Fw: Monkeys in Share Bazar (How Sher Bazar works)

1 view
Skip to first unread message

Pankaj V. Rayjada

unread,
Jan 8, 2012, 10:02:21 AM1/8/12
to
 

એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને
વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે.
ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા.
વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધા જ જામી ગયી. દરેક જણ
વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. 
અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવાલાગ્યા ...
ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એક વાંદરા પાછળ
વીસ રૂપિયા આપશે
ગામવાસીઓ બાજુના જંગલમાંથી વાંદરાઓ લાવ્યા અને પ્રત્યેક
વાંદરા પાછળ વીસ રૂપિયા વસુલ કર્યા. થોડા દિવસ પછી તે માણસે "પ્રત્યેક
વાંદરા પાછળ ત્રીસ રૂપિયા આપીશ" એમ કહ્યું અને બહુ ઓછા વાંદરા ખરીદયા
કારણ કે ગામવાસીઓને વાંદરા મળતાજ નહોતા. ... હવે હું વાંદરા પચાસ
રૂપિયામાં ખરીદીશ એમ કહીને પેલો માણસ વાટ જોવા લાગ્યો. 
ગામવાસીઓ તેને વાંદરા આપી શક્યા નહિ ત્યારે તેને
કહ્યું કે, "હું થોડા દિવસ માટે નજીકના શહેરમાં જઈને આવું છું, ત્યાં
સુધી જો તમને વાંદરાઓ મળે તો મારા મદદનીશ પાસે જમા કરજો અને તેની પાસેથી
પૈસા લઇ લેજો... તે માણસ શહેરમાં ગયા પછી તેના મદદનીશે ગામવાસીઓને કહ્યું
કે જો તમને વાંદરાઓ મળતા ના હોય તો હું જે વાંદરાઓ જમા થયા છે, તે તમને
૩૫ રૂપિયામાં આપીશ, અને પછી મારો શેઠ શહેરથી આવ્યા પછી 
તે જ વાંદરા તમે ૫૦ રૂપિયામાં તેને વેચી શકો છો. એટલે તમને એક વાંદરા પાછળ ૧૫ રૂપિયાનો ફાયદો થશે. 
ગામવાસીઓને આ યોજના ગમી ગયી અને તેઓએ શકય હોય ત્યાંથી પૈસા ઉધાર લઇને પણ ૩૫ રૂપિયામાં વાંદરા
ખરીદવા લાગ્યા. બધા વાંદરા વેચીને પેલો મદદનીશ શહેરમાં ગયો. એના પછી
ગામવાસીઓને પેલો માણસ દેખાયો નહિ અને એનો મદદનીશ પણ. 
પણ પુરા ગામમાં ફક્ત વાંદરાઓ દેખાવા લાગ્યા.

આવી રીતે ચાલે છે શેર બજાર!!.
 


Reply all
Reply to author
Forward
0 new messages