હવે એન્જિ.માં પ્રવેશ માટે ૧૧ જુન સુધી ફોર્મ ભરી શકાશે
8 views
Skip to first unread message
Vijaykumar Dave
unread,
May 30, 2012, 11:51:33 AM5/30/12
Reply to author
Sign in to reply to author
Forward
Sign in to forward
Delete
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to Guj...@googlegroups.com
હવે એન્જિ.માં પ્રવેશ માટે ૧૧ જુન સુધી ફોર્મ ભરી શકાશે
એડમશિન કમિટી દ્વારા એન્જિનિયરિંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. અગાઉ ૪ જુન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે તેઓ ૧૧ જુન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. સીબીએસઇના પરિણામો મોડા જાહેર થયા હોઇ તેમના માટે મુદ્દત લંબાવાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
એડમશિન કમિટી દ્વારા ૧૪ મેથી પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન અને બુકલેટનું વિતરણ ૪ જુન સુધી કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી. જોકે સીબીએસઇ બોર્ડનું ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ ૨૮ મેના રોજ જાહેર થતાં તેમની પાસે ફોર્મ ભરવા માટે પુરતા દિવસો ન હોઇ તેમના માટે મુદ્દત લંબાવવા રજુઆત થઇ હતી.
દરમ્યાન આજે એડમશિન કમિટી દ્વારા ફોર્મ ભરવાની મુદ્દત ૪ જુનથી વધારી ૧૧ જુન સુધી કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેથી હવે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે પુરતો સમય મળી રહેશે.