ghanshyam
unread,Oct 6, 2011, 3:21:38 PM10/6/11Sign in to reply to author
Sign in to forward
You do not have permission to delete messages in this group
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to Audichya Brahmin all
મશાલીયા રાવલ પરિવારના કુળદેવી વિષે સંક્ષિપ્ત માહિતી.
————————————————————–
પૂર્વ ભૂમિકા : ઇ.સ. ના નવમા સૈકામા ગુજરાતમા પાટણની ગાદી ઉપર મહાપ્રતાપી
મુળરાજ સોલંકી નામનો રાજા થઇ ગયો તે અપુત્ર હોઇ પુત્ર પ્રાપ્તિ માટે તેના
કુળ ગુરૂની સુચના મુજબ તેણે મહાયજ્ઞ કરવાનુ નક્કી કર્યુ અને આ કાર્ય માટે
તેને (1000) એક હજાર વિદ્વાન બ્રાહ્મણોની જરૂર પડી. જે ગુજરાતમા ઉપલબ્ધ ન
હોઇ તેણે હાલના ઉત્તર પ્રદેશના કાશી, મથુરા, વૃન્દાવન વગેરે સ્થળોએથી
બ્રાહ્મણોને તેડાવ્યા આ બ્રાહ્મણોએ ગુજરાત આવી મુળરાજને યજ્ઞ કરાવી
આપ્યો, અને વેદોક્ત વિધિ અનુસાર પાટણમા સહસ્ત્રલિંગ તળાવનુ નિર્માણ પણ
કરી આપ્યુ, કામ પુરૂ થયે આ બ્રાહ્મણો પોતાના વતન જવા તૈયાર થયા ત્યારે
મહાપ્રતાપી મુળરાજે તેઓ બધાને અહીં રોકાઇ જવા વિંનતી કરી મુળરાજ સોલંકીએ
દરેક બ્રાહ્મણને એક એક ગામ દક્ષિણામા આપ્યુ, જે પૈકી મોટા ભાગના
બ્રાહ્મણો અહી રોકાઇ ગયા. તે જુદી જુદી ઉત્તરપ્રદેશની શાખ(અટક) ધરાવતા
ઔદિચ્ય બ્રાહ્મણો હતા. અહી એક સહસ્ત્ર બ્રાહ્મણો આવ્યા એટલે ઔદિચ્ય
સહસ્ત્ર કહેવાયા. તેમની અટક શુક્લ, જાની, ઉપાધ્યાય, પંડયા વગેરે હતી.
પરંતુ અહી ગુજરાતમા તેમને જે જે દાનમા મળ્યા તે ગામના નામ ઉપરથી તેમની
અટક ત્યારથી ગણાઇ. દા.ત. માંડલ ગામ ઉપરથી માંડલીયા રાવલ, કનોડીયા ગામ
ઉપરથી કનોડીયા જાની, એ મુજબ આપણા પરિવારના મુળ પુરૂષને મશાલી ગામ જે
સિધ્ધપુરથી ઉત્તરે ત્રીસએક ગાઉ દુર છે. તે મશાલી ગામના નામ ઉપરથી તેમની
અટક મશાલીયા રાખવામા આવી. ઇ.સ. 1024 મા જ્યારે મહમદ ગઝનીએ સોમનાથ મંદિર
પર આક્રમણ કર્યુ, ત્યારે ગુજરાતમા સોલંકી વંશ “ભોળો ભીમ “ નામે રાજા રાજ
કરતો હતો. સોમનાથનુ રક્ષણ કરવા માટે આ રાજાએ કચ્છ, સૌરાષ્ટ્ર અને
ગુજરાતના તમામ રાજાઓને વિનંતિ કરેલ, ત્યારે કચ્છમાથી (કિર્તીકોટ) કંથ
કોટના રાજા કેશવદેવ મકવાણાએ આ કાર્યમા મદદ કરેલી એ કેશવદેવ મકવાણાના
મહાપ્રતાપી પુત્ર હરપાળ મકવાણા કે જેઓને ઇતિહાસ ભગવી શિવના અંશવાતાર સમાન
ગણે છે. તે હરપાળ દેવ મહામાયા આદ્યશક્તિના પરમ ઉપાસક હતા. બ્રહ્મા,
વિષ્ણુ, મહેશ આદિ દેવતાઓએ મણિદ્વિપ (ભારત) મા પ્રસ્થાપીત કરેલ આ મહાદેવના
પરમ ભક્ત હરપાળ દેવના સમયમા પાટણની ગાદી ઉપર કરણ વાઘેલા નામનો રાજા રાજ
કરતો હતો. આ કરણની રાણી ફુલાદેવીને અને કરણના સમગ્ર રાજ્યને બાબરા જાતીનો
યવન અથવા ( બાબરો ભૂત ) હેરાન પરેશાન કરતો હતો. હરપાળ દેવ મહા પરક્રમી
હોઇ કરણ રાજાએ બાબરાને વશ કરવા માટે હરપાળ દેવની મદદ માંગી. હરપાળ દેવે
પાટણ જઇ રાત્રીના મધ્ય ભાગે દેવી શક્તિની આરાધના કરી. આ બાબરાને વશ
કર્યો. હરપાળ દેવનુ બીજાઓને મદદ કરવાનુ મનોબળ જોઇ આદ્યશક્તિએ હરપાળ દેવને
વચન માંગવાનુ કહેલ ત્યારે હરપાળ દેવે શક્તિને કહ્યુ કે મને તમે શક્તિ
પુત્ર આપો. માતાજીએ કહેલ કે એ કઇ રીતે શક્ય બની શકે. તમે તો મારા પુત્ર
સમાન છો. છતા હરપાળ દેવ મક્કમ રહ્યા. એટલે શક્તિએ કહેલ કે હાલ રાજસ્થાનમા
પ્રતાપસિંહ સોલંકીની દિકરી જેનુ નામ શક્તિ છે. તે મારો અંશાવતાર છે. તેની
સાથે લગ્ન કર. આદ્યશક્તિએ એ વખતે હરપાળ દેવ ઉપર એટલા પ્રસન્ન હતા. કે
બીજુ વરદાન માંગવા કહ્યુ. હરપાળ દેવે કહેલ કે બીજુ વરદાન હુ કરણના
દરબારમા જઇને આવુ પછી માંગીશ. હરપાળ દેવ કરણના દરબારમા ગયા. એટલે કરણ ખુબ
જ પ્રસન્ન થયેલ હતો. અને હરપાળ દેવને વચન માંગવા કહેલ હરપાળ દેવે કહ્યુ
કે એક રાતમા હુ જેટલા ગામને તોરણ બાંધુ તેટલા ગામ મને બક્ષિસમા આપવા.
કરણને એમ કે બહુ બહુ તો એક રાતમા પાંચ સાત ગામને તોરણ બાંધી શકશે. એટલે
તેણે વરદાન આપ્યુ. અહી હરપાળ દેવ એક જ રાતમા 2300 ગામને તોરણ બાંધ્યા.
સૌથી પહેલુ તોરણ પાટડી ગામને બાંધ્યુ અને સૌથી છેલ્લુ તોરણ દીઘડીયા (હળવદ
તાલુકો ) ગામને બાંધ્યુ. કરણને ઉભા રહેવાની જગ્યા ન રહી. કરણને મુઝાયેલો
જોઇ હરપાળદેવે કરણની રાણી ફુલાદેવીને બહેન ગણી પાંચસો ગામ ભાલ પ્રદેશના
કાપડામા આપ્યા અને બાકીના 1800 ગામ ઝાલાવાડ પ્રાંત કહેવાયો.
બીજી તરફ રાજસ્થાનના સોલંકી રાજા પ્રતાપસિંહની પુત્રી જેનુ નામ શક્તિ છે
તે રાજાને સ્વપ્નમા તેમની પુત્રીના લગ્ન હરપાળ દેવ સાથે કરવાનુ માતાજીએ
કહેલ. તે પ્રમાણે તેમના બન્નેના લગ્ન પ્રતાપસિંહ સોલંકીએ કરવાનો નિશ્ચય
કર્યો. અને મશાલીયા રાવલ શાખાના મહાજ્ઞાની બિંદેશ્વર રાવલ કે જેઓ દરબારમા
યોગાનુયોગ પ્રતાપસિંહને ત્યા આવ્યા. મહા પ્રતાપી પ્રતાપસિંહને બિંદેશ્વર
મહારાજને સ્વપ્નની વાત કરી અને હરપાળ દેવ અને શક્તિના લગ્ન ગોઠવાયા.
બિંદેશ્વર રાવલે લગ્ન કરી આપ્યા.
લગ્ન વિધિ પુરી થઇ ગયા બાદ દેવી શક્તિએ લગ્ન કરી આપનાર પુરોહિત
બિંદેશ્વરને કહ્યુ કે મહારાજ માંગો. ત્યારે બિંદેશ્વર રાવલે કહ્યુ કે આ
સાક્ષાત મહામાયા મારી સન્મુખ ઉભા છો. ત્યારે મારે કાંઇ જ માંગવાનુ નથી.
પરંતુ મારા વંશ પરંપરાગત કુળદેવી બનો અને મારા વારસોનુ રક્ષણ કરો. દેવી
કહેલ કે હુ આદ્યશક્તિ છુ. હરપાળ દેવથી વિસમી પેઢીએ કાઠીયાવાડમા કવા નગરમા
ભીમસિંહ નામનો રાજા રાજ કરશે. આ ભીમસિંહના પુત્ર વાઘોજી જે યવનો સાથે
લડાઇ થશે તે કુવાનગરે વાઘોજીની સાત પત્નીઓ કુવામા પડી સતી થશે. એ ગામે
મહારાજ તમારા વંશના વીસમા પુરૂષ નામે કરશનજી રાવલ થશે તે ત્યા કુવા ગામે
મારૂ મંદિર બનાવી મારી પુજા કરશે. ત્યારથી ઉત્તરોત્તર તમારી વંશવૃધ્ધિ
થશે અને તમારા વંશજો કુવાગામે મને કુળ દેવી તરીકે પ્રસ્થાપીત કરી મારી
પુજા કરશે. આ તરફ હરપાળ દેવ એક વખત કાર્ય પ્રસંગે બહાર ગામ ગયેલા અને
પાટડી રાજ મહેલ પાસે મુગલ નામનો હાથી ગાંડો થઇ હાહાકાર મચાવી માણસોને
મારી રઝાળતો હતો. ત્યા દેવી શક્તિના બે પુત્રો સોયાજી અને માંગુજી અને એક
ચારણ પુત્ર મેદાનમા રમતા હતા. ત્યા રાજ મહેલના ચોગાનમા આ ગાંડો હાથી આવી
ચઢ્યો માતા શક્તિએ ઝરૂખામાથી આ દ્ર્શ્ય જોયુને બન્ને કુંવરને હાથ લંબાવી
ઝાલી લીધા અને ચારણ પુત્રને ટપલી મારી તેના ઘરે ફ્ંગોળ્યો ત્યારથી હરપાળ
દેવના વંશજો હાથ લાંબો કરી ઝાલી લીધા હોવાથી ‘ઝાલા” કહેવાયા. અને
બિંદેશ્વર રાવલના વંશ વારસોના આ ઝાલાઓ યજમાન બન્યા. રાવલ પરિવાર ત્યારથી
તેમના કુળગોર બન્યા.
ઇ.સ. 15 મા સૈકામા ઇ.સ. 1492 મા આસપાસ હરપાળ દેવથી 21 મી પેઢીએ કુવાગામે
વાઘોજી ઝાલા રાજ કરતા હતા. તેઓને ખુબ જ ધર્માંધ અને ઝનુની મહંમદ બેગડા
સાથે કુવાગામે લડાઇ થઇ. લડાઇ ચાલુ હતી છતા શક્તિમાતાના નિશાનવાળો ધ્વજ
ધ્વજરક્ષકે તેને તરસ લાગવાથી પાણી પીવા નીચે મુક્યો આ તરફ મહેલમા ધ્વજ
નહી દેખાવાથી સંકેત મુજબ રાણીઓને ફાળ પડી કે નક્કી લડાઇમા વાઘોજી મરાયા
એટલે સાતે સાત રાણીઓ મુસલમાનોને ક્બ્જે ન થવા માટે રાજમહેલમા આવેલ કુવામા
પડી સતી થઇ. ત્યારથી આ બનાવને “કુવાનો કેર “ કહેવાયો. અને ગામનુ નામ કુવા
મટી કંકાવટી પાડવામા આવ્યુ. વાઘોજીના વખતનો એક દુહો ચારણે ગાયેલ છે. કે
વાઘોજી “તારૂ દિઘડીયુ દિલ્લી સરીખડુ કુવા કાશ્મીર પણ વાઘો બેગડો સરીખડા
અને કાંઇક ફૌજમા ફેર” આ રીતે કુવા હાલના કંકાવટી ગામે બિંદેશ્વર રાવલના
વંશજ કરશનજી રાવલના સુપુત્રો 1. દામોદરજી રાવલ 2. હરિકૃષ્ણ રાવલ 3. રણછોડ
રાવલ આ ત્રણેય પુત્રો કંકાવટી ગામે રહેતા હતા. હાલના મશાલીયા રાવલના આ
ત્રણેય મહાપુરૂષો પુર્વજો છે.