શ્રી અન્નપૂર્ણા માતાજી શક્તિપીઠ સ્થળ : મોદીપુર, ભેંસાણા અને અંબાસણ ગામની ત્રિભેટે.

61 views
Skip to first unread message

Ghanshyam Jani

unread,
Nov 2, 2011, 4:17:35 AM11/2/11
to audichya-b...@googlegroups.com

શ્રી અન્નપૂર્ણા માતાજી શક્તિપીઠ

સ્થળ : મોદીપુર, ભેંસાણા અને અંબાસણ ગામની ત્રિભેટે,મોદીપુર ગામની સીમમાં

અક્ષાંસ : 023:30 ઉ      રેખાંશ : 072:24 પૂ

નજીકનું રેલ્વે જંકશન : મહેસાણા

નજીકનું એરોડ્રામ : અમદાવાદ

 

અંતર : 

1.   અમદાવાદથી 70 કિ.મી.

2.   મહેસાણાથી 22 કિ.મી.

3.   હિંમતનગરથી 85 કિ.મી.

4.   બહુચરાજીથી 33 કિ.મી.

 

મંદિરે પહોંચવા માટે :

અમદાવાદ અથવા મહેસાણા તરફથી આવતા દર્શનાર્થીઓ:

અમદાવાદ મહેસાણા હાઇવે નેશનલ હાઇવે 8-એ પર  જગુદણ ના પાટીયે ઉતરવું. ત્યાંથી લીંચ તરફ જતા રસ્તા ઉપરથી માના ધામમાં પહોંચવા રીક્ષા, છકડો જીપ વિગેરે પ્રાઇવેટ સાધનો મળી રહે છે. પોતાનું વાહન હોય તો હાઇવે પરથી લીંચ  તરફ જવાના રસ્તા તરફ વળવું. લીંચ પછી અંબાસણ થી આગળ જોટાણા ગામ પહેલાં મંદિર તરફ જતો વળાંક આવે છે.

હિંમતનગર તરફથી આવતા દર્શનાર્થીઓ:

હિંમતનગરથી વિજાપુર તરફ ત્યાંથી વસાઇ-ગોઝારિયા-ખેરવા-જગુદણ-લીંચ વાળો માર્ગ લેવો.

 

બહુચરાજી તરફથી આવતા દર્શનાર્થીઓ:

બહુચરાજીથી મહેસાણા તરફ આવતાં મરતોલીથી જોટાણા- અંબાસણના માર્ગે પહોંચાશે.

 

મંદિર પરિસરમાં પ્રવર્તમાન સવલતો :

- દર્શનાર્થીઓ માટે બારે માસ દિવસમાં બે સમયે પ્રસાદ-ભોજનની વ્યવસ્થા છે.

- દર્શનાર્થીઓના રાત્રિરોકાણ માટે 10 રૂમની વ્યવસ્થા છે.

-સંધના ઉતારા માટે તથા મંડળ કે સમાજની મિટીંગ/મેળાવડા માટે વિશાળ હોલની વ્યવસ્થા છે.

- માતાજીના આંગણે યજ્ઞ / નવચંડીનું આયોજન પણ કરી શકાય છે.

- યજ્ઞોપવિત કે લગ્ન જેવા માંગલિક પ્રસંગો પણ પ્રાંગણમાં કરવાની વ્યવસ્થા છે.

Reply all
Reply to author
Forward
0 new messages