પ્રતિ,
રજીસ્ટ્રારશ્રી/ આચાર્યશ્રી અને સાયબર ક્લબ કૉ-ઓર્ડીનેટર
ઉચ્ચ શિક્ષણની સરકારી કોલેજો ,બિન-સરકારી અનુદાનિત કોલેજો,
ગ્રામવિદ્યાપીઠો, સ્ટેટ યુનિવર્સીટીઓ (ગુજરાત રાજ્યની તમામ)
શ્રીમાન,
કવચ કેન્દ્ર અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણની સરકારી કોલેજો, બિન-સરકારી અનુદાનિત કોલેજો, ગ્રામવિદ્યાપીઠો અને સ્ટેટ યુનિવર્સીટીઓના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ માટે સાયબર સ્વચ્છતા, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા માટે જાગૃતિ લાવવાનો અને કવચ
કેન્દ્ર અંતર્ગત સ્ટેટ સેન્ટર દ્રારા વિદ્યાર્થીઓમાં તથા અધ્યાપકોમાં સાયબર સિક્યુરીટીમાં કૈશલ્ય વિકાસમાં સહયોગ, સંશોધન પ્રવૃત્તિ અને કુશળતા વધારવાનો કવચ કેન્દ્રનો ઉદ્દેશ્ય છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કવચ કેન્દ્ર અંતર્ગત એક દિવસીય “Student Cybersecurity Training Program” યુનિસેફ સાથે સંકલનમાં આયોજન કરવાનું થાય છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય કવચ કેન્દ્ર અંતર્ગત કામ કરતા સ્ટુડન્ટ વોલન્ટીયરને સાયબર સલામતી, ડિજિટલ જવાબદારી, ઘટના પ્રતિભાવ
અને સંસ્થાકીય તૈયારીની વ્યવહારુ સમજથી સજ્જ કરવાનો છે, જેથી તેઓ તેમની સંસ્થાઓમાં જાણકાર કવચ કેન્દ્ર વોલન્ટીયર તરીકે કાર્ય કરી શકે.
ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણની સરકારી કોલેજો, બિન-સરકારી અનુદાનિત કોલેજો, ગ્રામવિદ્યાપીઠો અને સ્ટેટ યુનિવર્સિટીઓમાંથી સાયબર ક્લબ વોલન્ટીયર તરીકે પ્રતિ સંસ્થામાંથી ૦૨ વિદ્યાર્થીઓએ
Maharaja Krishnakumarsinhji Bhavnagar University, Bhavnagar ખાતે તા. ૦૫-૦૨-૨૦૨૬ના રોજ હાજર રહેવાનું રહેશે. કાર્યક્રમનો સમય: સવારે ૦૯:૦૦ વાગ્યાથી સાંજે ૦૪:૩૦ વાગ્યા સુધી રહેશે.
“Student Cybersecurity Training Program” અંતર્ગત જણાવેલ પરિપત્ર મુજબ, આપની સંસ્થામાં સાયબર ક્લબ વોલન્ટીયર તરીકે ૦૫ વિધાર્થીઓ કાર્ય કરે છે. તેમાંથી ૦૨ વિધાર્થીઓની માહિતી “Student Cybersecurity Training Program” માટે જણાવેલ ગુગલ લિંકમાં લિંકમાં
તા. ૧૬-૦૧-૨૦૨૬ રોજ સવારે: ૧૨:૦૦ કલાક સુધીમાં ભરીને મોકલી આપવા જણાવવામાં આવે છે.
આ બાબતે જરૂરી કાર્યવાહી કરી સમયમર્યાદામાં માહિતી મોકલી આપશો તેવી અપેક્ષા છે.
આપના સહયોગ બદલ આભાર.
કોઈપણ પ્રશ્નો અથવા વધુ માહિતી માટે નીચે આપેલ વિગતો પર અમારો સંપર્ક કરવા વિનંતી છે.
📧 ઇમેલ:
cawac...@gujgov.edu.in
📞 ફોન: 9870053825
Team CAWACH Kendra