Gujarati (GU) Translation

12 views
Skip to first unread message

Koustubh Sinkar

unread,
Mar 23, 2020, 12:14:13 PM3/23/20
to Agile Manifesto Translation
# ચપળ ઘોષણાપત્ર

## ચપળ આત્મભાણ્ડ વિકાસના ઘોષણાપત્ર

અમને સ્વાનુભવથી અને બીજાને મદદ કરવાથી, આત્મભાણ્ડ વિક્સીત કરવાના નવિન પ્રકાર
જડ્યા છે. આ કર્તબગારીથી અમે મોલિયે છીએ

પ્રક્રિય અને ઉપકર્ણો પર વ્યક્તિ અને સંવાદ
વ્યાપક પ્રલેખન પર ક્રિયાશીલ આત્મભાણ્ડ
કરાર સામન પર ગ્રાહક સહયોગ
યોજના પાલન પર પરિવર્તન પ્રતિસાદ

ડાવી બાજુના વસ્તુઓને મુલ્ય હોવા છતાય, અમને જમણી બાજુની વસ્તુઓ વધારે મુલ્યવાન છે.

## ચપળ ઘોષણાપત્ર પાછળના સિદ્ધાંતો


અમે આ સિદ્ધાંતોને પાળીએ છીએ:

અમને, મૂલ્યવાન આત્મભાણ્ડનું વહેલા અને સતત સોંપણી દ્વારા, ગ્રાહકનો સંતોષ સર્વોચ્ચ પ્રધાન
છે.

વિકાસંતે પણ, બદલાતી આવશ્યકતાઓનું સ્વાગત છે. ચપળ પ્રક્રિયાઓ પરિવર્તનને ગ્રાહકના
સ્પર્ધાત્મક લાભ માટે સદુપ્યોગ કરે છે.

થોડા અઠવાડિયાઓથી થોડા મહિનાઓમાં, ટૂંકા ગાળાને પ્રાધાન્ય આપતા, કાર્યકારી
આત્મભાણ્ડને વારંવાર સોંપીએ છીએ.

પરિયોજના દરમ્યાન વ્યવસાયી લોકો અને વિકાસકર્તાઓએ દરરોજ સાથે કાર્ય કરવું આવશ્યક છે.

પ્રેરિત વ્યક્તિઓ જોડે પરિયોજના બનાવો. તેમને જરૂરી વાતાવરણ અને સહાય આપો, અને
કાર્ય પૂર્ણ કરવા માટે તેમના પર વિશ્વાસ કરો.

વૈકાસિક ટુકડીમાં માહિતી પ્રચારની સૌથી કાર્યક્ષમ અને અસરકારક પદ્ધતિ સામ-સામે
વાતચીત છે.

કાર્યકારી આત્મભાણ્ડ એ પ્રગતિનું પ્રાથમિક માપદંડ છે.

ચપળ પ્રક્રિયાઓ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે. અનિશ્ચિત સમય માટે સતત ગતિ જાળવવા
માટે પ્રાયોજકો, વિકાસકર્તાઓ અને વપરાશકર્તાઓ સક્ષમ હોવા જોઈએ.

તકનીકી શ્રેષ્ઠતા અને સુરચના તરફ સતત ધ્યાન આપવાથી ચપળતા વધે છે.

સરળતા - અકર્મ વધારવાની કલા - જરૂરી છે.

શ્રેષ્ઠ રચના, આવશ્યકતાઓ અને આલેખન સ્વ-આયોજીત ટુકડીઓમાં ઉભરી આવે છે.

નિયમિત અંતરાલો પર, ટુકડી વધુ અસરકારક બનવા માટેના આત્મપરિક્ષણ મુજબ, વર્તણૂક બદલે
છે.

Reply all
Reply to author
Forward
0 new messages