[Guj-CET-2008] ‘સ્વર્ણિમ ગુજરાત’નો આજે જન્મદિન: ભવ્ય ઉજવણી

0 views
Skip to first unread message

Vijaykumar Dave

unread,
Apr 30, 2010, 6:00:49 PM4/30/10
to Guj...@googlegroups.com, engineeri...@googlegroups.com
‘સ્વર્ણિમ ગુજરાત’નો આજે જન્મદિન: ભવ્ય ઉજવણી
Gautam Purohit, Gandhinagar
 

ગાંધીનગરમાં મહાત્મા મંદિરનો શિલાન્યાસ : અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય જલસોવિરોધપક્ષનો બહિષ્કાર.ગુજરાતની સ્થાપનાને શનિવારે ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. રાજ્ય સરકાર આ અવસરની ‘સ્વર્ણિમ ગુજરાત’ સ્વરૂપે ભવ્ય રીતે ઉજવણી કરી રહી છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં૫૦ હજાર ગુજરાતીઓની ઉપસ્થિતિમાં રોશનીની ભવ્યતા સાથે રાજ્યનો સ્થાપના દિન ઉજવાશે. ઉપરાંત દેશનાં અન્ય રાજ્યો તેમજ વિદેશમાં કુલ ૧૦૦ જગ્યાએ ગુજરાતી સમાજોએ ગુજરાત દિને ઉત્સવનો માહોલ સર્જી દીધો છે. બીજી તરફ વપિક્ષ કોંગ્રેસે રાજ્ય સરકારની ઉજવણીમાં જોડાવાનો ઇનકાર કરી, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો છે.

ઉત્સવને અનુરૂપ આ પ્રસંગે ગાંધીનગરમાં મહાત્મા મંદિરના નિર્માણનું કામ શરૂ થવાનું છે, જેમાં ભારતનાં રાજ્યો તેમજ વિશ્વના દેશોની માટી તેમજ પાણીના સમન્વયનો અદ્દ્ભુત અવસર છે. ૧લીએ અમદાવાદ અને ગાંધીનગરમાં ભવ્ય રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવશે. મહાત્મા મંદિરના પાયામાં શિલાન્યાસ વખતે ભારતની ૩૧ નદીઓના પાણી અને ૫૧ સ્થળોની પવિત્ર માટી પધરાવવામાં આવશે. મુખ્યમંત્રી મોદીએ કહ્યું હતું કે ૨૦૧૧ના મે મહિનામાં આ સ્થળે રાજ્ય સરકાર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરશે.

આ ઉજવણીનો વિરોધ પક્ષ કોંગ્રેસે બહિષ્કાર કર્યો છે અને ગાંધીનગરમાં સમાંતર કાર્યક્રમની ઘોષણા કરી છે. જો કે વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષાની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં ઊજવાનારા સમારોહમાં રાજ્યપાલ ડો.કમલાના હસ્તે ઉદ્દઘાટન કરાશે. રાજ્ય અને રાજ્ય બહારના ગુજરાતી સમાજો અને ટોચના નેતાઓ હાજર રહેવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમ વંદે ગુજરાતની ખૂબી એ છે કે રાજ્યના ૪૦૦૦ કલાકારો તેમના પ્રાંતની કૃતિઓ રજુ કરશે.

અમદાવાદમાં આ સાથે સ્વર્ણિમની વહેલી સવારે ઇન્દુચાચાની પ્રતિમાને ફૂલહાર કરી કોંગ્રેસ ભવન સામે મહાગુજરાત ચળવળના શહીદોને અંજલિ આપવામાં આવશે. ત્યારબાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગાંધીજીને પુષ્પાંજલિ આપી પાટનગરમાં પૂજય રવશિંકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ અપાશે. સવારે ૧૦ કલાકે સેન્ટ્રલ વિસ્ટામાં મહાત્મા મંદિરનો શિલાન્યાસ કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સ્વર્ણિમજયંતી દિનની ઉજવણીના કાર્યક્રમો :

સવારે ૭.૦૦ કલાકે : લાલ દરવાજા નજીક મહાગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની પ્રતિમાને શ્રદ્ધાસુમન.
સવારે ૮.૦૦ કલાકે : શહીદ સ્મારક ખાતે પોલીસ બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે.
સવારે ૮.૩૦ કલાકે : સાબરમતી આશ્રમમાં ગાંધીજીને અંજલિ, સ્વર્ણિમ સંકલ્પો, ગુજરાતીઓનું બહુમાન.
સવારે ૧૦.૦૦ કલાકે : ગાંધીનગરમાં પૂજય રવશિંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ.
સવારે ૧૦.૩૦ કલાકે : ગાંધીનગરના સેકટર-૧૫માં મહાત્મા મંદિરનો શિલાન્યાસ, દેશ- વિદેશમાંથી આવેલી માટી અને પાણીનો મંદિરના પાયામાં અભિષેક.
સાંજે ૭.૩૦ કલાકે : સરદાર પટેલ સ્ટેડિયમમાં ઉજવણીનો શાનદાર પ્રારંભ.
લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે ગુજરાતનો ભવ્ય ઈતિહાસ રજુ થશે.
કાર્યક્રમનું સાત ટીવી ચેનલ અને બે વેબકાસ્ટ દ્વારા જીવંત પ્રસારણ.



--
- Vijaykumar Dave

---------------------------------------------------------------------------------------------
My Gujarati Blog : http://gujaratikavitayen.blogspot.com
My Hindi Blog : http://vijaykumardave.blogspot.com/
My Group : http://groups.google.com/group/ignou-bca-mca/
GUJCET Group : http://groups.google.co.in/group/Guj-CET/
Medical Group : http://groups.google.co.in/group/medical-gujarat/
Engineering Group : http://groups.google.co.in/group/engineering-gujarat/
Reply all
Reply to author
Forward
0 new messages