આજ્ઞા પાલન

0 views
Skip to first unread message

PadayaPandit

unread,
Jan 31, 2010, 12:18:57 AM1/31/10
to આપણા બાપુ માહાન
આજ્ઞા-પાલન
અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી ત્યારે બાપુ પોતે એને
વ્યવસ્થિતરૂપ આપવા મગનવાડીમાં રહેતા હતા. તે વખતે ત્યાંનું બધું કામ
ત્યાં રહેતા માણસોએ જ વહેંચી લેવાનું હતું.
એક વાર બાપુજી અને શ્રી કુમારપ્‍પા, એ બંનેને ભાગે રસોડાનાં વાસણો
માંજવાનું કામ આવ્યું. બાપુ અને કુમારપ્‍પાજી એ કામમાં હોંશભેર મંડી
પડ્યા.
પણ બાને એ વાતની ખબર પડી કે તરત જ બા ત્યાં પહોંચી ગયાં અને બાપુને ઠપકો
આપતાં બોલ્યાં : "અરે, આ કામ સિવાય તમારા જેવાને કંઈ બીજો ધંધો છે કે
નહીં ? ઘણાં જરૂરી કામો તમારે કરવાનાં છે તે કરોને ! આવું કામ કરનારાં તો
બીજાં ઘણાં છે."
પણ બાપુ તો બાનો આ મીઠો ઠપકો સાંભળીને હસતાં હસતાં વાસણ માંજ્યે જતા
હતા.
આ જોઈને તો બા વધારે ચિડાયાં અને એમના હાથમાંથી વાસણ ઝૂંટવી લઈને માંજવા
મંડી પડ્યાં.
બાપુના માટીથી ખરડાયેલા હાથમાં નાળિયેરનું છોડું જ રહી ગયું ! બાપુ હસતાં
હસતાં કુમારપ્‍પાને કહેવા લાગ્યા : "કુમારપ્‍પા, તમે ખરેખર સુખી માણસ છો,
કારણ કે તમારા પર રાજ કરવા તમારે પત્ની નથી. પણ મારે તો મારા ઘરની શાંતિ
જાળવવા માટે બાની આજ્ઞાનું પાલન કરવું જ રહ્યું ! તેથી તમારા કામમાં
સાથીદાર તરીકે બાને મૂકી જાઉં તો તમે મને ક્ષમા કરશો."
એમ કહીને બાપુ હાથપગ ધોઈને પોતાની ઓરડી તરફ ગયા અને બા કુમારપ્‍પાજી સાથે
વાસણ માંજવા લાગી ગયાં.
ગાંધી-ગંગામાંથી સાભાર.....
Reply all
Reply to author
Forward
0 new messages