અનુકુળ એવા સાહિત્ય સર્જન સાથે સંકળાયેલ હો, અને આપ આ મેગેઝીન માં આપનું સર્જન મોકલવા માંગતા હો તો તે આવકાર્ય છે.
તે માટે આપ મેગેઝીન “અભિવ્યક્તિ.ઓનલાઇન” પર પ્રકાશન ના નિયમો અને શરતો” ધ્યાન માં રાખીને onlineab...@gmail.com પર મોકલી શકો છો.
પ્રકાશન માટે સાહિત્ય મોકલતા પહેલા આ સાથે જોડેલા નિયમો અને શરતો વાંચી લેવા આગ્રહ ભરી વિનંતી છે.
ડૉ નિકુંજ ભટ્ટ
મુખ્ય સંપાદક