મારા friend પાસે થી આવેલી કવિતા ....
પરિવારમાં બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય , સૂચન ન હોય પણ સમજણ હોય,
કાયદો ન હોય પણ અનુશાશન હોય, ભય ન હોય પણ ભરોસો હોય,
શોષણ ન હોય પણ પોષણ હોય, આગ્રહ કે દુરાગ્રહ ન હોય પણ આદર હોય,
ક્રોધ ન હોય પણ પ્રેમ હોય, કડવાશ ન હોય પણ મીઠાશ હોય,
સંકડાશ ન હોય પણ મોક્ળાશ હોય, ધન ન હોય પણ મન હોય,
ગુમાન ન હોય પણ ગૌરવ હોય , અશાંતિ ન હોય પણ પ્રસનતા હોય,
તિરસ્કાર ન હોય પણ સ્નેહ હોય, ભેદ ન હોય પણ ભાવ હોય,
સંપર્ક નહી પણ સબંધ હોય, અને સમજણ સાથેનું સર્જન હોય,
એજ સાચો પરિવાર. શું છે આપનો વિચાર ?