3G - ઉંચી બોલીમાં ગુજરાત સર્કલનું સાતમુ સ્થાનઃ ત્રણ કંપનીઓએ સ્પેક્ટ્રમ ખરીદી

2 views
Skip to first unread message

Vijaykumar Dave

unread,
May 20, 2010, 4:11:20 PM5/20/10
to Guj...@googlegroups.com, medical...@googlegroups.com, engineeri...@googlegroups.com
3G - ઉંચી બોલીમાં ગુજરાત સર્કલનું સાતમુ સ્થાનઃ ત્રણ કંપનીઓએ સ્પેક્ટ્રમ ખરીદી    
અમદાવાદ સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 20 મે 2010
ગુજરાતની થ્રીજી સ્પેક્ટ્રમ ૩૨૨૯.૮ કરોડમા વેચાઇ
 
અમદાવાદ,
રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા, કે શોફરવાળી કારમાં સફર કરતા મોબાઇલ ફોન પર ટીવીની મનપસંદ ચેનલ લાઇવ જોવાનું આજે ભલે એક કલ્પના જેવું લાગતું હોય. પરંતુ ચાલુ વર્ષે જ મોબાઇલ પર આવી સુવિધાની ઉપલબ્ધિ એક હકીકત બની જશે.

ગુજરાતમાં થ્રીજી ચાલુ વર્ષે જ ઉપલબ્ધ બનશેઃમોબાઇલ ફોન પર બ્રોડબેન્ડ,વિડિયો કોલ,ટીવી,ફિલ્મની સુવિધા મળશે

મોબાઇલ ફોન પર સામી વ્યક્તિ જોડે વાત કરતા તેનો અવાજ જ સંભળાય છે. પરંતુ તેનો ચહેરો પણ જોઇ શકાય અને હાવભાવ પણ વાતચીતની સાથે જ જોઇ શકાય એવા વિડિયો કોલની સુવિધા પણ આપના મોબાઇન ફોન પર ચાલુ વર્ષે જ ઉપલબ્ધ બનશે. આવી સુવિધાઓ મોબાઇલ ફોનની થર્ડ જનરેશન એટલેરે થ્રીજી ટેકનોલોજીને કારણે પ્રાપ્ત થશે. યુરોપ, અમેરિકા, ચીન, કોરિયા, જાપાનમાં ક્યારનીય અમલમાં આવી ચૂકેલી મોબાઇલ ફોનની થ્રીજી ટેકનોલોજી ભારતમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, રાજસ્થાન, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળ અને બિહારમાં બીએસએનએલ દ્વારા તથા બે મેટ્રો સિટીમાં એમટીએનએલ દ્વારા રજૂ કરવામાં આવી છે. જો કે બીએસએનએલના આળસુ તંત્રને કારણે ગુજરાતમાં થ્રીજી ટકનોલોજી હજુ તો એક-બે મહિનાના ગાળામાં રજૂ કરવાની માત્ર વાતો થઇ રહી છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે જ થ્રીજી ટેકનોલોજી ઉપલબ્ધ થવાની વાત હવે નિશ્ચિત એટલા માટે બની છે કારણકે ચાલુ સપ્તાહે પૂર્ણ થયેલા થ્રીજી ટેકનોલોજી માટેની ફ્રિક્વન્સીની હરાજીમાં ગુજરાતમાં ટાટા, વોડાફોન અને આઇડિયા એ ત્રણ મોબાઇલ કંપનીઓમાંની પ્રત્યેકે ૧૦૭૬.૬ કરોડ એટલેકે કુલ્લે ૩૨૨૯.૮ કરોડ રૃપિયા ચૂકવીને ગુજરાતમાં થ્રીજીના હક કેન્દ્ર સરકાર પાસેથી ખરીદ્યા છે. આ કંપનીઓ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાની આસપાસમાં થ્રીજી સુવિધા શરૃ કરવાની ગણતરીમા છે. ભારત સરકારની થ્રીજી સ્પેક્ટ્રમની હરાજીમાં ગુજરાતનું સ્થાન દિલ્હી, મુંબઇ, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક અને તમિલનાડુ પછીના ક્રમે આવ્યું છે. જ્યારે કોલકતા, કેરળ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બગાળ, હિમાચલ, બિહાર, ઓરિસ્સા, આસામ, ઉત્તર પૂર્વ અને કશ્મીર પાછળના ક્રમે રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થ્રીજી ટેકનોલોજીનો લાભ લેવા માટે ગ્રાહક પાસે થ્રીજી ટેકનોલોજીને સપોર્ટ કરતો મોબાઇલ ફોન હોવો જરૃરી છે. વિડિયો કોલ કરવો હોય અને તેમાં પોતાનો ચહેરો સામી વ્યક્તિને લાઇવ વિડિયોમાં દેખાડવો હોય તો તે માટે સેકન્ડરી કેમેરાની સુવિધા પણ મોબાઇલમાં હોવાનું લાભભર્યું ગણાશે. થ્રીજી દ્વારા વ્યક્તિ પોતાની ઓફિસ કે કંપનીનું સીસીટીવી ફૂટેજ લાઇવ મોબાઇલ પર સરળતાથી જોઇ શકશે. મોબાઇલ પર ટીવી ચેનલ જોવાનું થ્રીજી ટેરીફ હાલ બીએસએનએલ અન્ય રાજ્યોમાં દિવસની એક ચેનલ જોવાના દસ રૃપિયા અને મહિનાની પંદર ચેનલો જોવાના દોઢસો રૃપિયા વસૂલે છે. થ્રીજી મોબાઇલમાં હરતા ફરતા બ્રોડબેન્ડ સ્પીડ મળશે. ડાઉનલોડીંગ માટે ઓછામાં ઓછી ૩૮૬ કેબીપીએસની સ્પીડ મળશે તેવું અન્ય રાજ્યોના અનુભવે જણાય છે.

વિશ્વમાં દક્ષિણ કોરીયા થ્રીજી મોબાઇલની રાજધાની ગણાય છે જ્યાં પ્રત્યેક વ્યક્તિ પાસે થ્રીજીની સુવિધા હોય છે. લોકો હરતા ફરતા મોબાઇલમાં જ ફિલ્મ અને લાઇવ ટીવી જોઇ લે છે અને ક્લાઉડ કોમ્પ્યુટીંગ દ્વારા એક બીજા સાથે પોતપોતાના મોબાઇલથી વિડિયો ગેમ રમી લે છે. આખીને આખી સ્પોર્ટસ સિરીઝ મિનીટોમાં ડાઉનલોડ કરી લે છે. જો કે ભારતમાં આવી સુવિધાઓના અને ખાસ તો ડાઉનલોડીંગના દર ખૂબ ઉંચા રહે તેવું બનવા જોગ છે જેના કારણે થ્રીજી માત્ર એક વર્ગ વિશેષના ઉપયોગની ચીજ બની રહે તેવું લાગી રહ્યું છે. થ્રીજીમાં પરિવર્તિત થવા માટે ગ્રાહકોનો નંબર તો એનો એજ રહેશે પણ સીમકાર્ડ હાલના ટુજી સીમકાર્ડના બદલે નવું લેવું પડશે.--
- Vijaykumar Dave

---------------------------------------------------------------------------------------------
My Gujarati Blog : http://gujaratikavitayen.blogspot.com
My Hindi Blog : http://vijaykumardave.blogspot.com/
My Group : http://groups.google.com/group/ignou-bca-mca/
GUJCET Group : http://groups.google.co.in/group/Guj-CET/
Medical Group : http://groups.google.co.in/group/medical-gujarat/
Engineering Group : http://groups.google.co.in/group/engineering-gujarat/

--
You received this message because you are subscribed to the Google Groups "Medical" group.
To post to this group, send an email to medical...@googlegroups.com.
To unsubscribe from this group, send email to medical-gujar...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/medical-gujarat?hl=en-GB.
Reply all
Reply to author
Forward
0 new messages