પ્રતિ,
આચાર્યશ્રી - તમામ
ગ્રાન્ટેડ માધ્યમિક/ઉમા શાળા
અમદાવાદ શહેર
નીચે આપેલ લીંકમાં તાત્કાલિક માહિતી આપવા જણાવેલ હતું તેમ છતાં ૧૩૬ કર્મચારીઓની વિગત હાલ બાકી છે જેથી સત્વરે માહિતી ભરવા આથી જણાવવામાં આવે છે. માહતી ન મળતા તેમજ અપૂરતી માહિતી મળતા કર્મચારીની વિગત વડી કચેરીને સમયસર મોકલવામાં નહિ આવે તેની સંપૂર્ણ જવાબદારી શાળાના સંચાલકશ્રી, આચાર્યની રહેશે જેની ખાસ નોંધ લેશો
આપની શાળાના તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા નિમણુક પામેલ અને NPS માંથી OPS માં સમાવિષ્ટ કમિશનર શાળાઓની કચેરી દ્વારા પાત્રતા હુકમ થયેલ ૪૩૧ કર્મચારીઓની પુરા પગારમાં સમાવ્યા તારીખ, નિવૃત્તિની તારીખ (જન્મ તારીખ મુજબ), સત્રાંત નિવૃત્તિ તારીખ અને PAN નંબર જેવી વિગતો નીચે દર્શાવેલ લીંકમાં તા. ૦૧/૦૬/૨૦૨૬ સુધીમાં ફરજીયાત ભરી મોકલી આપવાની છે.
https://docs.google.com/spreadsheets/d/19sRAga97OnTgm0qR3lAhME2oi39aivjEqXWEp_RSjOQ/edit?usp=sharingખાસ નોંધ:-
- લીંકમાં ભરવાની માહિતી કોમ્પ્યુટર જાણકાર કર્મચારી પાસે જ ભરાવવાની રહેશે
- માહિતી તેમજ આંકડા અંગ્રેજીમાં જ ભરવા
- આંકડાકીય માહિતીમાં સ્પેસ ન આપવી
- તારીખનું ફોરમેટ (DD/MM/YYYY) હોવું જોઈએ