Skip to first unread message

Dhananjay Parmar

unread,
Oct 29, 2013, 9:18:14 AM10/29/13
to dhananja...@googlegroups.com
અમે સમજી ગયા છે આજ એ સૂચક ઇશારા ને.
ધરે છે મૌન પણ કહેતાં નથી કંઈ ચાહનારા ને.


તમરા હોઠ તો મલકી ગયા, આ હોઠ પર બંદિશ,
હ્રદયની વેદના પૂછો હ્રદયના બાળનારા ને.


જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દો,
હવે ન રોકશો આવીને અશ્રુ સારનારા ને.


અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઈ બેઠાં,
તમે પકડી હજી બેસી રહ્યા છો આ કિનારા ને.


નજર જો હોય જો સાચી બધા દ્ર્શ્યો જ સુંદર છે,
નજરમાં હોય જો ખામી તો દોષો કયાં નઝારા ને.


ઘણી વસમી સફર એ હોય છે સહુ સ્નેહી જન માટે,
છતાં રોકી શકે છે કોણ આ જગથી જનારા ને.


બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાઇ છે મનમાં.
‘વફા’નિરખી લઉં છું હું જરા ખરતા સિતારાને.


(11-6-1967ના તરહી કલમી મુશાયરાની ગઝલ’ઇસ્માઇલી’)
પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને
http://dhananjayparmarblog.blogspot.com/

Jharna Shah

unread,
Oct 30, 2013, 9:27:41 AM10/30/13
to dhananja...@googlegroups.com
nice DP
Reply all
Reply to author
Forward
0 new messages