રૂ. ૫૦૦ કરોડના ખર્ચે શિક્ષણ સંસ્થાઓની સીવીએમની યોજના

0 views
Skip to first unread message

Vijaykumar Dave

unread,
May 15, 2010, 6:30:47 PM5/15/10
to Guj...@googlegroups.com, engineeri...@googlegroups.com, medical...@googlegroups.com, dilipg...@ecchanga.ac.in
રૂ. ૫૦૦ કરોડના ખર્ચે શિક્ષણ સંસ્થાઓની સીવીએમની યોજના
Bhaskar News, Ahmedabad

ચારુતર વિદ્યામંડળ(સીવીએમ) દ્વારા ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં રાજ્ય સરકાર ૨૨૫ એકર જમીન બજાર ભાવે ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપશે તો રૂ. ૫૦૦ કરોડના ખર્ચે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાની મહત્વાકાંક્ષી યોજનાનો સંકલ્પ જાહેર કર્યો છે.સીવીએમના અધ્યક્ષ ડો. સી.એલ.પટેલે જણાવ્યું છે કે,‘ અમારા આ શિક્ષણયજ્ઞને રાજ્ય સરકારનો સહયોગ મળે અને અમને ન્યૂ વલ્લભવિદ્યાનગર ખાતે ૨૨૫ એકર જમીન બજારભાવે મેળવી આપવામાં રાજ્ય સરકાર મદદ કરે તો આવતા ૧૦ વર્ષમાં રૂ. ૫૦૦ કરોડનો પ્રોજેકટ પૂરો કરી શકીશંુ તેવી મને શ્રદ્ધા છે.’સરદાર પટેલની પ્રેરણાથી સ્થપાયેલા ચારુતર વિદ્યામંડળના વર્તમાન અધ્યક્ષ ડો.પટેલે પોતાની આ યોજનાના ભાગરૂપે ૩૭ એકર જમીન પર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ ટેકનોલોજી નામની પાંચમી ઈજનેરી કોલે જ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ૧૫ એકર જમીન ઉપર રૂ. ૩૦ કરોડના ખર્ચે વિવિધ સાત ડિઝાઈનિંગ શાખાઓ ધરાવતી વિશ્વ કક્ષાની સ્કૂલ ઓફ ડિઝાઈન સ્થાપવાનું આયોજન છે.આ સિવાય કન્યાઓ માટે ડિપ્લોમા ઈજનેરી પોલિટેકનિક ફોર ગલ્ર્સ માટે ૭.૫ એકર જમીન અને રૂ. ૨૦ કરોડના બજેટની જોગવાઈ કરી છે. ડો. સી.એલ. પટેલે ૨૦ એકર જમીન વિસ્તારમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે૨૭ એકર જમીન પર રૂ. ૨૦ કરોડના ખર્ચે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ ધરાવતી કેજીથી ધો. ૧૦ સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવા માટે પણ તત્પર છે.--
- Vijaykumar Dave

---------------------------------------------------------------------------------------------
My Gujarati Blog : http://gujaratikavitayen.blogspot.com
My Hindi Blog : http://vijaykumardave.blogspot.com/
My Group : http://groups.google.com/group/ignou-bca-mca/
GUJCET Group : http://groups.google.co.in/group/Guj-CET/
Medical Group : http://groups.google.co.in/group/medical-gujarat/
Engineering Group : http://groups.google.co.in/group/engineering-gujarat/

--
You received this message because you are subscribed to the Google Groups "Medical" group.
To post to this group, send an email to medical...@googlegroups.com.
To unsubscribe from this group, send email to medical-gujar...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/medical-gujarat?hl=en-GB.
Reply all
Reply to author
Forward
0 new messages