પ્રતિ,
આચાર્યશ્રી અને રજીસ્ટ્રારશ્રી
(ગુજરાત રાજ્યની તમામ કોલેજો)
શ્રીમાન,
કવચ કેન્દ્રનો મુખ્ય હેતુ તમામ ઉચ્ચ તથા ટેકનીકલ શિક્ષણની સરકારી ઇજનેરી કોલેજો, બિન-અનુદાનિત કોલેજો, સ્ટેટ યુનિવર્સીટી તથા ગ્રામવિદ્યાપીઠોમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સાયબર સ્વચ્છતા, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષાનું માર્ગદર્શન પૂરું
પાડવાનો છે આ દિશામાં, કવચ કેન્દ્ર અંતર્ગત “Reels / Shorts Making Competition” નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે એક સર્જનાત્મક, યુવા કેન્દ્રિત અને ડિજિટલ આધારિત સ્પર્ધા છે. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા સંબંધિત વિષયોને સરળ, આકર્ષક અને પ્રભાવશાળી
રીતે રજૂ કરવાની તક મળશે, જેના પરિણામે વિદ્યાર્થીઓ તથા સમાજમાં સાયબર સુરક્ષા અંગે વ્યાપક જાગૃતિ ફેલાશે. સોશિયલ મીડિયા જેવા લોકપ્રિય માધ્યમનો ઉપયોગ કરીને સંદેશને વધુ અસરકારક રીતે પહોંચાડવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ સ્પર્ધામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ
લઈ શકે અને કવચ કેન્દ્રના ઉદ્દેશ્યો રાજ્યભરમાં વ્યાપક રીતે પ્રસરે તે માટે, આ સ્પર્ધાની માહિતીનો વિસ્તૃત અને અસરકારક પ્રચાર કરવો અનિવાર્ય છે.
• Competition Announcement: 19 જાન્યુઆરી, 2026
• Last Date for Submission: 08 ફેબ્રુઆરી, 2026
• Date of Declaration of Results: પછીથી જાહેર કરવામાં આવશે.
કવચ કેન્દ્ર અંતર્ગત “Reels / Shorts Making Competition” માટે રજીસ્ટ્રેશન તથા REELS SUBMIT
https://cawach.gujgov.edu.in/ પર કરવાની રહેશે. “REELS/SHORTS MAKING COMPETITION” નાં
રજીસ્ટ્રેશન કરવામાં કોઈ પણ મુશ્કેલી જણાય તો ઈ-મેઈલ આઈ.ડી. cawac...@gujgov.edu.in અથવા મો. નં. (9870053825) પર સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધાની માહિતી તા. ૦૮-૦૨-૨૦૨૬ સુધીમાં ભરીને મોકલી આપવા જણાવવામાં આવે છે.
કવચ ટીમ
કેસીજી અમદાવાદ