ગુજરાત ની ભૂગોળ
સ્થાપના દિવસ મે ૧, ૧૯૬૦
રાજધાની:ગાંધીનગર
રાજ્યપાલ: કમલા બેનીવાલ
મુખ્ય મંત્રી:નરેન્દ્ર મોદી
ક્ષેત્રફળ:૧૯૬,૦૨૪ કિ.મી.²
વસ્તી ૫,૦૬,૭૧,૦૧૭ (૨૦૦૧)- કુલ
ગીચતા ૨૫૮ વ્યક્તિ/કિ.મી.
પુરૂષો ૨,૬૩,૮૫,૫૭૭
મહિલા ૨,૪૨,૮૫,૪૪૦
જાતિ પ્રમાણ: ૯૨૦ સ્ત્રી/૧૦૦૦ પુરુષ
વસ્તી વધારો (૧૯૯૧-૨૦૦૧): ૨૨.૪૮%
સાક્ષરતા દર : ૬૯.૦૧ % (૨૦૦૧)
પુરુષો ૭૯.૯%
સ્ત્રીઓ ૫૭.૮%
મુખ્ય ભાષા ગુજરાતી
જિલ્લા/તાલુકા/ગામડા ૨૬ / ૨૨૫ / ૧૮,૫૩૯
શહેરો ૨૪૨
મહાનગરપાલિકાઓ ૭
વિધાનસભાની બેઠકો ૧૮૨
ભૂગોળ
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક અને ઇશાન દીશામાં રણ જેવું છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરીયા કીનારો કચ્છના અખાત અનેખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે.
જિલ્લાઓ
ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ ૨૬ જિલ્લાઓ આવેલ છે.
|
જિલ્લા કોડ |
જિલ્લાનું નામ |
મુખ્યમથક (શહેર) |
કુલ વસ્તી (૨૦૦૧) |
ક્ષેત્રફળ (ચો.કિ.મી.) |
વસ્તીની ગીચતા (/ચો.કિ.મી.) |
| AH |
અમદાવાદ |
અમદાવાદ |
૫૮,૦૮,૩૭૮ |
૮,૭૦૭ |
૬૬૭ |
| AM |
અમરેલી |
અમરેલી |
૧૩,૯૩,૨૯૫ |
૬,૭૬૦ |
૨૦૬ |
| AN |
આણંદ |
આણંદ |
૧૮,૫૬,૭૧૨ |
૨,૯૪૨ |
૬૩૧ |
| BK |
બનાસકાંઠા |
પાલનપુર |
૨૫,૦૨,૮૪૩ |
૧૨,૭૦૩ |
૧૯૭ |
| BR |
ભરૂચ |
ભરૂચ |
૧૩,૭૦,૧૦૪ |
૬,૫૨૪ |
૨૧૦ |
| BV |
ભાવનગર |
ભાવનગર |
૨૪,૬૯,૨૬૪ |
૧૧,૧૫૫ |
૨૨૧ |
| DA |
દાહોદ |
દાહોદ |
૧૬,૩૫,૩૭૪ |
૩,૬૪૨ |
૪૪૯ |
| DG |
ડાંગ |
આહવા |
૧,૮૬,૭૧૨ |
૧,૭૬૪ |
૧૦૬ |
| GA |
ગાંધીનગર |
ગાંધીનગર |
૧૩,૩૪,૭૩૧ |
૬૪૯ |
૨,૦૫૭ |
| JA |
જામનગર |
જામનગર |
૧૯,૧૩,૬૮૫ |
૧૪,૧૨૫ |
૧૩૫ |
| JU |
જૂનાગઢ |
જૂનાગઢ |
૨૪,૪૮,૪૨૭ |
૮,૮૩૯ |
૨૭૭ |
| KA |
કચ્છ |
ભુજ |
૧૫,૨૬,૩૨૧ |
૪૫,૬૫૨ |
૩૩ |
| KH |
ખેડા |
ખેડા |
૨૦,૨૩,૩૫૪ |
૪,૨૧૫ |
૪૮૦ |
| MA |
મહેસાણા |
મહેસાણા |
૧૮,૩૭,૬૯૬ |
૪,૩૮૬ |
૪૧૯ |
| NR |
નર્મદા |
રાજપીપળા |
૫,૧૪,૦૮૩ |
૨,૭૪૯ |
૧૮૭ |
| NV |
નવસારી |
નવસારી |
૧૨,૨૯,૨૫૦ |
૨,૨૧૧ |
૫૫૬ |
| PA |
પાટણ |
પાટણ |
૧૧,૮૧,૯૪૧ |
૫,૭૩૮ |
૨૦૬ |
| PM |
પંચમહાલ |
ગોધરા |
૨૦,૨૪,૮૮૩ |
૫,૨૧૯ |
૩૮૮ |
| PO |
પોરબંદર |
પોરબંદર |
૫,૩૬,૮૫૪ |
૨,૨૯૪ |
૨૩૪ |
| RA |
રાજકોટ |
રાજકોટ |
૩૧,૫૭,૬૭૬ |
૧૧,૨૦૩ |
૨૮૨ |
| SK |
સાબરકાંઠા |
હિંમતનગર |
૨૦,૮૩,૪૧૬ |
૭,૩૯૦ |
૨૮૨ |
| SN |
સુરેન્દ્રનગર |
સુરેન્દ્રનગર |
૧૫,૧૫,૧૪૭ |
૧૦,૪૮૯ |
૧૪૪ |
| ST |
સુરત |
સુરત |
૪૯,૯૬,૩૯૧ |
૭,૬૫૭ |
૬૫૩ |
| TA |
તાrપી |
વ્યારા |
૭,૭૬,૮૭૬ |
૩,૦૪૦ |
- |
| VD |
વડોદરા |
વડોદરા |
૩૬,૩૯,૭૭૫ |
૭,૭૯૪ |
૪૬૭ |
| VL |
વલસાડ |
વલસાડ |
૧૪,૧૦,૬૮૦ |
૩,૦૩૪ |
૪૬૫ |
અમદાવાદ જિલ્લો
અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ‘જિલ્લા પંચાયત ભવન’ ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૦૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૫૮,૧૬,૫૧૯ છે જે પૈકી ૮૦.૧૮% શહેરી છે.
અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.
અમદાવાદ શહેર - ગુજરાતનું હ્ય્દયઃ કહેવાય છે કે આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલની આસાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી નામ પડય્ું આશાવલ. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ મન લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું.
અમદાવાદની હોસ્પિટલઃ અમદાવાદ તેની તબીબી સેવાઓ માટે પણ આજે વિશ્વ કક્ષાએ નામના મેળવી રહ્યું અહીં ગરીબ મઘ્યમવર્ગની સેવા કરતી સરકારી તેમજ વિવિધ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની સાથે સાથે બિનનિવાસી ભારતીયો વિદેશોઓની ખાસ તબીબી સારવાર કરતી અત્યંત આધુનિક હોસ્પિટલો પણ આકાર પામી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ આ પ્રકારની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. જેનાં પરિસરમાં કાર્યરત એમ.પી.શાહ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, કીડની હોસ્પિટલ, કાર્ડિયાક ઇન્સ્ટિસ્યુટ જેવી સંસ્થાઓએ વિશ્વભરમાં નામના મેળવી છે.
ભદ્રનો કિલ્લો: અમદાવાદના નિર્માણનો આરંભ જે રાજગઢના બાંધકામથી થયો તે ‘ભદ્રના કિલ્લા’ તરીકે ઓળખાય છે. ‘મિરાતે અહમદી’માં તેને ‘અરકનો કિલ્લો’ પણ કહ્યો છે. ભદ્રના કિલ્લાનો પાયો ઇ.સ. ૧૪૧૧માં નખાયો હતો. તેમાં ૧૪ બુરજ, શાહી ટકોરખાનું ૮ દરવાજા અને ૨ બારીઓ હતી અને તેની દિવાલો પર ૧૮ મોટી તોપો રાખવામાં આવી હતી. કિલ્લાનું મુખ્ય પ્રવશેદ્વાર એટલે કે ભદ્રના કિલ્લાનો દરવાજો સપસવ્ય પ્રકારનો છે.
ત્રણ દરવાજા: ભદ્રના કિલ્લાની સામે આવેલા મેદાનનાં સામેનાં શાહના છેડે શહેરની જુમ્મા મસ્જિદમાં જવા માટેના રાજમાર્ગ પર ત્રણ દરવાજા સુલતાન અહેમદે બંધાવ્યા છે. આ દરવાજાને ત્રણ કમાનો છે. ત્રણ દરવાજા આજે પણ અમદાવાદની શાન છે. એની કમાનો ઘાટીલી અને કલાત્મક છે. વચલા દરવાજાની બંને બાજુ મિનારાની બાંધણી જેવા સુંદર ગોખવાળા બુરજો છે.
જુમ્મા મસ્જિદ: અહેમદશાહના સમયનાં બાંધકામોમાં જૈનો અગ્રક્રમ આવી શકે તેવી, ગુજરાત અને હિન્દુસ્તાનનાં મુસ્લિમ સ્થાપત્યોમાં પ્રથમ પંક્તિમાં આવી શકે તેવી અમદાવાદની જુમ્મા મસ્જિદ કરતાં બસ્સો વર્ષ પછી બંધાયેલી છે. એટલે એ બંનેની તુલનામાં અમદાવાદની જુમ્મા મસ્જિદનું સ્થાપત્ય એ જમાના કરતા વધુ કલાત્મક છે. અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારનાં દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમવન્વય સમી છે. અંદરના ભાગમાં મંદિરોના મંડપોની રચનાની સ્પષ્ટ ઝલક દેખાય છે, જ્યારે કમાનો અને મિનારાઓ ઇસ્લામ સ્થાપત્યના નમુના છે.
સીદી સૈયદની મસ્જિદ (જાળી): લાલ પથ્થર પરનું બારીક અને શ્રેષ્ઠ જાળી કામ ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમુનાઓમાં અગ્રસ્થાન પામેલ આ મસ્જિદ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે. રાણી સીપ્રીની મસ્જિદ જેવી નાનકડી છતા પોતાની કલાત્મક કોતરણીની દ્રષ્ટિએ વધુ પ્રખ્યાત આ મસ્જિદ તેની દિવાલ પરની પથ્થરની અંદરની બારીક કોતરણીવાળી જાળીઓને કારણે જગવિખ્યાત છે.
સરખેજનો રોજો અને સરોવર: સરખેજ ગામને અડીને આવેલ અમદાવાદનું ઐતિહાસિક સ્મારક એટલે સરખેજનો રોજો. આપણી વિરાસતમાં જંજર્રિત અવશેષોમાંથી કાયાપલટ કરાવીને તેને અદ્યતન એવું નવલુંરૂપ આવી લોકભોગ્ય બનાવવાનો યશ દીર્ધદ્રષ્ટા નેતૃત્વને જાય છે. ઔડાનાં માઘ્યમથી અને સરખેજ રોજા કમિટીનાં સહયોગથી આવા ભગીરથ કાર્યને મુર્તિમંત કરીને આજે સરખેજનો રોજો સામાન્ય શહેરજન માટે નિઃરસ ઐતિહાસિક સ્મારક ન બની રહેતાં આકર્ષક બાંધણી સાથેનું તળાવ વિવિધ વૃક્ષોસભર સુંદર ઉદ્યાન, વોકીંગ ટ્રેક, લીલીછમલોન, બાળકો માટેનું ક્રીડાંગ, આશરે ૧૫૦૦ વ્યકિતઓને સમાવી શકે તેવું ‘‘એમ્ફી થિયેટર’’ જેવી સુવિધાઓથી સજજ ધમધમતું પ્રવાસી સ્થળ બનાવવાની નેમ સાથે સરખેજ-ગાંધીનગર હાઇવે સીધા જોડાણ માટેનો પાકો રસ્તો પણ તૈયાર કરેલ છે.
કાંકરીયા તળાવ:આ તળાવ ગુજરાતના સુલતાન કૃત્બુદ્દિન ઇ.સ. ૧૪૫૧માં બંધાવ્યું હતું. તેનું મુળ નામ હૌજે કુતુબ હતુ. પણ પાછળથી તેનું નામ કાંકરીયા પ્રચલિત થયું. કાંકરીયા તળાવને ૧૯૦ ફુટ લાંબી ૩૪ એકસરખી બાજુ છે. તેનો વ્યાસ ૬૮૩ વારનો છે. તેનો ઘેરાવો ૨૧૫૩ વાર એટલે કે અંદાજે સવા બે કિ.મી.નો છે. તેનું ક્ષેત્રફળ ૭૬ એકર છે. કિનારા પર બાર થાંભલાઓના મંડપોની બેઠકો બનાવેલી છે. ગરનાળા અને ગરણી નકશીદાર છે.
દાદા હરિની વાવ: ગુજરાત તેની સ્થાપત્યકળા માટે ખુબજ જાણીતું છે અને તેમાંય વાવો માટે તો ખાસ. આ વાવોની રચના સૂર્યની પ્રચંડ ગરમીથી ઠંડક મેળવવાના આશયથી કરવામાં આવતી હતી. ગુજરાત જેવી અને જેટલી સુંદર વાવો ભારતના કોઇ જ પ્રદેશમાં નથી. અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિની આવી જ સુંદર વાવ છે. આ વાવ સુલતાન મહેમુદ બગડાના અંતઃપુરની આગળ પડતી હરિર નામની સ્ત્રીએ બંધાવી હતી. આઇ બાઇ હરિર સુલતાન મહેમુદ બેગડાની પોતાની અથવા એના કોઇ મોટા શાહજાદાની ધાવ માતા હશે એમ એની આગળના ‘દાદા’ શબ્દ પરથી લાગે છે. આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખુણામાં આવેલું હતું.
સત્યાગ્રહ આશ્રમ: આધુનિક યુગના મહત્વના પ્રવાસ સ્થળ તરીકે જાણીતા બનેલા આ આશ્રમમાંથી ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સફળ લડત દાંડીકુચનો આરંભ કર્યો હતો. ૧૯૩૦ સુધી ગાંધીજીની સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિનું કેન્દ્ર સાબરમતી આશ્રમ રહ્યું હતું. ૧૯૩૦માં દાંડીકુચ સમયે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી.
ગુજરાત યુનિર્વસિટી: ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના સને ૧૯૫૦માં ભારતનાં ઉપપ્રધાનમંત્રી અને ગુજરાતનાં પનોતા પુત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનાં વરદ્દ હસ્તે કરવામાં આવેલ છે જેની સાથે અનેક કોલેજો-શિક્ષણ સંસ્થાઓ સંગલગ્ન છે. તેનાં વિશાળ પરિસરમાં ભાષા, ભવન, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભૂગોળ, ઇતિહાસ, કાયદા વિદ્યા શાખાનાં અનુસ્નાતક વિધાભવનો આવેલા છે. ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે વાંચનાલય, હોસ્ટેલ સુવિધા તેમજ જુદી જુદી રમતનાં મેદાનો તેમજ સંકુલો સાથેની સુવિધા ધરાવતી વિશાળ જગ્યામાં યુનિવર્સિટીનું કામકાજ ચાલે છે. ગુજરાત અનેક તજજ્ઞો, સાક્ષરો ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થી હોવાનું ગૌરવ અનુભવે છે. અને ગુજરાત પણ તેઓનાં માટે ગૌરવ અનુભવે છે.
નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન: ભારત સરકારના વાણિજય અને ઉધોગ મંત્રાલય અંતર્ગત એક સ્વાયત સંસ્થા તરીકે ૧૯૬૧થી કાર્યરત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન-એન.આઈ.ડી. સંસ્થાએ ડિઝાઇન, એપ્લાઈડ રિસર્ચ, ટ્રેઈનીંગ, ડિઝાઈન કન્સલ્ટન્સની સર્વિસ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે.
આઇ.આઈ.એમ.: આઈ.આઈ.એમ.ની સ્થાપના સને ૧૯૬૧માં મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈનાં પ્રયાસથી કરવામાં આવી જેમાં માતબર નાણાંકીય યોગદાન કસ્તુરભાઈ લાલભાઈનું રહ્યું હતું. એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામનાં અભ્યાસક્રમને જોડીને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદાર બનનારા ભવિષ્યમાં મેનેજમેન્ટ નિષ્ણાતો તૈયાર કરવાનું સ્વપ્ન જવાહરલાલ નેહરુનું હતું. જેને સાકાર કરવાનું કામ ડો.સારાભાઈ અને ઉદાર ઉધોગપતિ અને સખાવતી કસ્તુરભાઈ લાલભાઈએ કર્યું. એટલે કે મેનેજમેન્ટ અને ઉધોગને જોડવાનું કામનાં શ્રી ગણેશ થયા! આજે ફકત કેમ્પસ ઈન્ટરવ્યુમાં લાખો રૂપિયા કે કરોડો રૂપિયાનો પગારની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટીય ઓફર પ્રાપ્ત કરતાં મેનેજમેન્ટ નિષ્ણાંતો ચહેરા પાછળ કેટકેટલા આયોજનો અને અરમાનોએ ભાગ ભજવ્યો છે.
ઇસરો:૧૯૭૦નાં દાયકામાં અવકાશ સંશોધનનાં ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ સીમાચિહ્નરૂપ પ્રયોગશાળા-સંસ્થામાં સેટેલાઇટ એપ્લીકેશન અંગેની માળખાગત સુવિધાઓ તેમજ અદ્યતન અને ખુબ જ સંવેદનશીલ એવાં અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ સંસ્થા છે. જે ભારતવર્ષનાં અવકાર સંશોધન ક્ષેત્રની શૃંખલારૂપ સંસ્થાઓ પૈકીની પાયાની સંસ્થા છે. ભારત વર્ષના અવકાશ સંશોધન ક્ષેત્રમાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવી ઘર આંગણાની વિશિષ્ટ સંસ્થા છે.
સાલ હોસ્પિટલ:અમદાવાદના વસ્ત્રાપુર-થલતેજનાં વિસ્તારના અદ્યતન તબીબી સાધનોથી સજ્જ, નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલ ૨૪ કલાક તબીબી સેવા પુરી પાડવા સજ્જ છે. જેમાં ઉપલબ્ધ સંપૂર્ણ બોડી ચેકઅપ તેમજ જુદાં જુદાં પ્રકારના ટેસ્ટ કરાવવા માટે આધારભુત અને છેલ્લામાં છેલ્લી ઢબના સાધનો ઉપલબ્ધ છે.
નળ સરોવર: અમદાવાદથી આશરે પાંસઠ કિલોમીટરની અંતરે આવેલું દેશનું સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીનાં સૌથી મોટા સરોવર પૈકીનું એક એવું નળ સરોવર પ્રખ્યાત પક્ષીતીર્થ છે. શિયાળાની શરૂઆતની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન ઓકટોબર માસથી શરૂ થાય છે.
વૌઠાનો મેળો: અમદાવાદ જિલ્લાના ધોળકાથી માત્ર આઠ કી.મી.ના અંતરે આવેલા વૌઠા પાસે કારતક સુદ-૧૫ના રોજ ભરાતો વૌઠાનો મેળો સાત નદીઓનાં સંગઠન સ્થળે ભરાય છે.
રથયાત્રા: છેલ્લા ૧૧૦ વર્ષથી પણ વધુ સમયથી અષાઢી બીજના દિવસે નીકળતી ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરા બાદ અમદાવાદની રથયાત્રાએ દેશ-વિદેશમાં નામના મેળવી છે.
પતંગો મહોત્સવ: ઉત્સવ પ્રિય અમદાવાદની પ્રજાને એક અનન્ય ઉત્સવ એટલે ઉતરાયણ સમસ્ત શહેરીજનો પતંગ ચગાવવામાં ખુબ આનંદ અને ઉત્સાહથી વહેલી સવારથી જ પોતાના ઘરની અગાસી, ધાબા પર ચડીને રંગબેરંગી પતંગો ચગાવે છે.
આઇમેકસ થ્રીડી થીયેટર: સાયન્સ સીટીનું એક વિશિષ્ટ આકર્ષણ કેન્દ્ર એટલે થ્રીડી થિયેટર. અહીં આઠ માળ ઉંચા વિશાળ સ્ક્રીન ઉપર પ્રેક્ષક જ્યારે થ્રીડી ઇફેકટ સાથેનું મનોરંજન ચિત્ર માણે છે. ત્યારે વિશાળ સ્ક્રીન ઉપરના ચિત્રમાં પ્રત્યક્ષ પહોંચી ગયો હોય તેવો થ્રીલીંગ અનુભવ કરેલ છે.
સાયન્સ સીટી : વિજ્ઞાનની શોધયાત્રા અવિરત આગળ વધી રહી છે. અવનવી શોધના પરિણામે માનવીનું જીવન આજે વધુને વધુ સુગમ બની રહ્યું છે. આમ છતાં વિજ્ઞાનનું જ્ઞાન આમ માનવીની સમજ બહાર પણ હોય છે. વિજ્ઞાનની કેટલીક બાબતો સામાન્ય માનવીને ચમત્કાર સ્વરૂપે લાગે છે.
| વસ્તી |
૫૮,૦૦,૦૦૦ (૨૦૦૧ની ગણતરી પ્રમાણે) |
| વસ્તીની ગીચતા |
૭૧૯ માણસો પ્રતિ વર્ગ કી.મી. |
| સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર |
૮૯૨ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએ |
| સાક્ષરતાનો દર |
૭૯.૫૦% |
| હવાઇ મથક |
અમદાવાદ |
| બંદર |
ધોલેરા |
અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લો સીંગ,કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે અને આ જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાંટ આવેલ છે. આ જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે.
અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ
- અમrરેલી
- ધારી
- બાબરા
- બગસરા
- જાફરાબાદ
- ખાંભા
- કુંકાવાવ
- લાઠી
- લીલીયા
- રાજુલા
- સાવરકુંડલા
| વસ્તી |
૧૩,૯૦,૦૦૦ (૨૦૦૧ની ગણતરી પ્રમાણે) |
| વસ્તીની ગીચતા |
૧૮૮ માણસો પ્રતિ વર્ગ કી.મી. |
| સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર |
૯૮૭ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએ |
| સાક્ષરતાનો દર |
૬૬.૧૦% |
| હવાઇ મથક |
નથી |
| બંદર |
પીપાવાવ |
આણંદ જિલ્લો
મધ્ય ગુજરાતના જિલ્લાઓ
આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લાના તાલુકાઓ
- આણંદ
- આંકલાવ
- ઉમરેઠ
- ખંભાત
- તારાપુર
- પેટલાદ
- બોરસદ
- સોજિંત્રા
- અમૂલ
- કરમસદ, સરદાર પટેલનું જન્મસ્થળ.
- આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
નોંધપાત્ર સ્થાનો
બનાસકાંઠા જિલ્લો
બનાશકાંઠા એ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાશકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરાઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ
- અમીરગઢ
- કાંકરેજ
- ડીસા
- થરાદ
- દાંતા
- દાંતીવાડા
- દિયોદર
- ધાનેરા
- પાલનપુર
- ભાભર
- વડગામ
- વાવ
ભરૂચ જિલ્લો
ભરૂચ શહેરનું પૌરાણિક નામ
ભૃગુકચ્છ હતું. તે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદાના કિનારે વસેલું છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખુબ જ મોટા પાયે વિકસિત થયા છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે.
ભૌગોલિક સ્થાન
ઉત્તરમાં ખેડા અને વડોદરા જિલ્લો, પૂર્વમાં ધૂળે (પશ્ચિમ ખાનદેશ) જિલ્લો, પશ્ચિમેખંભાતના અખાતના કિનારાનો લગભગ ૮૭ કિ. મી. જેટલો પટ અને દક્ષિણે સુરત જિલ્લાથી આ જિલ્લો ઘેરાયેલો છે. મહી નદી અને નર્મદા નદી આ જિલ્લાને અનુક્રમે આણંદ (જુનો ખેડા જિલ્લો) અને વડોદરા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૯૦.૩૮ ચોરસ કિ.મી. છે, જે રાજયના કુલ વિસ્તારના ૪.૬૧ ટકા જેટલો થાય છે. ભરૂચ જિલ્લામાં ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો છે, જેના ઉપર ભરૂચ મઘ્યમ કક્ષાનું તથા દહેજ, કાવી અને ટંકારી નાની કક્ષાનાં બંદરો છે
ભરૂચ જિલ્લામાં આવેલા તાલુકાઓ
- ભરૂચ
- અંકલેશ્વર
- જંબુસર
- હાંસોટ
- વાગરા
- આમોદ
- વાલિયા
- ઝઘડીયા
ભાવનગર જિલ્લો
ભાવનગર જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પુર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે. ભાવનગર જિલ્લામાં નીચે પ્રમાણે ૧૧ તાલુકા આવેલા છે.
ઊમરાળા | ગઢડા | ગારીયાધાર | ઘોઘા | તળાજા | પાલીતાણા | બોટાદ | ભાવનગર | મહુવા | વલ્લભીપુર | સિહોર
જોવાલાયક સ્થળો
પર્યટન સ્થળો
- અલંગ જહાજ તોડવાનું કારખાનુ અલંગ
- ‘સૌરાષ્ટ્રનું કાશ્મીર’,'મહુવા બંદર’ જેવા પ્રશસ્તિ વચનોથી વરેલું મહુવા
- વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
- ગોપનાથ
- શેત્રુંજીનાં જૈન દેરાસરો, પાલીતાણા
- શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક, કોળીયાક
- સ્વામીનારાયણ મંદિર, ગઢડા
- વીસામણ બાપુની ગાદી, પાળીયાદ
- બજરંગદાસ બાપા, બગદાણા
- શ્રી ખોડિયાર મંદિર, રાજપરા
- કોળીયાકનો મેળો
તિર્થ ધામ
લોક મેળાઓ
દાહોદ જિલ્લો
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરી તારીખ ૦ર-૧૦-૧૯૯૭થી અસ્તિત્વમાં આવેલો ગુજરાતનો પૂર્વ દરવાજો એટલે દાહોદ જિલ્લો.
આ જિલ્લામાં કુલ ૭ તાલુકા આવેલા છે. આ જિલ્લાની કુલ વસ્તીગણતરી (ઇ. સ. ર૦૦૧ મુજબ) ૧૬,૩પ,૩૭૪ જેટલી થાય છે, આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી ૧૧,૮ર,પ૦૯ તેમ જ અનુસુચિત જાતિની વસ્તી ૩ર,૮૮૪ જયારે અન્ય વસ્તી ૪,૧૮,૯૮૦ છે. આ જિલ્લામાં ૭ર.ર૮% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે. જિલ્લાનું ભૌગોલીક સ્થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્ચે આવેલું છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૩૮ર૦૪ર૦૪ હેકટર છે. આબોહવા ગરમ છે. જમીન ઢોળાવવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની છે. આ જિલ્લામાંદુધમતી નદી, પાનમ નદી, માછણ નદી, હડફ નદી, કાળી નદી, ખાન નદી લોકમાતાઓ છે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે. આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા ૬૯૬ છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧.પ૬ લાખ છે. વસ્તીનો ગીચતા દર પ્રતિ ચોરસ કી. મી. દીઠ ૩પ૯ જેટલો છે. સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ ટકા જેટલું છે.
આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો (રેફરલ હેલ્થ સેન્ટર), ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર), ૩૩ર પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે.
દાહોદ જિલ્લાના તાલુકાઓ
- ગરબાડા
- ઝાલોદ
- દાહોદ
- દેવગઢબારિયા
- ધાનપુર
- ફતેપુરા
- લીમખેડા
ડાંગ જિલ્લો
ડાંગ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે, જેનું મુખ્યમથક આહવા છે.
ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો તથા મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. પશ્ચિમ દિશાને અડીને તાપી જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. આ જિલ્લામાં માત્ર એક જ
આહવા તાલુકો આવેલો છે, જેનું મુખ્ય મથક પણ આહવા ખાતે આવેલું છે.
આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતુ છે.
ભૌગોલીક અને સાંસ્કૃતિક મહત્વ
ડાંગ જિલ્લાને બ્રિટિશરો
The Dangs નામથી ઓળખતા હતા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે અને તેનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. તેમ જ વસ્તી ૧,૮૬,૭૨૯ (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ) છે. ડાંગમાં સાક્ષરતાનું પ્રમાણ લગભગ ૫૯.૦૬% જેટલું છે.
ડાંગ જિલ્લામાં આવેલી નદીઓ
- ગિરા નદી
- ખાપરી નદી
- અંબિકા નદી
- સર્પગંગા નદી
- પૂર્ણા નદી
ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ છે.
ડાંગ જિલ્લાનાં જોવાલાયક સ્થળો
- ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા વઘઇ નજીક સરકારી આયુર્વેદિક દવા ઉગાડવાનુ મોટું ઉદ્યાન(ગાર્ડન) આવેલું છે. (બોટોનિકલ ગાર્ડન)
- વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ
- ગિરિમથક સાપુતારા
- ગિરમાળ ગામ ખાતે ગિરા નદી ઉપર આવેલો ગિરા ધોધ
- સુબિર ખાતે શબરીધામ તેમ જ પંપા સરોવર
- ચનખલ ગામ નજીક ચનખલ ધોધ
- મહાલ વિસ્તારનું ગાઢ જંગલ
ગાંધીનગર જિલ્લો
ગાંધીનગર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક જિલ્લો છે. ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક ગાંધીનગર શહેરમાં આવેલું છે.
ગાંધીનગર જિલ્લામાં આવેલા તાલુકાઓ
- દહેગામ
- ગાંધીનગર
- કલોલ
- માણસા
જામનગર જિલ્લો
જામનગર જિલ્લો ભારત નાં ગુજરાત રાજ્ય માં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહાનગર પાલિકા છે. મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો ‘નવાનગર’ ના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટીઝ – ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનુ મહત્વ વધ્યુ છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિતળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાન અર્થે જાય છે.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા આવેલુ છે જેમા ભગવાન શ્રી દ્વારકાધીશજીનુ મંદીર છે.
જામનગર જિલ્લામાં આવેલા તાલુકાઓ
- જામનગર
- કાલાવડ
- લાલપુર
- દ્વારકા
- ખંભાળિયા
- કલ્યાણપુર
- જામજોધપુર
- ભાણવડ
- ધ્રોલ
- જોડિયા
જુનાગઢ જિલ્લો
જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે, જે પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગીરના સિંહ અને ગિરનાર પર્વત માટે જાણીતો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જુનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને અત્યારે મહાનગરપાલિકા ધરાવે છે.
પોરબંદર, અમરેલી, રાજકોટ જુનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે.
૨૦૦૧ની વસતી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસતી ૨૪,૪૮,૧૭૩ છે જેમાં ૨૯ % શહેરી વિસ્તારોમાં અને બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.
જુનાગઢ જિલ્લામાં આવેલા તાલુકાઓ
- ઉના
- કેશોદ
- કોડીનાર
- જુનાગઢ
- તાલાળા
- વેરાવળ
- ભેંસાણ, જૂનાગઢ જિલ્લો
- માણાવદર
- માળિયા
- માંગરોલ, જૂનાગઢ જિલ્લો
- મેંદરડા
- વંથલી
- વિસાવદર
- સુત્રાપાડા
જુનાગઢની જાણીતી જગ્યાઓ
અક્ષરધામ (સ્વામિનારાયણ મંદિર)
સોમનાથ મંદિર
ગિરનાર પર્વત
ગીરનું જંગલ, એશીયાઇ સિંહ માટેનું અભયારણ્ય
દીવ
તુલસીશ્યામ
સતાધાર
દામોદર કુંડ
સિંચાઇ
જૂનાગઢ જિલ્લામાં સામાન્ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હિરણ, મચ્છુન્દી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી. મી. છે.
કચ્છ જિલ્લો
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૧૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો લેહ પછી ભારત દેશનો બીજા ક્રમનો સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ખડીર પ્રદેશમાં આવેલ છે.
ભૂગોળ
કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છનેકાઠીયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં કચ્છનું રણ(અનુક્રમે મોટું અને નાનું) છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે.
વહીવટી તાલુકાઓ
કચ્છમાં લગભગ ૯૫૦ ગામો છે.
- અબડાસા-નલિયા
- અંજાર
- ગાંધીધામ
- નખત્રાણા
- ભચાઉ
- ભુજ
- માંડવી
- મુન્દ્રા
- રાપર
10. લખપત
11. કચ્છ
ભાષા
કચ્છમાં કચ્છી તથા ગુજરાતી ભાષાઓ બોલાય છે. અબડાસા, માંડવી, ભુજ, મુન્દ્રા, અંજાર અને રાપર એમ ગુજરાત વિધાનસભાની છ ધારાસભ્યની બેઠકો છે.
ઇતિહાસ
મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાજાએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન ‘મહાગુજરાત’ રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાંચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું એક મહત્વનું બંદર છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છનો પહેલો ધરતીકંપ નોંધાયો છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો.
ખેડા જિલ્લો
ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક જિલ્લો છે. ખેડા જિલ્લામાં આવેલો નડીઆદ તાલુકો સૌથી મોટો તાલુકો છે. જિલ્લામાં આવેલા બાલાસિનોર નજીકથી ડાયનાસોરના અશ્મિઓ મળી આવ્યાં છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે. ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરીઅને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.
પહેલાં જિલ્લાનું મુખ્ય મથક ખેડા ખાતે હતું, પણ ૧૯૯૭ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો. વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું છે.
ખેડા જિલ્લામાં આવેલા તાલુકાઓ
- નડીઆદ
- કપડવંજ
- મહુધા
- માતર
- બાલાસિનોર
- ઠાસરા
- વિરપુર (ખેડા જિલ્લો)
- ખેડા
- કઠલાલ
- મહેમદાવાદ
મહેસાણા જિલ્લો
મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડુ મથક મહેસાણા શહેર છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૫૦૦ ચોરસ કિ.મી. છે. આ જિલ્લામાં ૬૦૦થી વધારે ગામો છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૧૮,૩૭,૮૯૨ હતી જે પૈકીનાં ૨૨.૪૦ % લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.
[૧]
મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લો, પશ્ચિમ દિશામાં પાટણ જિલ્લો તથા સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ દિશામાં ગાંધીનગર જિલ્લો તથા અમદાવાદ જિલ્લો તેમ જ પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો આવેલા છે.
મહેસાણા જિલ્લામાં આવેલા તાલુકાઓ
- ઊંઝા
- કડી
- ખેરાલુ
- બેચરાજી
- મહેસાણા
- વડનગર
- વિજાપુર
- વીસનગર
- સતલાસણા
નર્મદા જિલ્લો
નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે. આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૪૯ ચો. કિ.મી. છે. ૨૦૦૧ ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૫,૧૪,૪૦૪ હતી. આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે.
અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશ ની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની નદી કરજણ પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે.
નર્મદા જિલ્લામાં આવેલા તાલુકાઓ
- નાંદોદ
- ડેડીયાપાડા
- તિલકવાડા
- સાગબારા
નવસારી જિલ્લો
નવસારી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે, અને નવસારી શહેર ખાતે આ જિલ્લાનું મુખ્યમથક છે. નવસારી જિલ્લાની ઉત્તરમાં સુરત જિલ્લો, પૂર્વમાં ડાંrગ જિલ્લો અને દક્ષિણમાં વલસાડ જિલ્લો આવેલા છે, જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે . નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે. અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઇ છે.
નવસારી જિલ્લામાંથી પૂર્ણા નદી, અંબિકા નદી, કાવેરી નદી, ખરેરા નદી, કોસખાડી નદી વગેરે નદીઓ પસાર થાય છે.
આ જિલ્લામાં જલાલપોર, નવસારી, ગણદેવી, ચિખલી અને વાંસદા તાલુકાઓ આવેલા છે.
મુંબઈ પછી નવસારીમાંજ પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે હિન્દી ચલચિત્ર “માયા મેમસાબ” અને “મંગલ પાંડે”ના નિર્દેશક કેતન મેહતા પણ નવસારીના વતની છે. નવસારી શહેરના હુંદરાજના દાણા – ચણા અને સોનાની વ્યાજ્બી ભાવની ખરીદી પણ મશહુર છે.
પાટણ જિલ્લો
પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૨૬ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે આવેલું છે.
પાટણ જિલ્લાની કુલ વસ્તી ૧૧,૮૨,૭૦૯ (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ) જેટલી છે, જે પૈકી પુરુષોની ૬,૧૨,૧૦૦ સંખ્યા જેટલી તેમ જ સ્ત્રીઓની સંખ્યા ૫,૭૦,૬૦૯ જેટલી છે. કુલ વસ્તીમાંથી ૨,૩૮,૪૨૮ જેટલા લોકો શહેરી વિસ્તારમાં અને ૯,૪૪,૨૮૮ જેટલા લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે.
પાટણ જિલ્લામાં આવેલા તાલુકાઓ
- ચાણસ્મા
- પાટણ
- રાધનપુર
- સમી
- સાંતલપુર
- સિદ્ધપુર
- હારીજ
- વાગડોદ
પંચમહાલ જિલ્લો
પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકાઓ
- હાલોલ
- કાલોલ
- ગોધરા
- જાંબુઘોડા
- લુણાવાડા
- શહેરા
- ઘોઘંબા
- મોરવા(હડફ)
- ખાનપુર
- સંતરામપુર અને
- કડાણા
પોરબંદર જિલ્લો
પોરબંદર જિલ્લામાં કુલ ૩ તાલુકાઓનો સમાવેશ થાય છે અને આ ત્રણ તાલુકાઓમાં કુલ મળીને ૧૮૬ મહેસુલી ગામો આવેલા છે. છેલ્લે ઇ.સ્. ૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની કુલ વસ્તી તે સમયે ૫,૩૬,૮૩૫ હતી, જેમાં ૪૮.૬૯% શહેરી વસ્તી છે.આ જિલ્લાના ત્રણ તાલુકા છે:
પોરબંદર આ જિલ્લાનું વડુ મથક છે.
ખેત પેદાશ
- કપાસ
- મગફળી
- બાજરો
- ચણા
- ઘઉં
- તલ
- જુવાર
- સિમેન્ટ, સિમેન્ટ પાઇપ
- સોડાએશ
- કોલસા (Coal making)
- ચુના પથ્થર (Limestone)
- મત્સ્ય ઉદ્યોગ (fish business)
ઉધોગ
રાજકોટ જિલ્લો
રાજકોટ પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક રાજકોટ છે.
આ જિલ્લામાં કુલ ૧૪ તાલુકાઓ આવેલા છે.
- રાજકોટ
- ગોંડલ
- જેતપુર
- ધોરાજી
- કોટડા-સાંગાણી
- માળિયા (મિયાણા)
- ઉપલેટા
- મોરબી
- વાંકાનેર
- જામકંડોરણા
- પડધરી
- લોધિકા
- જસદણ
- ટંકારા
સાબરકાંઠા જિલ્લો
સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં સાબર ડેરી જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે.
- જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
- નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માજુમ
- પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો
- કુલ ગામ: ૧,૩૮૯
- ગ્રામ પંચાયતની સંખ્યા : ગ્રામ પંચાયત – ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત – ૩૨૫
- નગરપાલિકા: ૨
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.
- હિંમતનગર
- ઇડર
- ખેડબ્રહ્મા
- તલોદ
- ધનસુરા
- પ્રાંતિજ
- બાયડ
- ભિલોડા
- માલપુર
- મેઘરજ
- મોડાસા
- વડાલી
- વિજયનગર
સાબરકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ
સુરેન્દ્રનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાની પાડોશમાં કચ્છ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ જિલ્લાઓ આવેલા છે. જિલ્લો ખેતી અને ઔધોગિક દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો છે, અહિં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, આ ઉપરાંત અનેક નામી કલાકારો અને સાહિત્યકારો આ જિલ્લાની ધરતી પર જન્મ્યા છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં જ ભરાય છે.
ભૌગોલિક
સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૪૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૧.૪૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાrદ, પશ્વિમે રાજકોટ, ઉત્તરે મહેસાણા અને કચ્છ તથા દક્ષિણેભાવનગર જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસતિ ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ૧૫,૧૫,૧૪૭ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.
જળસ્ત્રોત
- નદીઓ – મુખ્યત્વે ભોગાવો અને ફલકુ નદીઓ આવેલી છે.
- કેનાલો – નર્મદા કેનાલ
- જળાશયો – ધોળીધજા ડેમ, બ્રાહ્મણી ડેમ, ફલકુ ડેમ, વાસલ ડેમ, થોળીયાળી ડેમ.
- તળાવો – જોગાસર, રામસાગર, ધરમ, છાલિયા તળાવો છે.
ઉદ્યોગો
મુખ્ય ઉદ્યોગ બેરીંગ ,મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને દસાડામાં મીઠાંના મુખ્ય ઊદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ ૭૫૪ ઉદ્યોગો આવેલ છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે.
કૃષિ, પશુપાલન અને ડેરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૯૫,૦૭૬ હેકટર પૈકીના કુલ ૧,૫૭,૪૬૬ હેકટર જમીન વાવેતર લાયક વિસ્તાર જમીન છે. આ જિલ્લાની મહદ્અંશે જમીન સમતલ અને ગોરાડું છે. આ જીલ્લા નો મુખ્ય પાક કપાસ છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, એરંડા, કપાસ, જીરું, ચણા, મગ, તલ, રાઇ,મરચા વગેરે પાકો થાય છે.
ઇ.સ. ૧૯૯૭ની ગણતરી મુજબ કુલ ૨,૭૧,૫૬૫ ગૌધન દેશી અને વિદેશી ઓલાદનાં છે. તેમજ ભેંસો – ૧,૬૫,૧૯૭, ઘેંટાં ૯૯,૫૭૨, બકરાં ૧૬,૪૪૫૮, ગધેડા ૨,૦૯૫, ઊંટ ૪૪૬ એ રીતનું પશુધન આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધ ડેરી નીચે કુલ ૧૭૮ દૂધ મંડળીઓ ઊભી કરી સમગ્ર જિલ્લામાંથી દૂધ સુરેન્દ્રનગર શહેર ખાતે મુખ્ય ડેરી ખાતે લાવી શ્વેતક્રાંતિનું સર્જન કરેલ છે.
મુખ્ય ખનીજ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ આવેલ છે.
તાલુકા
- લીંબડી
- ચોટીલા
- ધ્રાંગધ્રા
- વઢવાણ
- સાયલા
- મુળી
- લખતર
- હળવદ
- દસાડા
- ચુડા
- પાટડી
- મહાવિર સ્વામિના પગલા વઢવાણ
- સ્વામિનારાયણ મંદિર, વઢવાણ
- રાણકદેવીનું મંદિર, વઢવાણ
- ચામુંડા માતાનું મંદિર, ચોટીલા
- ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, તરણેતર
- મેલડી માતાનું મંદિર, સરા
- જૈનતિર્થ, ડોળીયા અને શીયાણી
- સામુદ્રી માતાનું મંદિર, સુંદર ભવાની
- લાલજી મહારાજની જગ્યા, સાયલા
- માંડવરાયજી મંદિર, મુળી
- સ્વામિનારાયણ મંદિર, મુળી
- રાજરાજેશ્વરી માતાનું મંદિર,ઝીંઝુવાડા
- ધામા (શાક્તિ માતાજી પ્રાચિન્ મંદિર)
- દુધરેજ (શ્રી વડવાળા દેવ)
- સાપકડા (બુટભવાની મંદિર)
- સ્વામિનારાયણ મંદિર ચરાડવા
- બ્રાહ્મણી ડેમ મેરુપર
- વણા (શાક્તિ માતાજી પ્રાચિન્ મંદિર)
- નથુરામ શર્મા (ગુરુદેવ) નો આશ્રમ મોજીદડ
- ગુરુકુળ,ધ્રાંગધ્રા
- જોગાસર,ધ્રાંગધ્રા
- ઞણપતિ ફાટસર, [વઢવાણ]
- રામદેવપીર મદિર [પીપલી]
- ધોળીધજા ડેમ
- નાયકા ડેમ(ગોતમ ગઢ)
- શ્રી શાલીગ્રામ આશ્રમ, મુળી
- શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સાયલા
- ઘુડખર અભયારણ્ય
- બ્રાહ્મણી ડૈમ [સુર્યાનગર]
- નવલખો [સેજકપર]
- માત્રીમાંનીવાવ[રામપરા]
- તરણેતરનો મેળો
- લીંખડીનો મેળો
- અષાઢી બીજનો મેળો
- વિસત માતાનો દિવાસાનો મેળો-આદરીયાણા
- ચરમારિયા દાદાનો મેળો – સુન્દરગઢ (સુર્યાનગર)
- દેરિયાળિ મેળો – રણિજતગઢ
- નારીચાણા મેળો – નારીચાણા
જોવાલાયક સ્થળો
તિર્થ ધામ
પર્યટન સ્થળો
લોક મેળાઓ
સુરત જિલ્લો
સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં સુરત (શહેર), બારડોલી, કામરેજ, મહુવા, સુરત જિલ્લો, ઓલપાડ, માંડવી(સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ,ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૧૦ તાલુકાઓ આવેલા છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર અને ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.
તાપી જિલ્લો
તાપી જિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલો એક જિલ્લો છે. ઇસ ૨૦૦૭ દરમ્યાન સુરત જિલ્લાના અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે. આ જિલ્લામાં વ્યારા, સોનગઢ,વાલોડ, ઉચ્છલ તેમ જ નિઝર તાલુકા આવેલ છે. થોડા વર્ષો પહેલાજ બનેલા આ નવા જીલ્લામાં નવા સરકારી સંસ્થાનો અને અન્ય પાયાની સુવિધાઓ પરત્વે વિશેષ અનેં ઝડપી કામગીરી ચાલી રહી છે. ઉદ્યોગોમાં ખાંડ અને કાગળના કારખાના તેમજ મરઘા ઉછેર (પોલ્ટ્રીફાર્મ) મુખ્ય છે.
ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ
તાપી જીલ્લો ૨૧.૦૫
o ઉત્તર અક્ષાંસ અને ૭૩.૨૦
o પૂર્વ અક્ષાંસ વચ્ચે આવેલો છે. જીલ્લો વિસ્તારની દ્રષ્ટીએ લગભગ ૩,૪૩૪.૬૪ ચો.કિમી ક્ષેત્રફળ ધરાવે છે અને તેનુ વડુ મથક વ્યારા છે. શૈક્ષણિક દ્રષ્ટીએ અહી સાક્ષરતાનું પ્રમાણ લગભગ ૫૭.૫% જેટલું છે અને કુલ વસ્તી ૭,૧૯,૬૩૪ (૨૦૦૧ ની માહીતી પ્રમાણે) છે. સ્ત્રી-પુરૂષનું પ્રમાણ જોઇએ તો દર ૧૦૦૦ પુરૂષો એ ૯૯૬ સ્ત્રીઓ છે.
તાપી જિલ્લો ભૌગોલીક દ્રષ્ટએ ઘણો અનોખો છે. અહી સરેરાશ ૧,૯૨૬ મી.મી. જેટલો વરસાદ પડે છે તથા ઉનાળાનું મહતમ તાપમાન ૪૫
o સે. જેટલું રહે છે. અહી વ્યારા-વાલોડ તરફનો વિસ્તાર સપાટ અને સીંચાઇથી ભરપુર છે, જ્યારેસોનગઢ-ઉકાઇ તરફનો વિસ્તાર ગીચ જંગલો વાળો છે, તથા ઉચ્છલ-નિઝર તરફનો વિસ્તાર સુકો તથા ડુંગરાળ અને ઝાંખા જંગલો વાળો છે. ભૌગોલીક અનુકુળતાને કારણેજ અહીં ઉકાઇ તથા કાકરાપારમાં મોટા બંધો બાધવામા આવ્યા છે. અહીં તાપી, મીંઢોળા, પુર્ણા, અંબિકા, અનેં નેસુ જેવી નદીઓ આવેલી છે. અહીના જંગલોમા દિપડો, હરણ, ઝરખ, સસલા, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
.
વડોદરા જિલ્લો
વડોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક જિલ્લો છે. વડોદરા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા છે.
વડોદરા જિલ્લામાં આવેલા તાલુકાઓ
- પાદરા
- વડોદરા
- કરજણ
- ડભોઇ
- વાઘોડિયા
- છોટાઉદેપુર
- પાવી જેતપુર
- કવાંટ
- નસવાડી
- સંખેડા
- સાવલી
- શિનોર
વલસાડ જિલ્લો
વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલવાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની મોટી ), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે.
વલસાડ જિલ્લાના પાંચ તાલુકા છે. જેમાં (૧) વલસાડ (ર) પારડી (૩) ઉમરગામ (૪) કપરાડા, અને (પ) ધરમપુર.
આ પાંચેય તાલુકાની કુલ વસ્તી સને ર૦૦રના સાલની વસ્તી ગણતરી મુજબ ૧૪,૧૦,૬૮૦ની છે. વલસાડ જિલ્લામાં કુલ ૪૬૮ ગામોનો સમાવેશ થાય છે. અત્રેના જિલ્લાના (૧) વલસાડ (ર) પારડી અને,(૩) ઉમરગામ તાલુકાને અરબી સમુદ્રની દરિયાઈ સરહદ લાગે છે. જ્યારે કે ધરમપુર તથા કપરાડા વિસ્તાર મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ પ્રદેશ છે, જેને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલ છે.
વલસાડ જિલ્લાની દરિયાઈ સરહદ ૭૦ કિ.મી.ની છે. જે દરિયાઈ સરહદ ઉપર (૧) વલસાડ ટાઉન પો.સ્ટે. (ર) વલસાડ રૂરલ પો.સ્ટે. (૩) ડુંગરી પો.સ્ટે. (૪)પારડી પો.સ્ટે. (પ) વાપી ટાઉન પો.સ્ટે. (દમણનો દરિયો) (કોલક ખાડી) અને, (૬) ઉમરગામ પો.સ્ટે. આવેલાં છે.
આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ૬૦ કિ.મી. નો છે. જેને કારણે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઔઘોગિક વિકાસ થયેલો છે. આ ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક, તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાંગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલ છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલ છે.
નદીઓ (૧) ઔરંગા (૨) પાર (૩) દમણગંગા (૪) કોલક
પર્વતો પારનેરા
વરસાદ ૩૧૩૧ મી.મી.
ઇતિહાસ
ઐતિહાસિક પૃષ્ટભૂમિમાં ડોકીયું કરીએ તો ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓના પ્રવેશને ભૂલી શકયા નહીં. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ “આતશ બહેરામ” અને “ફાયર ટેમ્પલ” વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. જયાં લોકોનો પ્રવાહ સતત વહેતો રહે છે.
પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો “ખેડ સતાગ્રહ” અથવા ધાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વનો સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલ છે.
વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે.
આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે.
ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઇ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે.
પૂર્વમાં સહ્યાદ્રિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્વે સુરક્ષા દળનું મુખ્ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે.
વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં ” સાંઇબાબા ” મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ “શાંતિનિકેતન સંકુલ”, અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું “સ્વામીનારાય મંદિર” વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષિ રહ્યા છે. જેનું મુખ્ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત રાજના પ્રવાસન નિગમની હોટલ “તોરણ” રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે “ભગવાન દત્તાત્રેય”નું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તેમ જ કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહ્યાદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે.
ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું ” જિલ્લા વિજ્ઞાન સેન્ટર” આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે “ભાવ ભાવેશ્વર” ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ “સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર” વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે.
જોવાલાયક સ્થળો
- પારનેરા ડુંગર
- તિથલ
- ધરાસણા
- ઉદવાડા
- પારડી પલસાણા
- જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધરમુપર
- વિલ્સનહીલ – ધરમપુર