?????? ???? ???????? (?? ????? ????? ???????? ?? )

2 views
Skip to first unread message

Pankaj V. Rayjada

unread,
Sep 4, 2012, 11:41:59 PM9/4/12
to

શિક્ષક દિવસ નિમિત્તે  (એક સુંદર વિચાર શુભેચ્છા સહ )   :-

   એક શિક્ષક વર્ગમાં ભણાવે અને વિદ્યાર્થીઓ ઉત્સુક્તાથી ભણે એ જ  જીવનની અણમોલ ક્ષણો છે, પરંતુ કલાકાર જ્યારે પૈસો અને પ્રતિષ્ઠા સામે રાખીને પોતાની કલાને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનું માત્ર સાધન માને, શિક્ષક પગાર-ટ્યુશનને ધ્યાનમાં રાખી શાળાના શિક્ષણને માત્ર સાધન સમજે, ત્યારે કલાકાર કે શિક્ષક નીચી કક્ષાએ ઊતરી જાય છે. પછી એને જીવતરનો થાક મંડે છે લાગવા, કારણકે પ્રમાણિકપણે જયારે કોઇ કાર્ય કરવામાં આવે ત્યારે જ તેમાં તલ્લીનતા આવે છે. એકાગ્રતા વગર પ્રવીણતા પ્રાપ્ત નથી થતી અને પ્રવીણતા વગર સફળતા મેળવવી શક્ય નથી.  

    એક નાની બહેન પોતાના હ્રુષ્ટપુષ્ટ તંદુરસ્ત નાના ભાઇને તેડીને પહાડ ચડી રહી હતી. એ થાકી હતી, છતા ઉત્સાહથી પગથિયાં ચડી રહી હતી. તેને હમસફર યાત્રીએ પૂછ્યું ‘ આ ભાર સાથે તું કેવી રીતે ચડી શકીશ ? ‘ નાની બહેને કહ્યું ‘ આ ભાર નથી, મારો ભાઇ છે.’ ભાઇ પ્રત્યેનો પ્રેમ ભાઇના ભારને આનંદમાં બદલી શકે છે. વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ શિક્ષકને આનંદમાં બદલી શકે છે.

-      શાહબુદ્દીન રાઠોડ ( પુસ્તક :- દુ:ખી થવાની કળા !!!  )    

Reply all
Reply to author
Forward
0 new messages