શા માટે પુરુષો ચોટલી અને સ્ત્રીઓને ચોટલો રાખવામાં...

57 views
Skip to first unread message

Ankit Chauhan

unread,
Jun 25, 2012, 2:47:01 AM6/25/12
to marugujarat, marugujarat


શા માટે પુરુષો ચોટલી અને સ્ત્રીઓને ચોટલો રાખવામાં આવે છે..........?

પ્રાચીન કાળથી જ સ્ત્રીઓ માટે લાંબા વાળ રાખવાની પરંપરા ચાલી આવે છે. આજે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ પ્રથાનો નિર્વાહ કરે છે.

સામાન્ય રીતથી એવું માનવામાં આવે છે કે માત્ર મહિલાઓને જ લાંબાવાળ રાખવા જોઈએ પણ જુના સમયમાં પુરુષ પણ લાંબા વાળ રાખતા હતા. લાંબા વાળ રાખવાની પાછળ કોઈ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે.

- માથા પર બનેલ ચોટીને શિખા કહે છે. શસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે પ્રકારે અગ્નિના વગર હવન પૂર્ણ નથી થતો એવી રીતે શિખા વગર કોઈ ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. પ્રારંભથી જ શિખાને જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ એક અનિવાર્ય પરંપરા છે, તેનાથી વ્યક્તિની બુદ્ધિ નિયંત્રિત થાય છે.

- મહિલાઓ માટે ચોટલો રાખવો શા માટે જરૂરી છે? આ સંબંધ એવો માનવામાં આવે છે કે પુરુષોની તુલનામાં મહિલાઓનું મસ્તિષ્ક વધારે સંવેદનશીલ હોય છે.

- આ કારણથી વાતાવરણની નકારાત્મકતાનો સીધો પ્રભાવ મહિલાઓ પર તરત જ પડે છે. માથા પર ચોટલો હોય તો નકારાત્મક વાતાવરણથી મસ્તિષ્કની રક્ષા થાય છે.

- આપણા મસ્તિષ્કના બે ભાગ માનવામાં આવે છે. બન્ને ભાગોની સંધિ સ્થાન વાળી જગ્યા વધારે સંવેદનશીલ હોય છે. વધારે ઠંડી કે ગરમીથી આ ભાગને સુરક્ષિત રાખતવા માટે ચોટલો કે શિખા રાખવામાં આવે છે.

- યોગશાસ્ત્રમાં ઈડા, પિંગળા અને સુષમ્ણા નાડિઓની ચર્ચા થાય છે. તેમાં સુષુમ્ણા જ્ઞાન અને ક્રિયાશીલતાની નાડી છે. આ મેરૂદંડ (સ્પાઈનલ કોડ)થી થઈને મસ્તિષ્ક સુધી પહોંચે છે. આ નાડીના મસ્તિષ્કમાં મળવાના સ્થાન પર શિખા બાંધવામાં આવે છે. શિખા બંધન મસ્તિષ્કની ઉર્જા તરંગોની રક્ષા કરી આત્મશક્તિ વધારે છે.

- વૈદિક શિક્ષા પદ્ધતિમાં યજ્ઞોચપવિત સંસ્કાર અને શિખા હોય તો પ્રારંભ થતી હતી. એવું આપણા અંદરના અનુશાસનને મજબૂત કરવા માટે કરવામાં આવતું હતું.

- યજ્ઞોપવીત બ્રહ્મચારીને ગુરુકુળમાં આ બોધ કરાવતી હતી કે તે ઈશ્વરને સાક્ષી રાખીને પિતાના ઘરથી શિક્ષા પ્રાપ્ત કરવા આવે છે. જ્યારે શિખા એટલે કે ચોટી આ ધ્યાન કરાવતી હતી કે તેની બુદ્ધિ પર તેનું પોતાનું નિયંત્રણ છે.

- શિખા માધ્યમથી તે આપની બુદ્ધિનો રચનાત્મકતા માટે જ ઉપયોગ કરશે. અધ્યયન માટે જરૂરી એકાગ્રતા, નિયમિતતા અને પવિત્રતા. શિખા બંધન આપણને તેના પ્રત્યે સજાગ રાખે છે અને આપણા જીવનને લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રેરણા આપવા પ્રેરિત કરે છે.
#
ANKIT CHAUHAN
MO. +91-9898787598
        +91-7383255166
ADD ME ON FACEBOOK 
Ankit Chauhan

Reply all
Reply to author
Forward
0 new messages