PadayaPandit
unread,Jan 31, 2010, 12:17:21 AM1/31/10Sign in to reply to author
Sign in to forward
You do not have permission to delete messages in this group
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to આપણા બાપુ માહાન
આ પણ અપરિગ્રહમાં આવે
થોડા દિવસ પછી બાપુએ સાંજે ફરવાનો વખત વધાર્યો. મેં પૂછ્યું, ‘કેમ
બાપુજી, પહેલાં તો આપ અરધો જ કલાક ફરતા હતા ને હવે લગભગ કલાક સુધી ફરવા
માંડ્યું ? સવારે પણ આપ ઠીક ઠીક ફરો છો આપની તબિયત પર એની અસર નહીં
થાય ?‘ બાપુએ જવાબ આપ્યો, ‘મને મારામાં વધારે શક્તિ આવેલી જણાવા લાગી
એટલે મેં જાણી જોઈને ફરવાનો વખત વધાર્યો છે. ફરવું એ બ્રહ્મચર્યવ્રતના
પાલનનું એક અંગ છે.‘ મેં પૂછ્યું, ‘એ કેવી રીતે ?‘ એટલે કહેવા લાગ્યા,
‘માણસને આખો દિવસ કામ કરવાને માટે રોજ સવારે જે શક્તિ આપવામાં આવે છે તે
તેણે સૂવાના વખત પહેલાં ખરચી નાખવી જોઈએ. આ અપરિગ્રહનું લક્ષણ છે.
પૂરેપૂરી શક્તિ શ્રદ્ધાપૂર્વક ન વાપરી નાખો તો બાકી રહેલી શક્તિ વિકારનું
રૂપ લે. રોજેરોજ આપણને જોઈતી શક્તિ મળે છે તો પછી આજની શક્તિ શા સારુ
બચાવવી ? શરીરમાં પેદા થતા વીર્યને સખત મજૂરીથી પરસેવામાં પલટી નાખવામાં
આવે તો રાતે ઊંઘ સારી આવે છે ને વિકારનો સંભવ ઓછો રહે છે. એટલે અપરિગ્રહ
અને બ્રહ્મચર્ય બંનેની ર્દષ્ટિએ પૂરેપૂરી મહેનત કરવી જોઈએ.‘ આટલું કહીને
જરા અટક્યા ને પાછા બોલ્યા, ‘દક્ષિણ આફ્રિકામાં જ્યારે ચાળીસ માઈલ
ચાલવાની શક્તિ હતી ત્યારે કદી ઓગણચાળીસ માઈલ ચાલ્યો નથી. ખૂબ ખાતો ને ખૂબ
મહેનત કરતો.‘
એક દિવસ આશ્રમમાં કહેવા લાગ્યા, "કેવળ અપરિગ્રહ વ્રતનો વિચાર કરીએ તો
તેનો એટલો જ અર્થ નથી કે માણસ સાદાઈ રાખે. આપણે લોકો બહુ પરિગ્રહી છીએ.
આપણી સરખામણીમાં ગોરા લોકો વધારે અપરિગ્રહી છે. મહિને પાંચસો કમાય તોપણ
મહિનાના અંત સુધીમાં બધી કમાણી ખર્ચી નાખે. ભવિષ્યમાં મારું શું થશે,
મારાં બાળબચ્ચાંનું શું થશે એવી ફિકર તે નથી રાખતા. એવી ફિકર નરી
નાસ્તિકતા છે. આપણા છોકરા આપણા કરતાં ઓછા પુરુષાર્થી થશે એવી અશ્રદ્ધા
આપે શા સારુ રાખીએ ? દીકરા માટે ધન સંઘરવું એટલે તેમના પ્રત્યે અશ્રદ્ધા
બતાવવી, તેમને બગાડવા. લાહોરના બેરિસ્ટર સંતાનમ્ પણ આ જ મતના છે. એમની
પાસેથી જ મેં એક વાર સાંભળ્યું હતું કે ‘ પુત્રો માટે ધન મૂકી જવું એ
તેમને અન્યાય છે.‘ "
- કાકાસાહેબ કાલેલકર